________________
૮૦૩
શારદા સરિતા અણગારવાસમાં આવવા) દીક્ષિત થવા ઈચ્છે છે. તે હે દેવાનુપ્રિય! અમે આપને શિષ્યની ભિક્ષા આપીએ છીએ. આપ આ શિષ્યરૂપી શિક્ષાને સ્વીકાર કરે. હે પ્રભુ! આ દીકરો! મને આંખની કીકી કરતાં અધિક વહાલે છે. મારા હૈયાને હાર કહું કે કાળજડાની કેર કહું એવો મારે દીકરે આપને સંપું છું. આપ તેને પ્રેમથી સ્વીકારે. પ્રભુ આપ એની ખૂબ સંભાળ રાખજે. એ ભૂખ્યા તરસ્ય થશે, કદી ખુલ્લા પગે ચાલ્યા નથી તે આપ એની સંભાળ રાખજે. છેવટે માતાએ કહ્યું કે હે પ્રભુ ! આપને શિષ્યની ભિક્ષા આપીએ છીએ. આપ તેને સ્વીકાર કરે ત્યારે ભગવાને કહ્યું. સાસુયં સેવાપુષિયા ! મા પડવંધ રદ્દ ! હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે એમ કરો. સારા કાર્યમાં વિલંબ ન કરે. આમ જ્યાં ભગવાને કહ્યું ત્યાં જમાલિકુમારને એ હર્ષ થશે કે જેની સીમા નહિ. એનું કારણ એ છે કે પ્રભુએ મારે સ્વીકાર કર્યો.
બંધુઓ! શિષ્ય સંયમ લઈને ગુરૂનો ઉદ્ધાર કરતા નથી. પણ ગુરૂ શિષ્યમાં યોગ્યતા જુએ તે એને રવીકાર કરે છે ને ગુરૂ જ્યારે શિષ્યને સ્વીકાર કરે ત્યારે એને આનંદ થાય. જમાલિકુમારને વૈરાગ્ય ગમે તેટલું ઉત્કૃષ્ટ હોય પણ ભગવાને જે એમને સ્વીકાર કર્યો ન હતા તે દીક્ષા કયાંથી લઈ શકત? ભગવાને કહ્યું કે તમને સુખ ઉપજે તેમ કરે. સારા કાર્યમાં વિલંબ ન કરે. એટલે તરત જમાલિકુમારે ભગવાનને વંદન કર્યા ને પૂર્વઉત્તર દિશાની વચ્ચે રહેલા ઈશાન ખૂણામાં ગયા. જમાલિકુમારે ઈશાન ખૂણામાં જઈને પોતાની જાતે એક પછી એક અલંકારે, ઘરેણુંઓ ને માળાઓ ઉતારવા લાગ્યા. ત્યારે તેમની માતા હંસ સમાન વેત વસ્ત્રમાં એ દાગીના ઝીલે છે. દીક આભારણ ઉતારે છે ને માતાનું કાળજું કપાઈ જાય છે. એની આંખમાંથી દડદડ આંસુડા પડે છે. જેમાં મોતને હાર તુટે ને મેતી વિખરાય તેમ તેની આંખમાંથી અશ્રુ પડે છે. હવે આંખમાં આંસુ સારતી માતા જમાલિકુમારને શું શિખામણ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર ધરણને હેમકુંડલ વિદ્યારે ઘા રૂઝાવવાની ઔષધિ આપી તે લઈને પિતાના સાથમાં આવ્યું ને ત્યાંથી આગળ પ્રયાણ કર્યું. આ તે પરોપકારી પુરૂષ છે.
જ્યાં જાય ત્યાં પરોપકાર કરતો જાય છે. તેને સાથે આગળ ચાલ્યા જાય છે. ઘણાં દિવસો પસાર થયાં. આગળ શું બનાવ બને છે.
ત્રણ જીને ધરણુસેને બચાવ્યા–એક વખત પર્વત ઉપરથી વહેતી નદીના કાંઠે ધરણના સાથે પડાવ નાંખ્યું હતું. ત્યાં એક મેઘ જેવા કાળા ને હાથમાં ધનુષ્યબાણ ધારણ કરેલા એક શબર યુવાનને કરૂણ સ્વરે રૂદન કરતો જે એટલે એને બોલાવીને ધરણે પૂછ્યું ભાઈ ! તું કેમ રડે છે? ત્યારે તેણે ધરણને કહ્યું.
હે આર્ય! કાલસેન નામના અમારા પલ્લી પતિ છે. અમારી ચેરપલ્લીમાં એક