________________
શારદા સરિતા
તમારા રથને પાછા હઠાવી લે. પણ બન્નેમાંથી એકેય પિતાના રથ પાછા હઠાવતાં નથી. ત્યારે મહાજને કહ્યું કે જો તમારે રથ પાછા હઠાવવા ન હોય તે એમ કરો. તમે બંને જણા પરદેશ કમાવા માટે જાવ ને એક વર્ષમાં તમારા બેમાંથી જે વધુ ધન કમાઈને આવે તે આજે તેરસને દિવસ છે ને આવતા વર્ષે આ તેરશના દિવસે રથ આગળ ચલાવે ને જે જે ઓછું ધન કમાઈ લાવે તેને રથ પાછો હઠાવવો. આ વાત બનેને પસંદ પડી અને માન્ય કરી. એટલે મહાજને બંને પાસેથી સહી કરાવી લીધી કે બેમાંથી જે વધુ ધન એક વર્ષમાં કમાઈને આવે તે આગળ જઈ શકે એવી સહી કરાવી દસ્તાવેજ મહાજનના ભંડારમાં રાખે ને બંનેના માતા-પિતાને ત્યાં બેલાવીને કહ્યું કે તમારે આ બંનેને એક પાઈ પણ આપવી નહિ. અમે પાંચ પાંચ લાખની કિંમતને માલ વ્યાપાર કરવા માટે આપીએ છીએ. હવે બંને જણ ધન કમાવા માટે પરદેશ જવા તૈયાર થઈ ગયા. ધરણસેનની પત્નીને ખબર પડી કે મારો પતિ પરદેશ કમાવા માટે જાય છે. હવે આ લક્ષ્મીદેવી કેવું નાટક ભજવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૯૩ આસે વદ ૨ ને શનિવાર
તા. ૧૩-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેનો !
અનંતજ્ઞાની કરૂણાસાગર ત્રિકાળજ્ઞાની પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતીવાણી તેનું નામ સિદ્ધાંત. જમાવિકુમારની શિબિકા પ્રભુના સસરણની નજીક જતી જાય છે તેમ તેની ભાવનાને વેગ વધતું જાય છે. જીરણ શેઠે દાન દીધું ન હતું પણ શુભ ભાવના ભાવી હતી. એ ભાવનાના બળે એ બારમા દેવલેકે ગયા. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ અશુભ ભાવનાના પરિણામે નરકમાં જવાના કર્મના દળીયા ભેગા કર્યા અને શુભ ભાવનાને વેગ ઉપશે તે ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પામી ગયા. ભાવનાનું કેટલું મહત્વ છે !
ભાવ વધે તે આનંદ કોને થાય? દુકાનમાં માલ ભર્યો હોય તેને. ભાવ ગમે તેટલા વધે પણ દુકાનમાં માલ બિલકુલ ન હોય તે આનંદ શેનો થાય? દુકાનમાં માલ ભર્યો હશે તો ગમે ત્યારે ભાવ ઉપજશે એમ માનીને મેટા વહેપારીઓ દુકાનમાં લાખ રૂપિયાનો માલ ભર્યો હોય તો પણ ન માલ ખરીદીને ભરે છે ને ભાવ આવે ત્યારે હરખાય છે. પણ જેની દુકાનના ચારે ખૂણું સરખા હોય તે શું કરે? ધાર્મિક ક્ષેત્રમાં દાન–શીયળ અને તપ એ માલ છે. આ ત્રણ પ્રકારનો માલ જેની પાસે હોય છે તેમાં ક્યારેક શુભ ભાવ આવી ગયો તો બેડે પાર થઈ જાય છે. ઉત્કૃષ્ટ ભાવથી સુપાત્રે દાન દેતાં જીવ તીર્થકર નામકર્મ બાંધે છે, ને અશુભ ભાવ આવે તે નરકે જાય છે.