________________
૭૭૨
શારદા સરિતા હું એને પાછા ન લઉં. વૃદ્ધ કહે આખી ગાંસડી હું કચરાના ભાવમાં કેમ ખરીદી શકું?
લાલાજી કહે છે ભાઈ તમને નુકશાન થયું હોત ને સારા રૂપિયા ન ઉપજ્યા હોત તો હું કઈ રીતે સો રૂપિયા છેડત! માટે તમારા નસીબે ગાંસડી સારી નીકળી. માટે તમે લઈ જાવ. વૃદ્ધને દીકરીના લગ્નને ખર્ચ નીકળી ગયે. સ્વમાનપૂર્વક સહાય કરવા માટે લાલાજીએ પોતે આખી ગાંસડી કાતર વડે ઉપર ઉપરથી કાપી નાંખી હતી. ધન્ય છે તેઓને જે સહાયતા લેનારની આંખે નીચી થવા દેતા નથી અને પિતાના મનમાં પણ સહાય કર્યાને અહંકાર આવવા દેતા નથી.
બંધુઓ! કઈ પણ જાતના સ્વાર્થ વિના પારકાનું કાર્ય કરવામાં તત્પર થવું તે પરોપકાર છે. પરોપકાર પરાયણ માનવીનું દર્શન પણ માનવને પવિત્ર બનાવે છે. પિતાની શક્તિ પ્રમાણે જેટલું બને તેટલે પરોપકાર કરે તે માનવજીવનનું કર્તવ્ય છે. જે ઉપકારીના ઉપકારને ભૂલી જાય છે તેઓ અધમ છે ને જે મનુષ્ય ઉપકારી પ્રત્યે અપકાર કરનારા છે તે અધમાધમ છે. પિતાના ઉપર ઉપકાર કરનાર પ્રત્યે જેઓ ઉપકાર કરે છે તે ઉત્તમ છે ને જે અપકારી પ્રત્યે પણ ઉપકાર કરનારા છે તે નિઃસ્વાર્થ પોપકારી છે તે ઉત્તમોત્તમ છે. નરસિંહ મહેતાએ એક ભજનમાં વૈષ્ણવજનની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે -
વૈષ્ણવ જન તે તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તે જે મન અભિમાન ન આણે રે....
ઉપકાર કરે તે શ્રેષ્ઠ છે, પણ એ ઉપકાર કરનારમાં કયારેક ઉપકાર ક્યને અહંભાવ આવી જાય છે. આપણાથી બની શકે તેટલી મન-વચન-કાયાથી બીજાને મદદ કરવી. આપણને લાભ મળે એમ માનીને મનમાં જરા પણ અભિમાન આવવા દે ના જોઈએ.
परोपकार : सतत विधेय : स्व शक्तिनो हयुतम नीतिरेषा । न स्वोपकारा च्च स, भिद्यतेतत् त्वकुर्वते तैतद् द्वितयंकृतं स्यात ॥
પિતાની શક્તિ અનુસાર હમેશાં પરોપકાર કરે જોઈએ. કારણ કે ઉત્તમ પુરૂની નીતિ છે. પરોપકાર એ પિતાના ઉપકારથી જ નથી. માટે પરેપકાર કરવાથી સ્વઉપકાર અને પર-ઉપકાર બંને કરાય છે માટે પરોપકારની ભાવના કેળવે. વધુ અવસરે.
જયમુનિની હત્યા ચરિત્ર - દેવાનુપ્રિય! જ્યકુમાર અને વિજ્યકુમાર બંને એક માતાના ઉદરમાં આળોટેલા બંને સગા ભાઈ હતા. છતાં બંનેના જીવનમાં આસમાન જમીન જેટલું અંતર હતું. સાકર અને મીઠું, દૂધ અને ચૂને બંનેના ક્લર એકસરખા છે, છતાં બંનેના ગુણમાં અંતર છે. એક આત્મ ગુણને ભરેલો છે ને બીજો અવગુણને ભરેલું છે.