________________
શારદા સરિતા
૬૫૧ છે. એ પુત્ર ઉપરના તીવ્ર અનુરાગને કારણે તેઓ જે એમ સમજે કે અશ્વત્થામાં મૃત્યુ પામે છે તો તેમના હાથમાંથી હથિયાર નીચે પડી જાય, કારણ કે તેમને ધર્મરાજા યુધિષ્ઠિર પ્રત્યે દઢ વિશ્વાસ છે કે ધર્મરાજા કદી અસત્ય બોલે નહિ. દેણ દુશ્મનના પક્ષમાં હોવા છતાં પણ તેમને ધર્મરાજાના સત્ય પ્રત્યે વિશ્વાસ છે. આજે પિતા-પુત્ર પ્રત્યે પણ આટલો વિશ્વાસ છે? ધર્મરાજા કૃષ્ણ વાસુદેવને કહે છે જે થવું હોયતે થાય પણ હું જિંદગીમાં કદી અસત્ય બોલ્યા નથી તે અત્યારે આવા પ્રસંગે પણ મારાથી અસત્ય કેમ બોલાય? જુઓ, રાજય જવાને કટોકટીને પ્રસંગ છે. છતાં ધર્મરાજાની જીભ અસત્ય બેવતાં અચકાય છે. જ્યારે આજના માનવીને અસત્ય બોલવું રમત થઈ ગયું છે. જ્યાં સ્વાર્થ સધાવાનો નથી એવી વાતમાં પણ માનવી અસત્ય બેલવા તૈયાર થઈ જાય છે જાણે સત્ય ન બોલવું એવું તેમણે વ્રત ન લીધું હોય! ધર્મરાજાને અશ્વથામાં મૃત: એટલું બોલતાં લખે વિચાર આવે છે. અંતે કૃષ્ણ તેમને કહે છે કે યુધિષ્ઠિર ! જે તમે આટલું અસત્ય નહિ બોલો તે તમારા કુળને વિચ્છેદ થઈ જશે. તેજ વખતે એક અશ્વત્થામા નામને હાથી યુદ્ધમાં મૃત્યુ પામે છે એટલે ધર્મરાજા એટલું બોલ્યા કે અશ્વત્થામા નરોવા લુન્નરોવા
આટલું બોલ્યા તે પણ થોથવાતી જીભે અને બળવે હૈયે બેલ્યા. સત્યના પ્રભાવે તેમને રથ જમીનથી ચાર આંગળ અદ્ધર રહેતું હતું તે ધબ દઈને નીચે પડી ગયે. આ ઉપરથી તમારે એટલું સમજવાનું છે કે ધર્મરાજ થોડું પણ અસત્ય બોલ્યા તો તેમનો રથ જમીન ઉપર પડી ગયો, તે જે ઇરાદાપૂર્વક અસત્ય બોલે છે તેની શી દશા થશે? યુધિષ્ઠિર બોલ્યા કે अश्वत्थामा मृत : नरो वा कुज्जरो वा ।
આ સાંભળી ધર્મરાજાના વચનને સત્ય માનનારા દ્રોણાચાર્યના હાજા ગગડી ગયા. ને હાથમાંથી હથિયાર હેઠા પડયા. પાંડવોની જીત થઈ, પણ ધર્મરાજાનું સત્ય ઝાંખુ પડી ગયું તમે પણ જીવનમાં બીજું કંઈ ન કરે તે ખેર, પણ બાર વ્રતમાંથી એકાદ વ્રત અંગીકાર કરે અને અણીશુદ્ધ તેનું પાલન કરવું એ નિયમ અવશ્ય લેજે ને જેટલું સાંભળે છે તેમાંથી થોડું પણ જીવનમાં અપનાવો તે તમારું કલ્યાણ થશે.
જમાલિકુમારે પ્રભુની વાણી સાંભળીને જીવનમાં ઉતારી છે. તે દીક્ષા લેવા તૈયાર થયા છે. પણ તેમની માતા સંયમમાં કેવા કેવા ઉપસર્ગો આવશે તે વિષે સમજાવશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર – જ્યાં નંદકે ધનદેવને મારવાની ના પાડી ત્યારે ધનશ્રી ઉદાસ થઈને બેઠી તેની દાસી પૂછે છે તે સ્વામીની! તમે આટલા બધા ઉદાસ શા માટે છો! એ એની વિશ્વાસુ દાસી હતી મનની બધી વાત કરી એટલે દાસી કહે છે તમે શા માટે ગભરાઓ ખૂબ છે? હું તમને એક ઉપાય બતાવું. તે પ્રમાણે કરશે તે તમારૂ કાર્ય સફળ થઈ જશે.