________________
શારદા સરિતા
ક આવી રીતે વિષયાસકત છને વિષયની મીઠી ચળ ઉપડે છે એટલે વિષયસેવન દ્વારા તે વખતે આનંદ ભોગવે છે. પણ કાયમ માટે વિષયોની ચળ મટાડવા માટે તીર્થકર રૂપી વૈદની બતાવેલી બ્રહ્મચર્યની દવા લેવા તૈયાર થતું નથી. ભોગાસકિત એ ખરજવાના દઈ જેવી છે. ભોગ ભેગવવા એટલે ખરજવાને ખણીને ક્ષણિક સુખનો અનુભવ કરે. ખરજવાને જેમ ખણે તેમ ચળ વધે ને ખરજવું પણ વધે છે. તેમ ભેગે જેમ જેમ વધુ ને વધુ ગવાય તેમ તેમ તેની ખણજ વધે છે. માટે ભેગનો ત્યાગ કરો. ભેગનો સર્વથા ત્યાગ કરી દેવાથી કાયમ માટે ભેગાસકિતનું ખરજવું મટી જાય છે ને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. જો તમારે શાશ્વત સુખ અને આનંદ જોઈતા હોય તે વીતરાગના સંતરૂપી વૈદેની વાત ધ્યાનમાં લેજો. પેલા ખરજવાના દદી જેવા ન બનશે.
દેવાનુપ્રિયો! ભૌતિક સુખની ઇચ્છાથી માનવને દુઃખ ઉભું થાય છે. જે ઈચ્છા ન હોય તે દુઃખ ઉભું ન થાય. જેમ કે માણસને તેને ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિ થઈ જાય તે આનંદ થાય ને એ પદાર્થ ચાલ્યા જાય તે દુઃખ થાય છે. તે એ દુઃખ કયાંથી આવ્યું? શું કેઈએ કહ્યું છે? “ના” એમ નથી. એ દુઃખ જીવે પોતાની ઈચ્છાથી પ્રગટ કર્યું છે. આત્મા ભૌતિક સુખની ભૂતાવળમાં ઘેલછા કરીને આનંદ માને છે. જેમ કે ગરીબ બાઈ પારકા કામ કરીને માંડમાંડ પિતાનું ગુજરાન ચલાવતી હોય, પહેલાં એની સ્થિતિ સારી હોય તેથી દીકરીને લાખ પતિને ઘેર પરણાવી હેય એટલે દીકરી સુખી છે. એને રહેવા માટે બંગલો છે. હીરાના દાગીનાથી ઝગમગતી છે. ઘેર મેટર છે, રામા-સેઈયે છે પણ એને જમાઈ મગજને ફાટેલે છે. સાસરીયા સાથે કોઈ જાતને સબંધ, ઓળખાણ-પિછાણ શખતે નથી છતાં બાઈ ફુલાતી હોય કે મારી દીકરી ખૂબ સુખી છે, ધનવાન છે તેથી હું સુખી છું એમ માને પણ પોતાને તે પારકા કામ કરવાના હોય છે. તે શું એનું સાચું સુખ છે? “ના”. એ સુખ કંઈ કામ આવવાનું છે? “ના”. એ રીતે આત્મા પણ પુદ્ગલન-પારકાના સુખને પિતાનું સુખ માને તે શું એ ઘેલછા નથી? પોતે પોતાનું બગાડે છે અને જે આત્મા સમજણના ઘરમાં આવી જાય કે આ પૌગલિક સુખ એ મારું નથી પરાયું છે. તે પોતે પિતાના આત્માને જગાડે છે. આત્મા જાગે પછી તે એને પર ગમે નહિ ને એ પરમાં રમે પણ નહિ.
જ્યાં સુધી મિથ્યાષ્ટિરૂપી આંખ વિધાતી નથી ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાત્વની આંખને વધવા માટે મનુષ્યભવ, સદ્ગુરૂને વેગ ને શાસ્ત્રવાણી સાંભળવાને વેગ મળ્યો છે. આ અમૂલ્ય સમયને લાભ લે તો મિથ્યાત્વની આંખ વિધાઈ જાય ને સમ્યકત્વની પ્રાપ્તિ થાય. પણ મોહનાં ચળકતા રંગમાં મલકાય છે. પુદગલની પાછળ પાગલ બને છે ત્યાં સુધી કેવી રીતે સમ્યકત્વની પ્રાપ્તિ થાય? મોહની સામે જે કરડી આંખ કરે તે મોહ ભાગી જાય. પણ અજ્ઞાનના કારણે જીવ