________________
શારદા સરિતા
૭૯૭ આપ તે એને અડતા પણ નથી છતાં મહાન સુખી છે તે પછી હું એનાથી કેવી રીતે સુખી બનું? માટે મારે એવું સુખ નથી જોઈતું મારે તો આપની પાસે જેવું સુખ છે તેવું સુખ જોઈએ છે. ત્યારે સંત હસીને બોલ્યા-ભાઈ ! તારી વાત સાચી છે. જે માણસ બરાબર સમજે તે જે સુખ ત્યાગમાં છે તે ધન-સોનુ-ચાંદી-ઝવેરાતમાં નથી. જે તને સાચા સુખની અભિલાષા હોય તે સંસારના સુખને ત્યાગ કર. માનવભવની સફળતા ત્યાગ-વૈરાગ્યમાં છે. કારણ કે એનાથી આત્મા કર્મબંધનથી મુક્ત થાય છે ને કાયમને માટે સુખ પ્રાપ્ત કરે છે. ભૌતિક સુખને મંત્ર લેવા આવનાર વ્યકિતએ મહાત્મા પાસેથી સાચું સુખ પ્રાપ્ત કર્યું.
જેને મળ્યું છે તેણે સમજીને છોડી દીધું ને જેને નથી મળ્યું તે મેળવવાની ઝંખના કરે છે. જમાલિકુમારને સંસારના સુખ વિષના કરા જેવા લાગ્યા. સંસારને માલ એને ગમ્યું નહિ. એમને તો ત્રિશલાનંદ કુમારની દુકાનને માલ ગમી ગયે. એ માલ ખરીદવા માટે તે મહેલ મહિલાને છેડીને ચાલી નીકળ્યા છે. તમને કઈ બજારને માવ ગમે છે? બજારમાં થેલી અને પૈસા લઈને જાય તો કંઈક ને કંઈક ખરીદી લાવે. એક દિવસ સાડી ખરીદે તે બીજે દિવસે દાગીના ખરીદે તો ત્રીજે દિવસે કરીયાણું ને શાક ખરીદવા જાય. મારી બહેને ભૂલેશ્વરમાં ભૂલી પડે તે ખાલી હાથે પાછી ન ફરે, પણ અમારા આધ્યાત્મિક ભૂલેશ્વરમાં ભૂલા પડતા નથી. કદાચ આવે તે અંતરની થેલીમાં કંઈ માલ ખરીદ કરતા નથી. અમારી પાસે ઘણો માલ છે તે કદી ખૂટશે નહિ. અહિંસા–સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહને માલ વીતરાગની દુકાનમાં ઠાંસી ઠાંસીને ભર્યો છે. એમાંથી મન ફાવે તે ખરીદી લે. આ પંચશીલ જેનદર્શન જ માને છે એવું નથી. આ પંચશીલ તે દરેક ધર્મવાળા સ્વીકારે છે, પણ જેનદર્શનમાં ને અન્ય દર્શનમાં ફેર એટલે છે કે તમે જે વસ્તુનો ઉપયેાગ કરતા નથી તે એના પ્રત્યાખ્યાન કરી દે, એને સરાવી દે તે એની તમને ક્રિયા આવતી બંધ થઈ જાય, ને ભવિષ્યકાળ સુધરી જાય. માટે તમે જેને ભોગવતા નથી એના સમજીને પ્રત્યાખ્યાન કરો. આ પરિગ્રહના લોચા ઉપર જે મમતાનો માળો બાંધે છે તે કેટલે અનર્થ કરાવે છે. પરિગ્રહથી ભાઈ-ભાઈના પ્રેમ તૂટી જાય છે. પરિગ્રહથી માણસની બુદ્ધિ પણ મલિન બને છે. અહીં એક દષ્ટિાંત થ દ આવે છે.
એક માતાના બે લાડીલા પુત્રો હતા. બંને ભાઈના પ્રેમ ખૂબ હતા, પણ ગરીબ ખૂબ હતા છેવટે કમાવા બહારગામ જાય છે ને રસ્તામાં નાના ભાઈને એક હીરા માણેક અને નાણાંથી ભરેલો ચરૂ જડે છે, તેમાં લખ્યું છે કે “સદે તેનું સેનું ને જરે તેનું ઝવેરાત. બંને ભાઈની ભાવના ખૂબ પવિત્ર છે તેથી ગુપ્ત ન રાખતાં મોટા ભાઈને આપ્યું. મોટા ભાઈ કઈ હિસાબે લેતા નથી ને નાનાને આપે છે, પણ