________________
શારદા સરિતા
૧૯૩
કરી ન જાય તે શેઠ નેકરી પરથી ઉતારી મૂકે અને કહે કે તમને કંઈ ચિંતા નથી. આવા સમયે ચિંતા જરૂરી છે ને અમુક સમયે ચિંતા બિનજરૂરી છે.
- ચિંતા માનવીને ઉંડેથી કેરી ખાય છે. જેમ ઘણું કીડા એવા હોય છે કે જે વસ્તુને ઉપરથી કેરી ખાય ને ઘણાં અંદરથી કેરી ખાય છે. ચિંતા પણ એક પ્રકારનો કિડે છે. વૃક્ષને ઉધઈ લાગી હોય તો તે ઉપરથી વૃક્ષ બરાબર દેખાય પણ અંદરથી પિલું બનાવી દે છે. ચિંતા પણ એક પ્રકારની ઉધઈ છે. જે માનવીની શારીરિક અને માનસિક બંને પ્રકારની શકિતને ફેલીને ખાઈ જાય છે. પછી ગમે તેટલા સાત્વિક પદાર્થો ઘી, દૂધ, મીઠાઈ, ફૈટ બધું ખાય પણ શરીરમાં તાકાત ન આવે કારણ કે બધું અંદર રહેલી ઉધઈ ખાઈ જાય છે.
એક વખત શ્રેણીક રાજાએ નંદીગ્રામ એક બકરી મેકલી આપી અને સાથે કહેવડાવ્યું કે આ શ્રેણીક મહારાજાની પાળેલી બકરી છે. એને દરરોજ લીલું ઘાસ ખવડાવજે, સારી રીતે રાખજે. છ મહિના તમારે એને રાખવાની છે, પણ એટલું ખાસ ધ્યાનમાં રાખજો કે એનું વજન વધવું ન જોઈએ તેમ ઘટવું પણ ન જોઈએ. નંદીગ્રામ એ કયું ગામ હતું કે જ્યાં શ્રેણીક રાજા નંદારાણીને પરણ્યા હતા. નંદાને ગર્ભવતી મૂકીને ચાલ્યા ગયા હતા. તેને પુત્ર થયું હતું તેનું નામ અભયકુમાર. આ અભય નવ વર્ષને હિતે તે સમયની વાત છે. શ્રેણીક રાજાને સંદેશ છે કે બકરીને લીલુંછમ ઘાસને સારું ખાણ ખવડાવવાનું પણ એનું વજન છે એટલું જ રહેવું જોઈએ. તે આ કેમ બને? શરીર છે વજન વધે પણ ખરું ને ઘટે પણ ખરું. ગામનું મહાજન ભેગું થયું. બધા કહેવા લાગ્યા લીલો ચારો તે ખવડાવીએ એની ચિંતા નથી પણ વજન વધે-ઘટે નહિ એની જવાબદારી કોણ લે! નંદીગ્રામનું મહાજન મીટીંગ ભરીને બેઠું છે. સે કઈ ચિંતાતુર છે કે આને ઉપાય શું? આ સમયે અભયકુમાર એની માતાની સાથે ત્યાં આવી પહોંચે પૂછે છે આપ બધા કેમ આટલી બધી ચિંતામાં છો? ત્યારે બધા કહેવા લાગ્યા કે ભાઈ ! તું હજુ નાનો બાળક છે, તને શું ખબર પડે?
* બંધુઓ! ઘણી વખત એવું બને છે કે જે કાર્ય મોટા ન કરી શકે તે નાના કરી શકે છે. ઘણી વખત તમારૂં મુખ ઉદાસ જોઈને શ્રાવિકાબહેને પૂછે છે કે તમે કેમ આટલા ઉદાસ છે? ત્યારે કહે છે ને કે તું અમારી વાતમાં ન સમજે. તને કહેવાથી શું? પણ ઘણીવાર એવા મૂંઝવણભર્યા કેયડા બહેનો ઉકેલી નાખે છે ને તમને ચિંતામુકત બનાવે છે. એક દષ્ટાંત.
( વિશાખાના સસરા રાજ્યમાં પ્રધાન હતા. એક વખત રાજાના રાજ્યમાં બે ઘડી લઈને એક સોદાગર આવ્યા. રાજાને આ બે ઘડી ખૂબ ગમી ગઈ. એટલે સોદાગરને પૂછે છે આની કિંમત કેટલી છે? ત્યારે સોદાગર કહે છે. બંનેની કિંમત તે સરખી છે અને