________________
૭૭૮
શારદા સરિતા ધર્મના રસ્તે વાળ્યા અને સત્યથી વ્યાપાર કરવાથી શું લાભ થાય તે પૂરેપૂરું સમજાવ્યું ને કહ્યું આપ છ મહિના નીતિને ધંધે કરે પછી જુઓ. છેવટે તે વાત શેઠના ગળે ઉતરી ને તે નાણાંથી સોનું ખરીદી સોનાની પાંચશેરી નામ લખી રસ્તામાં મૂકી પણ કેઈ લેતું નથી. છેવટે શેઠના ઘેર આપવા આવે છે. પછી નદીમાં નાંખે છે. શેઠના નામની મહોર જોઈને ગરીબ માછીમાર પાંચશેરી શેઠને આપી ગયે. નિતીને પ્રત્યક્ષ પ્રભાવ જોઈને શેઠની શ્રદ્ધા દઢ બની અને શેઠને પુત્રવઘૂ પ્રત્યે બહુમાન જાગ્યું ને હેલાક શેઠને યશ ચારે બાજુ ગવાવા લાગે ને શેઠનું ઉદાહરણ જોઈને ઘણાં લેકે નિતીના માર્ગે વળ્યા અને શેઠની લક્ષ્મીને સદવ્યય થવા લાગે.
છેવટે શેઠની એટલી બધી પ્રતિષ્ઠા વધી ગઈ કે પરદેશના પ્રવાસે જનારા વહેપારીઓ શેઠ પાસેથી ધન લઈને જતાં. તેમની દઢ માન્યતા હતી કે શેઠનું ધન નિતીનું છે માટે જવાનું નથી તેથી આપણે વ્યાપાર તથા પ્રવાસ નિર્વિને સફળ થશે. શેઠનું નામ પણ મંગળ સ્વરૂપ બની ગયું. શેડનું નામ હલાક હતું એટલે પિતાની સાગરની સફર સફળ થાય એટલા માટે વહાણ ચલાવતી વખતે હેલાસાહેલાસા બોલવા લાગ્યા, આ રીતે હલાસા શેઠ જગતમાં પ્રસિદ્ધ થયા.
બંધુઓ ! અનીતિનું ધન ઘાસના પૂળા જેવું છે. ઘાસના પૂળામાં દિવાસળી ચાંપતા અજવાળું થાય છે પણ શેડી ક્ષણે પછી ઘેર અંધકાર વ્યાપી જાય છે અને તેમાંથી રાખ પણ મળતી નથી, તેવી રીતે અનીતિના ધનથી થોડું અજવાળું લાગે પણ પછી એ મૂળથી મૂડીને સાફ કરી નાંખશે એ વાત હૃદયમાં કતરી રાખજે. એક સંસ્કૃત શ્લેકમાં પણ કહ્યું છે કે –
अन्यायोपार्जितं वित्तं, दश वर्षाणि तिष्ठति ।
प्राप्ते त्वकादशे वर्षे समूलं तद्विनश्यति ॥ અન્યાયથી ઉપાર્જન કરેલું ધન વધુમાં વધુ દશ વર્ષ સુધી રહે છે ને અગિયારમાં વર્ષે મૂળ મૂડી લઈને ચાલ્યું જાય છે. માટે અનીતિને ત્યાગ કરે.
જમાલિકુમાર સંસાર છોડીને સંયમ લે છે. હજારે જયનાદ સાથે જમાલિકુમાર આગળ વધી રહ્યા છે. હજુ પણ લોકો તેમને કેવા શબ્દોથી વધાવશે તે વાત અવસરે કહેવાશે.
ચરિત્ર:- અગ્નિશર્મા અને ગુણસેનનો ભવ પૂરે કરી બીજા ભવે પિતા અને પુત્ર બન્યા. ત્રીજા ભવે માતા અને પુત્ર બન્યા, ચોથા ભવે પતિ-પત્ની બન્યા ને પાંચમા ભવે સગા ભાઈ થયા. દરેક ભવમાં ગુણસેનનો આત્મા ગજબ ક્ષમા રાખે છે ને અગ્નિશર્માનો આત્મા જવાળાની જેમ, ધ અને રાગ-દ્વેષથી ભભૂકી ઉઠે છે. અંતરમાં માયા રાખીને એને વધ કરે છે ને ગુણસેનને આત્મા ક્ષમાપૂર્વક આવેલા ઉપસર્ગો સહન કરી કર્મોને ખપાવે છે. હવે બંને આત્માએ કયાં આવે છે તે સાંભળે.