________________
શારદા સરિતા
૭૯૧ આ તરફ જયશ્રી કામદેવના દર્શન કરવા બહાર ગઈ હતી ત્યાં શિશુપાળ હરણ કરીને આકાશમાર્ગ ઉડે. ને ત્યાં ખૂબ કેલાહલ થયા. વિજયને આ વાતની ખબર પડી એટલે તેની પાછળ પડ્યો ને શિશુપાલને પકડ. બંને વચ્ચે ખૂબ યુદ્ધ થયું. મારામારી થવાથી બંનેને ખુબ પ્રહાર પડયા હતા. પણ ખૂબ કષ્ટ વેઠીને વિજયકુમારે શીશુપાળ પાસેથી જયશ્રીને પાછી મેળવી પણ ખૂબ માર વાગ્યે હેવાથી એ જીવશે કે કેમ તેની શંકા છે. તેથી એ જ્યશ્રીએ પ્રતિજ્ઞા કરી છે કે એ વિજયકુમાર ભોજન નહિ કરે ત્યાં સુધી હું પણ અન્નજળ લઈશ નહિ. આ રીતે એ રાજકુમારી ખૂબ દુઃખમય અવસ્થા પામી છે તેથી હું ચિંતાતુર છું.
ત્યારે મારા પિતાજીએ કહ્યું-ભાઈ.! આ સંસાર આ વિચિત્ર છે માટે તું ખેદ ન કર. ત્યાર પછી મેં વિચાર્યું કે હું ગઈ કાલે હિમવન પર્વત ઉપર ગયે હતું ત્યારે ગુફામાં ઉગેલી મહાન ઔષધિને દેખી ગાંધર્વરતિ નામના મારા મિત્ર ગાંધર્વકુમારે મને કહ્યું કે હે હેમકુંડલ! લેકેનું કહેવું સત્ય છે કે મણિ અને ઔષધિઓને પ્રભાવ અચિંત્ય હોય છે. કારણ કે આ ઔષધિ એવા પ્રભાવવાળી છે કે જેના હાડકા ચીરાઈ ગયેલા હોય અથવા જેને તલવાર આદિ હથિયારને પ્રહાર લાગે હોય તે પણ આના પ્રક્ષાલન જળથી રૂઝ આવી વેદનાથી મુક્ત બને છે. મેં તે ઔષધિ નજરે જોયેલી છે માટે હું હિમવાન પર્વત ઉપર જઈને લઈ આjને વિજયને આપું. ત્યાર પછી ગગનગામી વિદ્યાનું સ્મરણ કરીને હિમાવાન પર્વત ઉપર ગયે. ઔષધિ લઈ હિમાવાન પર્વત ઉપરથી નીચે ઉતર્યો. જે જલ્દી નહિ પહોંચું તે વિજયનું મૃત્યુ થઈ જશે એવા ભાવથી એકદમ વેગથી હું પાછો ફર્યો ને આ ઝાડીમાં આવી પહોંચ્યા. ખૂબ વેગથી પાછો ફર્યો એટલે થાકી ગયો ને સહેજ આરામ લેવા માટે અહીં ઉતર્યો ને શાચ કરી કુરબક વૃક્ષ પાસે એક મુહૂર્ત બેઠો અને હવે ઉજીની તરફ ઉડવા માટે આકાશગામિની વિદ્યા યાદ કરી, પણ હું નવી વિદ્યા શિખે હોવાથી પદ ભૂલી ગયે. ત્રણ પદ્ધ આવડે છે પણ ચોથું પદ કઈ રીતે યાદ આવતું નથી. એટલે ઉચે નીચે થાઉં છું. ત્યારે ધરણે કહ્યું- એને શું ઉપાય ? હેમકુંડળે કહ્યું. એને કેઈ ઉપાય નથી અને હું અહીં રોકાઈ ગયો છું. વિજયકુમારનું શું થશે ? એની ચિંતાથી મારું હૃદય પીડાય છે. મારી બુદ્ધિ પણ નાશ પામી છે. ત્યારે ધરણે કહ્યું એ વિદ્યામાં એવું કંઈ છે ખરું કે તે બીજાની સામે ન બોલી શકાય. હેમકુંડળે કહ્યું- બીજાની સમક્ષ બોલવામાં કંઈ વાંધે નથી. ત્યારે ધરણે કહ્યુંજો એમ હોય તે તું મારી સામે બેલ. જે મને યાદ આવશે તે તારૂં ચોથું પદ પૂર્ણ કરી આપીશ. એટલે હેમકુંડળે વિદ્યાનું સ્મરણ કર્યું. તેથી પદાનુસારિણી લબ્ધિવાળા ધરણે તેને શું પદ મેળવી લીધું ને હેમકુંડળને કહ્યું. તેથી તેણે કહ્યું હે મહાન પુરૂષ ! તેં મને આ પદ શીખવાડીને પેલા રાજકુમારને જીવતદાન આપ્યું છે, તે તું કહે હું તારું શું કાર્ય કરું? ત્યારે ધરણે કહ્યું- ભાઈ!તારે જે કરવાનું