________________
૭૮૦
શારદા સરિતા
વ્યાખ્યાન ન કર આ વદ ૧ ને શુક્રવાર
તા. ૧૨-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંતજ્ઞાની કહે છે કે હે આત્માઓ! રાગી મટી ત્યાગી બને, ભેગી મટી જોગી બને અને સ્વઘરમાં સ્થિર બને. અનાદિકાળથી ભવમાં ભમ્યા. પરમાં રમ્યા ને સંસારમાં ખુંચ્યા છે. કેટલા ભવ ક્યાં કેટલી ભૂમિની સ્પર્શના જીવે કરી છે.
“ન સી ના ર સા ગોળ ન તે કરું ન તં કા ” એક પણ જાતિ, એક પણ યોનિ, એક પણ કુળ કે એવું એક પણ સ્થાન નથી કે જેની સ્પર્શના જીવે ન કરી હોય. એ એક પણ પદાર્થ નથી કે એને જીવે ભેગવ્યું ન હોય. એક પોતાના સ્વરૂપને આનંદ છે માણ્યું નથી. સ્વાનુભૂતિ થઈ નથી ત્યાં સુધી બધું નકામું છે. જંગલી માણસે ચુરમાને લાડુ કદી ખાધે નથી, તેને સ્વાદ ચાખે નથી ત્યાં સુધી તેની સામે લાડુની પ્રશંસા કરવી વ્યર્થ છે. પણ એક વખત સ્વાદ ચાખી લે પછી એને સમજાય કે લાડ કે મધુર છે. તેમ મહાન પુરૂ તમારી સામે સચ્ચિદાનંદ સ્વરૂપ એવા આત્માના સુખની ગમે તેટલી સારી વાત કરે પણ એને સ્વાદ ચાખ્યા વિના બધું વ્યર્થ છે.
સંત તુકારામ થઈ ગયા અને તે તમે સૌ જાણે છે ને? એક વખત તુકારામના મનમાં થયું કે જે સંતેએ મને મેહનિદ્રામાંથી જગાડે, સુખનું સ્વરૂપ સમજાવી મારા ઉપર મહાન ઉપકાર કર્યો તેમને હું શું આપું? સોનું-ચાંદી–હીરામાણેક મતી-પૈસા શું આપું? “ના. એમણે તે એ બધું માટીના ઢેફાની જેમ સમજીને છોડી દીધું છે, ને તેમણે જેને છોડી દીધું છે તેને સ્વપ્નમાં પણ ઈચ્છતા નથી. તેમનામાં મોટામાં મોટી શકિત ત્યાગની છે. ત્યાગને મહિમા અવર્ણનીય છે. ત્યાગ વિના ત્રણ કાળમાં મુકિત મળતી નથી. આજ સુધી ધનથી કે કુટુંબ પરિવારથી કોઈ વ્યકિતએ અમૃત રૂપ મેક્ષ મેળવ્યું નથી. જે આત્માએ મોક્ષમાં ગયા તે એકમાત્ર ત્યાગથી ગયા છે. એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે કે –
द्वेपदे बन्धमोक्षाय निर्ममेति ममेति च ।
ममेति बध्यते जन्तु निर्ममेति विमुच्यते ॥ બધ અને મોક્ષના બે કારણ છે. મમતા અને નિર્મમત્વ. મમતાથી જીવ બંધનમાં પડે છે ને મમતારહિત બનવાથી મુકત બને છે. આ લેકને અર્થ તમે સમજી ગયાને? મનુષ્ય જ્યાં સુધી સાંસારિક પદાર્થો તથા સાંસારિક સબંધે પ્રત્યે મમતા એટલે આસકિત રાખે છે ત્યાં સુધી તે મુકત બની શક્યું નથી. પણ જ્યારે આસક્તિ ઉઠાવી