________________
શારદા સરિતા
૭૭૯ છઠ્ઠો ભવ:- માર્કદી નગરીમાં કાલમેઘ નામના ન્યાયપ્રિય રાજા ખૂબ ન્યાય નીતિવાળા અને પ્રજાવત્સલ હતા. પોતાની પ્રજામાં કોઈ દુઃખી ન હોવું જોઈએ તે જેવા રાત્રે વેશપલટો કરીને રાજા નીકળતાં ને તેમને ખબર પડે કે આ દુઃખી છે તો તેના દુઃખ દૂર કરતાં એટલે માર્કદી નગરીમાં કઈ દુઃખી ન હતું. એવા પ્રજાપાલક ને પવિત્ર રાજા હતા.
તે નગરમાં સર્વશ્રેષ્ઠીઓમાં અગ્રેસર બંધુદત્ત નામને શેઠ રહેતું હતું. તે બંધુદત્ત શેઠને સમાનકુળ-વૈભવ ને સ્વભાવવાળી હારપ્રભા નામની પતિવ્રતા પત્ની હતી. બંને ખૂબ સુખી હતાં, ધન હતું તેમજ ધર્મ પણ રગેરગમાં હતો. બંધુદત્ત શેઠને રાજા તરફથી નગરશેઠનું બિરૂદ મળેલું હતું ને ગામમાં તેમનું ખૂબ માન હતું, તેમને સંસાર સ્વર્ગ જે હતે.
ધરણકુમારને જન્મ -એક દિવસ હારપ્રભા શેઠાણ સુખે પલંગમાં સૂતેલા હતાં. તે વખતે આનત દેવલોકમાંથી આવીને જયમુનિને જીવ હારપ્રભાની કુક્ષીમાં ઉત્પન્ન થયો. હારપ્રભાએ રાત્રીના છેલ્લા પ્રહરમાં પદ્માસન લગાવીને બેઠેલી રત્નજડિત કંદરે પહેરેલી અને કિંમતી વસ્ત્રો પહેરેલી જેની આસપાસ ભ્રમરે ગુંજારવ કરી રહ્યા છે એવા ખીલેલા કમળને હાથમાં લીધું છે અને જેને ઉજજવળ હાથીઓ સેનાના કળશ વડે અભિષેક કરી રહ્યા છે એવી શ્રીદેવીને મુખથી ઉદરમાં પ્રવેશ કરતી સ્વપ્નામાં જઈ. એટલે હારપ્રભા શેઠાણ જાગૃત થયાં ને પતિને સ્વપ્નની વાત કહી. ત્યારે બંધુદત્ત શેઠે કહ્યું–તમારી કુંખે લક્ષ્મીને નિવાસ કરવા રૂપ એવા પવિત્ર પુત્રને જન્મ થશે. પતિની વાતને રવીકાર કરી હારપ્રભા આનંદ પામી અને સુખે ગર્ભનું પાલન કરવા લાગી.
શુભ મુહૂર્તમાં હારપ્રભાની કુખે એક પુત્રને જન્મ થયો. એટલે પરિતેષા નામની દાસીએ બંધુદત્તને તરત મંગલ સમાચાર આપ્યા. તેથી બંધુદત્ત શેઠ ખૂબ આનંદ પામ્યા ને દાસીને ઈચ્છિત ભેટ આપી સંતુષ્ટ કરી. પુત્ર ખૂબ સૌંદર્યવાન દેવકુમાર જે છે. એનું મુખ જોઈને આખા કુટુંબમાં આનંદ આનંદ વર્તાઈ ગયા. શેઠને આનંદને પાર નથી. પુત્રના જન્મ મહોત્સવમાં ખૂબ દાન કર્યું. ગરીબની ગરીબાઈ ટાળી દીધી. આ છોકરાનું નામ ધરણું પાડે છે. ધીમે ધીમે મોટે થતાં તેને કલાચાર્યને ત્યાં ભણવા મુ. હવે આગળ શું બનશે તે ભાવ અવસરે કહેવાશે.
આજે પૂ. પાર્વતીબાઈ મહાસતીજીની (પૂ. શારદાબાઈ મહાસતીજીના ગુરૂણી) પવિત્ર પુણ્યતિથિ છે. પૂ. શારદાબાઈ મહાસતીજીએ પૂજ્ય પાર્વતીબાઈ મહાસતીજીના ત્યાગ, ક્ષમા અને ચારિત્રનું સુંદર વર્ણન કર્યું હતું. જે સાંભળતાં શ્રોતાજનેની આંખ ભીંજાઈ ગઈ હતી. છેવટમાં સૌને વ્રત પ્રત્યાખ્યાન આપ્યા હતા.