________________
શારદા સરિતા
૫૭૯ જાય તે પેલા રાજાની જેમ બેહાલ બની ભવાટવીમાં ભમે છે ને. વિવિધ પ્રકારના દુખે ભગવે છે. વગડામાં ભમતા ભમતા રાજાને જેમ વહેપારી શેઠને ભેટે થયે અને સહાય મળી તે પાછું રાજ્ય હસ્તગત કરી લીધું તેમ આ ભવાટવીમાં પિતાનું સ્વરૂપ ભૂલીને ભ્રમણ કરતા ચેતન સજાને વીતરાગ પ્રભુના વહેપારી શેઠ એવા સંત સમાગમ થઈ જાય તે આત્મિક સંપત્તિનો ખજાનો ખુલી જાય પછી એને ભૌતિક સુખને ભિખારી બની ભવમાં ભમવાનું રહે નહિ.
સંત સમાગમ માણસને ન્યાલ કરી દે છે. જેમ નદી જે જે પ્રદેશમાંથી વહે છે તે પ્રદેશને લીલુંછમ અને ફળદ્રુપ બનાવે છે. કેઈના ખેતરમાં પંપ મૂક્યો હોય તો તે પંપદ્વારા બીજા લોકોને પણ પાણી આપવામાં આવે છે અને એક-બે–ત્રણ જેટલા કલાક પાણી આપે છે તેને ચાર્જ લેવામાં આવે છે. પણ નદી કેઈની પાસેથી ચાર્જ લેતી નથી. તે રીતે સંતે પણ એક ગામથી બીજે ગામ વિહાર કરે છે અને લોકોને વીતરાગ વાણીનું શીતળ જળ પીવડાવે છે. સંસાર-તાપથી આકુળ-વ્યાકૂળ ને તૃષાતુર બનેલા જીને શીતળ બનાવે છે. પણ કઈ જાતને ચાર્જ લેતા નથી. એક વાર આ વીતરાગ શાસનને અર્પણ થઈ જાવ. તમારી બધી ભ્રમણાઓ ચાલી જશે, વીતરાગી સંતે તમારું દરિદ્ર ટાળે છે ને રેગ પણ મટાડે છે, પણ તેમને અર્પણ થઈ જાવ તે.
આત્મબ્રાતિ સમ રેગ નહિ, સદગુરૂ વદ સુજાણ, ગુરૂ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.”
જીવને ભાન્તિ થઈ ગઈ છે કે હું દેહમય છું. દેહ તે હું છું. દેહનું દુઃખ એ મારું દુઃખ છે ને દેહનું સુખ તે મારું સુખ છે. આવી આત્મબ્રાન્તિને રેગ લાગુ પડયે છે. આજે ડેકટરે કહે છે ને કે ચામડીને રેગ સારો પણ હાડકાનો રંગ , ઉપરનો રોગ દેખાય છે ને જલ્દી તેનું નિદાન થાય છે પણ અંદરના રોગનું જલ્દી નિદાન થતું નથી. તેમ આત્માને જાતિનો જે મહારોગ લાગુ પડે છે તે સદ્દગુરૂના સાનિધ્ય વિના મટવો મુશ્કેલ છે. ગુરૂઓ હાડ તેડી તેડીને ઉપદેશ આપે છે પણ જીવને રૂચ મુશ્કેલ છે. કદાચ એ વાત અંતરમાં ઉતરી ગઈ તે ગુરૂની આજ્ઞાનું પાલન થવું, મુશ્કેલ છે. ગુરૂની આજ્ઞાનું પાલન જેવું આત્મભાતિના રોગને મટાડનારૂં બીજું કઈ ઔષધ નથી. સદગુરૂનો ય મળે છે તે તેમની આજ્ઞાનું પાલન કરીને આત્મકલ્યાણ કરી લો.
આ અવસર ફરીફરીને નહી મળે. ગુરૂ તમને એવી અમૂલ્ય ઔષધિ આપશે કે મિથ્યાત્વના મહારોગ ટાળી સમ્યકત્વને સ્વાદ ચખાડી દેશે. પછી એ સ્વાદ તમારી દાઢમાંથી નહિ જાય. પણ જે સંસારસુખમાં અત્યંત આસકત રહેશે તે પછી પસ્તાવું પડશે. આચારાંગ સૂત્રમાં ભગવાને કાચબાને ન્યાય આપે.