________________
શારદા સરિતા
૫૩૯
મળી જાય ત્યારે મને દબડાવે છે. કેવું માયાનું પૂતળું છે. આ ઉંમરે મેં વિષયભોગને ન છોડ્યા ત્યારે આ દશા થઈને ? જે મેં પહેલેથી એવો વિચાર કર્યો હોત કે હે જીવ! તેં વિષયભોગ ઘણાં ભગવ્યા. હજુ તારી તૃષ્ણ પૂરી ન થઈ. મન ઉપર કાબૂ ન રાખે ત્યારે આ સ્ત્રી મારા ઉપર વર્ચસ્વ જમાવવા તૈયાર થઈ છે. કે એનો રોફ છે ને કેવી દબામણી ને કેવા ખેલ ખેલે છે. ખાનગી પૈસા ભેગા કરે છે ને પિયર ભરે છે. અને મારી તો પૂરી ખબર પણ લેતી નથી. આમાં મારા આત્માનું શું ભલું થાય છે? , એ તો મોજમઝા ઉડાવવામાં પડી છે. એને એના આત્માની પડી નથી ને ભેગી મારા આત્માની પણ ચિંતા નથી. મારે માટે મૃત્યુ હવે નજીક આવતું જાય છે. પૂર્વના પુણ્યદયે મેં લીલાલહેર કરી પણ હવે આગળના ભાવમાં મારું શું થશે? હવે શેઠ ગભરાયા. એમને પરલેકની ચિંતા થઈ કે હું મરી જઈશ તે પાછળ આ પત્ની મારી પાછળ ધર્માદામાં રાતી પાઈ આપવાની નથી. એના કરતાં મારી જાતે ધમદામાં વાપરી નાંખું તે શું છેટું? હાથે તે સાથે. મારી જાતે કરીશ તે સાથે આવશે.
એક દિવસ શેઠાણી બહેનપણીઓ સાથે બહાર ગયા છે. તે સમયે શેઠે વિચાર કર્યો કે મહાજનને ખાનગીમાં બોલાવું. અને જે જે ખાતામાં ખાસ જરૂર હોય ત્યાં સારી રકમ નક્કી કરીને લખાવું. એટલે તરત ચિઠ્ઠી મોકલાવી કે મહાજન જલ્દી આવે. મહાજન પણ તરત આવ્યું એટલે શેઠે પોતાની ઈચ્છા વ્યકત કરી અને વીલ કરવા બેઠા. તેમાં આગેવાનેને પૂછી પૂછીને જે જે ખાતામાં ખાસ જરૂર હોય ત્યાં સારી રકમ લખાવીને વિલ તૈયાર થઈ ગયું. પાસે પંદર લાખની મુડી હતી. તેમાંથી પત્ની માટે બે-ત્રણ લાખની મિક્ત રાખી બધી મિલ્કત નેંધાવી દીધી. વીલ તૈયાર થઈ ગયું. હવે શેડની સહી કરી ઉપર સિકકે લગાવવાનું બાકી છે ત્યાં શું બને છે તે જોજે. પોતાની જાત નીચવીને નાણું કમાયા છે છતાં પોતાની પત્ની પાસે કેવી કંગાલ દશા થાય છે. પોતે કમાયેલું પિતાની ઈરછા હોવા છતાં દાનમાં આપી શકાતું નથી. જ્યાં કુટુંબીઓ લુંટવા બેઠા હોય ત્યાં જીવ અશરણ બનીને સુકૃત્ય કયાંથી કરી શકે?
શેઠના પત્ની બહાર ગયા હતા ત્યાં કેઈએ ખબર આપી કે તમે અહીં શું ફરે છે? તમારે ઘેર મહાજન ગયું છે. ત્યાં શેઠાણું ચમક્યાં. મારે ઘેર મહાજન શા માટે ગયું છે! નક્કી શેઠ પાસેથી પૈસા કઢાવવા ગયા લાગે છે. શેઠ તે ભેળા છે. કદાચ આ લેકે બહુ કહેશે તે પૈસા આપી દેશે. માટે લાવ જલ્દી ઘેર જાઉં. શેઠાણું દોડતા ઘેર આવ્યા. અહીં વિલમાં સહી સિક્કા કરવાની વાત ચાલે છે. આવીને એણે જોયું તે સસ્કારી સ્ટેમ્પવાળો કાગળ પડે છે. અંદર કંઈક લખેલું છે ને સહી સિક્કાની વાતો ચાલે છે. એટલે મહાજનની શરમ છોડીને બધાની વચમાં જઈને વિલને કાગળ ઉપાડ. વાંચે તે લાખો રૂપિયાનું વીલ કર્યું છે. શેઠાણી કેધાયમાન થઈને બોલી. લૂંટારાઓ! અહીં