________________
૭૭૪
શારદા સરિતા કેઈને ખબર ન પડી અને તલવારના એક ઝાટકે કેવું એનું શીશ ઉડાવી દીધું ! હવે શાંતિથી આનંદથી રાજ્ય કરીશ, આમ વિચાર કરે છે પણ ભગવાન કહે છે કે કર્મો કદી છૂપા રહેતા નથી. મુનિની હત્યા કરીને આવ્યા તે રાત્રે એના શરીરમાં મેટા રાજગો ઉત્પન્ન થયા. પગથી માથા સુધી એને તીવ્ર વેદના થવા લાગી. ખૂબ ઉપચાર કર્યા પણ એનો રોગ મટતું નથી. મુનિને કેઈએ કહ્યું નથી કે વિજય રાજાએ જયમુનિનું ખૂન કર્યું છે એટલે એને આવા કર્મો ઉદયમાં આવ્યા છે. રાજાને પણ રેગની વેદના સહન નહિ થવાથી નાના બાળકની જેમ રડવા લાગ્યા. પણ શું થાય ! કરેલા કર્મો તો સૌ કોઈને ભોગવવા પડે છે તે રીતે વિજયરાજા ખૂબ દારૂણ વેદના ભોગવતે આર્તધ્યાન ધ્યાવત આયુષ્ય પૂર્ણ કરીને ચેથી પકપ્રભા નરકમાં દશ સાગરોપમની સ્થિતિએ મહાન દુઃખો ભેગવવા લાગ્યો. જયમુનિ નવમા દેવલોકમાં મહાન સુખ ભોગવવા લાગ્યા. હવે બંને આયુષ્ય પૂર્ણ કરીને સાતમા ભવમાં કયાં ઉત્પન્ન થશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૯૧ આ સુદ ૧૫ ને ગુરૂવાર
તા. ૧૧-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને બહેન! - અનંતજ્ઞાની ભગવતે જગતના જીવોના ઉદ્ધાર માટે સિદ્ધાંત રૂપ વાણીનું નિરૂપણ કર્યું. આપણું પરમ સોભાગ્ય છે કે આપણને સર્વજ્ઞ અને સર્વદશી મહાન પુરૂષના મુખમાંથી ઝરેલી ગંગા સમાન પવિત્ર વાણી સાંભળવાને સોનેરી અવસર પ્રાપ્ત થયે છે. દીર્થ તપશ્ચર્યા અને ઉગ્ર સાધનાના ફળરૂપે એ મહાન પુરૂષેએ જે પરમ તત્વને સાક્ષાત્કાર કર્યો તેને વિશ્વકલ્યાણની પવિત્ર ભાવનાથી પ્રેરાઈને તેમણે સંસારના છની સમક્ષ પ્રવચન રૂપે ઉપસ્થિત કર્યો. મહાન પુરૂષના અનુભવના સાર સ્વરૂપે શા આપણને માર્ગદર્શક બન્યા છે. તે આપણને કલ્યાણને માર્ગ બતાવી રહ્યા છે ને ચેતવણી આપે છે કે હે ભવ્ય જીવ! તમારે સાવધાનીપૂર્વક આ માર્ગે જવું જોઈએ. ભગવાને બતાવેલા માર્ગે નહિ ચાલે તે કલ્યાણ થવું અસંભવિત છે. આ શાસે આપણને આત્મકલ્યાણના માર્ગમાં સાવધાન રહેવાની ચેતવણી આપે છે, તે આ વીતરાગ વાણી સાંભળીને જીવનમાં અપનાવે ને સાવધાન બનો. જે અત્યારે સાવધાન નહિ બને તે પાછળથી પસ્તાવાને પાર નહિ રહે. શાસ્ત્રકાર ભગવંતાએ આપણું ઉપર કે અસીમ ઉપકાર કર્યો છે. આપણે જીવનને અંધકારભર્યો માર્ગ સહેલાઈથી પસાર કરી શકીએ એટલા માટે શાસ્ત્ર સિદ્ધાંતરૂપી દિપક તેમણે આપણા માર્ગમાં ધર્યો છે. એ પ્રકાશના