________________
શારદા સરિતા
૭૭૫
સહારે આપણે આપણા નિશ્ચિત સ્થાને પહોંચી શકીએ છીએ. જ્ઞાનીઓના બતાવેલા રાહે ચાલવાથી જીવનના માર્ગમાં આપણને કઈ જાતની મુશ્કેલી આવતી નથી.
આ જીવે અનાદિકાળથી અર્થ અને કામની પાછળ જેટલી જહેમત ઉઠાવી છે તેના અંશ ભાગની ધર્મ અને મોક્ષ માટે ઉડાવી નથી. અને માટે “ગો ો ા રિતપમને સમુદ્ર” રાત અને દિવસ કેટલી મહેનત કરે છે. પૈસા માટે પાપની પણ પરવા કરતું નથી. કાલ-અકાલની દરકાર કરતો નથી, પણ વિચાર કરો. તમારી સાથે શું આવવાનું છે? આ શરીર અને વૈભવ બધા પ્રત્યે ભાડૂતી મકાન જેવા ભાવ રાખે. ભાડૂતી મકાનમાં રહેતા મકાન તદન ખરાબ થઈ ગયું હોય ત્યારે દીકરે કહે કે બાપુજી મકાનને રંગરોગાન કરાવીએ ત્યારે બાપ કહેશે બેટા! આ મકાન બે વર્ષ પછી ખાલી કરવાનું છે તે શા માટે આપણે એમાં ખોટે ખર્ચ કરવો જોઈએ! જુઓ, મકાનમાં વસવા છતાં તેના પ્રત્યે જરાપણ મમત્વ છે! જ્ઞાની કહે છે તમે આવી રીતે સંસારમાં રહે.
સંસાર એટલે શું? એક ગતિમાંથી બીજી ગતિમાં સંસરણસરકવું. વિષય કષાયના ઉછાળા, મારા અને તારાના તાન અને આત્માને આવરનારા પરિણામ. સંસારમાં એકેક જીવને કેટલે મમત્વભાવ છે! આ મમત્વભાવ શાને માટે છે? એને વિષયની ખણજ ઉપડી છે. એને પૂરી કરવા માટે આ બધી ધમાલ કરે છે. તમે જાણે છે ને કે જેને ખરજવું થાય છે તેની ચામડીમાં એક પ્રકારના જંતુઓ ઉત્પન્ન થાય છે તેના કારણે એને અંદર મીઠી ખણજ આવે છે. જેમ જેમ ખણે તેમ તેમ તેને ખૂબ સારું લાગે છે. પછી બળતરા થાય પણ તે વખતે તો ખણતાં એને ખૂબ મઝા આવે છે.
એક ગામમાં એક માણસને ખરજવું થયું હતું. ખણખાણીને તેના નખ ઘસાઈ ગયા હતા. એટલે ખરજવાને ખણવા માટે ઘાસની સળીઓ શોધવા નીકળે. માર્ગમાં એક વૈદ ખેતરમાંથી ઘાસની સળીઓની ઝુડી લઈને આવતો તેને સામે મળે. પેલો ખરજવાને દદી વૈદ પાસે સળીઓ માંગે છે. ત્યારે વૈદ પૂછે છે ભાઈ! તારે સળીઓની શી જરૂર છે? ત્યારે ખરજવાનો દર્દી કહે છે મને ખરજવું થયું છે એટલે ખૂબ ખણજ આવે છે. એટલે ખણવા માટે સળીઓ શોધવા નીકળે છે, ત્યાં તમે મને સામા ભેટી ગયા. તમારી પાસે સળીઓ છે તે મને ખણવામાં કામ આવે તેવી છે માટે મને આપે. ત્યારે વૈદ કહે છે સળી લઈને ખણવાથી તારૂં ખરજવું મટશે નહિ. પણ મારી પાસે એવી દવા છે, તું કહે તે તારૂં ખરજવું સાત દિવસમાં જડમૂળમાંથી મટાડી દઉં, જેથી તારે કાયમ માટે ખણવાનું મટી જાય. ત્યારે દર્દી કહે છે જે ખરજવું મટી જાય તે મારી ખણવાની મઝા મારી જાય માટે મારે તમારી દવા નથી જોઈતી. પણ ખણવા માટે થેડી સળીઓ આપે. પેલો વૈદ આ મૂખ દદીની વાત સાંભળી હસી પડે ને ચાલતે થયે.