________________
૭૯૮
શારદા સરિતા
નાના ભાઈને ખૂબ આગ્રહ થવાથી એક માણેક લે છે ને કહે છે તારા ભાભીને આપજે. પછી ઘેર જાય છે ત્યાં નાનાની બુદ્ધિ બદલાય છે ને તે કાંઈ આપતું નથી. માટે ભાઈ કમાવા ગયે હતું તે કમાઈને ઘેર આવે છે ને વાતચીત થતાં પત્નીને કહે છે મારા ભાઈએ તને માણેક આપ્યું છે? પત્ની ના પાડે છે, ને તેમાં ઘણે અનર્થ થાય છે. છેવટે નાનાએ ખૂબ લડાઈ કરાવી વૈર કરાવ્યા. છેવટે સત્યનો જય થાય છે. નાના ભાઈની આંખ ઉઘડે છે ને વિચારે છે કે હું પીળી માટીને ગુલામ બની ગયે. ધનના મદમાં આવીને માતા સમાન મારા પૂજ્ય ભાભીને જૂઠા કરાવ્યા. દેવ જેવા મારા ભાઈની પાસે હું જૂઠું બોલ્યા. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે “સદે તેનું સેનું ને જરે તેનું ઝવેરાત મને તે તેનું સાયું નહિ ને ઝવેરાત પચ્યું નહિ. જે લક્ષમીએ અમારા બંને ભાઈઓને પ્રેમ તોડા તે લક્ષમી હવે મારે ન જોઈએ. એમ કહી તેણે બધી લક્ષમી દાનમાં વાપરી નાંખી. આથી આખા ગામમાં બંને ભાઈઓની ખૂબ પ્રશંસા થવા લાગી.
દેવાનુપ્રિયે! બે ભાઈઓને પ્રેમ તેડાવનાર કેણુ (સભાઃ પીળી માટી,) તે હવે તમને પીળી માટી છોડવાનું મન થશે ને? જે હેયેથી બેલતા હે તે અનર્થની ખાણ જેવી લક્ષ્મીને મેહ છોડી દે. જેને ધન અનર્થની ખાણ જેવું લાગ્યું તે છેડીને જાય છે.
આપણે જેને અધિકાર ચાલે છે તે જમાલિકુમાર શિબિકામાં બેસીને જાય છે. તેમને વરઘોડે પ્રભુના સસરણની નજીકમાં પહોંચી ગયે. પ્રભુનું સસરણ તથા છત્ર જોઈને જમાલિકુમાર શિબિકામાંથી નીચે ઉતર્યા. ત્યાર પછી જમાલિકુમારના માતા-પિતા તેને આગળ કરીને જ્યાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં લઈ ગયા. અહીં જમાલિકુમારના માતા-પિતાએ તેના દીકરાને આગળ શા માટે કર્યો? તે સમજાયું? માતા-પિતા મોટા છે પણ હવે દીકરે ત્યાગના પથે જાય છે માટે એ મોટો છે એટલે તેને આગળ કર્યો. જમાલિકુમારે પ્રભુને જોયા. એની આંખડી ઠરી ગઈ.
द्रष्टवा भवन्तमनिमेष विलोकनीयं, नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पय : शशिकर द्युति दुग्ध सिन्धोः, क्षारं जलं जलनिधेरशितुं क इच्छेत् ?
ભકતામર સ્તોત્ર ૧૧ હે પ્રભુ! તમને મેનેખ દષ્ટિથી એક વાર જોયા પછી હવે મારી આંખડી ક્યાંય કરતી નથી. એક વાર ચન્દ્રની કાન્તિ જેવું નિર્મળ અને શીતળ જેવું મીઠું મધુરું ક્ષીર સમુદ્રનું પાણી પી લીધું પછી લવણસમુદ્રના ખારા પાણીને કેણ ઈચ્છે? સાત માળની હવેલીમાં વસ્યા પછી ઝુંપડીમાં રહેવું કોને ગમે? એ રીતે હે પ્રભુ! તને જોયા પછી હવે મને આ સંસાર ખારે ઝેર લાગે છે. સૂર્યના કિરણે પડતાં સૂર્યમુખી કમળો