________________
૪૪૨
શારદા સરિતા તેના ચરણમાં નમીને પિતે કષ્ટ આપ્યું હતું તે બદલ વારંવાર માફી માગવા લાગે. સત્યવાદી રાજાએ દેવને ઉભા કરતાં કહ્યું તમે મને કષ્ટ નથી આપ્યું પણ મને અગ્નિ પરીક્ષામાંથી પસાર કરીને મારું સત્ય શુદ્ધ બનાવ્યું છે. વધુ તેજસ્વી બનાવ્યું છે. દશવૈકાલીક સૂત્રમાં કહ્યું છે કે “ઘો મંત્રવિર્દ, અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, એવા ધર્મમાં જેનું મન છે તેને દેવે પણ નમસ્કાર કરે છે. હરિશ્ચંદ્રના ચરણમાં દેવ નમ્યા અને સ્મશાનમાં રત્નજડિત સિંહાસને રાજા-રાણી અને રેહિતને બેસાડી દેવેએ સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાને જ્યકાર બોલાવ્યો. તમે અનુકરણ કરો તે આવા પુરૂષનું કરજો. (પૂ. મહાસતીજીએ મહાવીર સ્વામીના ૨૭ ભાનું અને પ્રભુના જીવનમાં રહેલા ગુણોનું સુંદર વર્ણન કર્યું હતું)
વ્યાખ્યાન નં. પર વિષય:-“વૃત્તિમાં વૈરાગ્ય આવે તે પ્રવૃત્તિમાં આપમેળે આવે” ભાદરવા સુદ ૩ ને ગુરૂવાર
તા. ૩૦-૮-૭૩ સુર બંધુઓ, સુશીલ માતાઓ અને બહેનો
અનંતકરૂણાનીધિ શાસનસમ્રાટ ભગવાન મહાવીર સ્વામીના મુખમાંથી ઝરેલી વાણીને આપણે આગમની વાણી કહીએ છીએ. પ્રભુની પ્રાર્થના કરતાં ભવ્ય જ બોલે છે હે પ્રભુ! તું કે છે? તું ઘટઘટની અને મનમનની વાત જાણનારો છે. મનમનની એટલે સંજ્ઞાની, જેટલા સંસી જીવે છે તે દરેકને મન છે અને સમુઈિમ પાંચ સ્થાવર અને વિકલેન્દ્રિય એ છોને મન નથી પણ દેહ રૂપી ઘટ છે. તે બંનેની વાત તમે જાણવાવાળા છે. આવા ત્રિલોકીનાથની વાણી સાંભળતાં મનને મોરલો નાચી ઉઠે જોઈએ અને વાણી અંતરમાં ઉતારવી જોઈએ.
મહાન મંગલકારી પર્યુષણ પર્વને આજે છઠ્ઠો દિવસ છે. સૈના મનમાં ધર્મને ઉત્સાહ છે. મુખ ઉપર તપના તેજ ઝળકે છે. આજના વ્યાખ્યાનો વિષય છે “વૃત્તિમાં વિરાગ્ય આવે તે પ્રવૃત્તિમાં આપમેળે આવે.” હમણું કહેવામાં આવ્યું કે મન કોને હોય? સંજ્ઞીજીને મન હોય છે અને અસંજ્ઞીજીને મન હેતું નથી. વૃત્તિઓને પવિત્ર બનાવવી કે અપવિત્ર બનાવવી એને આધાર મન ઉપર રહેલે છે. મન જે સારું હોય તે વિચાર પણ પવિત્ર બને છે. અન્ય દર્શનમાં પણ કહેવત છે કે “મન ચંગા તો કથીતીમેં ગંગા' એટલે સર્વ પ્રથમ મનને પવિત્ર બનાવવાની જરૂર છે. માનવી જેટલા કર્મ વચનથી ને કાયાથી નથી બાંધતા તેટલા મનથી બાંધે છે. અને ધારે તો મનથી તેવી પણ શકે છે. જે મનમાં વિચાર આવે છે તે ઉચ્ચાર