________________
૭૯૬
શારદા સરિતા બની જાઉં. ત્યારે મહાત્માએ કહ્યું- ભાઈ! જે આ નદીના કિનારે એક પારસમણી પથ્થર પડે છે તે તું લઈ જા અને એ પથ્થરની સાથે જેટલા લેખંડનો સ્પર્શ કરાવીશ તેટલું લોખંડ સોનું બની જશે. પછી તેને સંસારનું જેટલું સુખ જોઈશે તેટલું મળી જશે. આ સાંભળીને પેલે માણસ ખૂબ આનંદ પામે, ને દેડતે નદી કિનારે ગયે. તમને કોઈ આવા મહાત્માઓ ભેટી જાય ને પારસને પથ્થર લાવવાનું કહે તે શું કરશે? એ દેડતે ગયે પણ તમે તો છલાંગ મારીને જાવ. (હસાહસ). પેલો માણસ દેડતે જઈને પથરો ઉઠાવી લાવ્યે ને મહાત્માજીને બતાવીને કહ્યું– ગુરૂદેવ! આપે લાવવાનું કહ્યું હતું તે આ પારસ પથ્થર છે ને? ત્યારે મહાત્મા કહે છે હા, એ પારસ પથ્થર છે. તું લઈ જા ને તારી ઈચ્છા હોય તે તેટલા લેઢાનું સોનું બનાવી લેજે. જેટલું ભગવાય તેટલું સુખ ભોગવજે. મારે એની જરૂર નથી. પેલે માણસ ખૂબ આનંદ પામતે મહાત્માને પગે લાગીને ત્યાંથી રવાના થઈ ગયા. થોડે દૂર પહોંચ્યું હશે ત્યાં એના મનમાં વિચાર આવ્યો કે મહાત્માજીએ મને આ પારસ પથ્થર કેટલા પ્રેમથી બતાવ્યું ને મને કહ્યું કે તું એનાથી સોનું બનાવીને સુખ પ્રાપ્ત કરજે. જે આ પથ્થરથી સુખ મળતું હોય તે તેમણે આ પથ્થર કેમ ના રાખે? એમણે આને ઉપયોગ પણ કર્યો નથી. જે એનાથી સાચું સુખ મળતું હેત તે એ એનાથી ધારે તેટલું સોનું બનાવી શકત ને સુખ મેળવી શકત. પણ એ તે આ પથ્થરને અડતા પણ નથી. એટલે મને તે લાગે છે કે મહાત્માજી પાસે જે સુખ છે તે સોનામાં નથી. મારે આ પથ્થર ન જોઈએ.
પેલા માણસને આ વિચાર આવ્યા એટલે પાછો ફર્યો. મહાત્માજીની પાસે આવતાં આવતાં એ વિચાર કરે છે કે અહો ! સેનું કેટલું અનર્થકારી છે! પાસે સેનું આવશે તે લોભ વધશે, મોજશોખ વધશે, ગ વધશે, લોકો અને સગાસ્નેહીઓ તરાપ મારશે ને આ ધન મારૂં કઈ વખત મત પણ કરાવશે માટે મારે આ પારસ જોઈ નથી. આમ વિચાર કરતો. મહાત્માની પાસે પહોંચી ગયે. બંધુઓ ! તમને આવો વિચાર આવે ખરે? તમે આપવા જાવ ખરા? (હસાહસ). (અરે ! પારસમણીને જાપ જપતા હોઈએ ત્યાં ક્યાં પાછો આપવા જઈએ !) પેલે તે મહાત્માજીની પાસે ગયે. પેલા માણસને પાછો આવેલ જોઈને મહાત્મા બોલ્યા કે ભાઈ! તમે મારી પાસે સુખપ્રાપ્તિને મંત્ર લેવા આવ્યા હતા તે મેં તમને સુખપ્રાપ્તિ માટે અનુપમ વસ્તુ બતાવી દીધી તે શું તમને એનાથી સંતોષ ન થયે?
ત્યારે પેલો માણસ કહે છે ગુરૂદેવ ! એમ નથી. પણ હું આ પથ્થર લઈને જતો હતો ત્યાં રસ્તામાં મને એ વિચાર આવ્યો કે જે આ પથરાથી સેનું બનાવીને સુખ પ્રાપ્ત થાય છે તે આપ એને ઉપયોગ કરીને સુખી કેમ ન બન્યા?