________________
શારદા સરિતા
૭૯૩
તમારે વ્યાપાર શાશ્વત નથી. નાશવંત છે અને મનુષ્યને અનેક પ્રકારની મુશ્કેલીમાં નાંખનાર છે. આ બધી ઉપાધિ તમારી દુકાન ઉપર છે. અમારી દુકાન ઉપર કઈ જાતને દરેડે નહિ પડે. શીવસેના ઘૂસી જાય નહિ ને અમારે માલ લૂંટાય નહિ. જ્ઞાની કહે છે.
____ "अहो महा कष्ट मनर्थमूलं तदर्जने च प्रतिपालने च । __ प्राप्तेऽपि दुःखं प्रगते ऽपि दुःखं, धिग् धिग् धनंकष्ट निकेतन तत् ।"
આ ધન મહા કષ્ટદાયી છે. અનેક અનર્થોનું મૂળ છે. એને પ્રાપ્ત કરવામાં અને એને સાચવવામાં અનેક કષ્ટ સહન કરવા પડે છે. ધન આવે છે ત્યારે પણ મહાન દુઃખ આપે છે ને જાય છે ત્યારે પણ મહાન દુખ આવે છે એવા દુઃખના ભંડાર સમાન ધનને વારંવાર ધિકકાર છે.
આત્મિક સુખના ઈચ્છુક મહાન પુરૂષે એવા ધનને વ્યાપાર કરતા નથી. એ નાશવંત માલ કદી ખરીદ કરતા નથી. એ માલ એમની દુકાનમાં ભરે છે, કે જે સદા સાથે ને સાથે રહે. તમને એમ થશે કે એ તે કો માલ હશે કે જે સદા સાથે ને સાથે રહે. પણ તમારી દુકાનમાં એ માલ છે નહિ. એ અમૂલ્ય માલ વીતરાગની દુકાનમાં મળે છે. “ત્રિશલા નંદકી દુકાન ખુલી હૈ તુમ માલ ખરીદે
ત્રિશલાનંદન ભગવાન મહાવીર સ્વામીની દુકાન ખુલ્લી છે. આ દુકાનમાં બેટને વ્યાપાર નથી. અહીને માલ નક્કી ને નાશવંત નથી. આ દુકાનમાં તે નફે ને નફ છે. તમારી દુકાન માલથી ભરચક ભરી હોય પણ માલ વેચાઈ જાય અગર લૂંટાઈ જાય તો દુકાન ખાલી થઈ જાય. પણ મહાવીર પ્રભુની દુકાનમાં વ્રત નિયમ રૂપી એ માલ છે કે એ દેખાતું નથી, છતાં ગમે તેટલા નિયમ લો તે પણ કદી ખાલી થતું નથી. એ દુકાનમાં ગમે તેટલા ઘરાકોની ભીડ જામે તે પણ માલ ખૂટતો નથી ને તેને કઈ લૂંટી શકતું પણ નથી. ભલે, અમારો માલ દેખાતે નથી છતાં આલેકમાં તે સુખ આપે છે. એટલું નહિ, પરકમાં પણ સુખ આપે છે. એ માલ સાથે ને સાથે રહે છે. તમારી દુકાનના માલ માટે કેટલા દગા કે પ્રપંચ કરવા પડે છે. અઢાર પાપસ્થાનકનું સેવન કરવું પડે છે. અઢાર પાપમાં પાંચમું પાપ પરિગ્રહ છે. એ તે મહાન અનર્થ અને દુઃખનું મૂળ છે. છતાં અશાશ્વત છે. એ માલ મેળવવા કરતા આત્માને શાશ્વત માલ ખરીદી લે કે જેથી નફા-તેટાને પ્રસંગ ન આવે.
દેવાનુપ્રિયે ! સો આંકમાં નવને આંક અમર છે. અમારો માલ નવના આંકની જેમ અમર છે. નવના નવ રહે છે ઘટતું નથી કે તમારો માલ આઠના આંક જેવો છે. એ અમર નથી. એમાં ઘટાડો થાય છે. જુઓ, પહેલા અમારા નવના આંકની વાત કરીએ. નવને એક ગુણીએ તે નવએક નવ એટલે નવના નવ રહ્યા. નવેઃ અઢાર થયા એટલે આઠ ને એક નવ થયા, નવેત્રી સત્તાવીસ, બે ને સાત નવ થયા, નવે ચેક છત્રીસ. ત્રણને છ નવ થયા, નવપંચા પિસ્તાલીશ-ચારને પાંચ નવ થયા, ને છક