________________
શારદા સરિતા
૬૯૭ કાપવાનો હતે. ચાલતા ચાલતા સંધ્યાકાળને સમય થઈ ગયે. આ શ્રાવકને નિયમ હતે કે મારે સંધ્યાકાળે નવકારવાળી ગણવી. સમય થઈ ગયો હતે. નિર્જન વન હતું. અંધારી રાત ને ભયવાળી જગ્યા હતી. છતાં શેઠ નિયમ પ્રમાણે જંગલમાં નવકારવાળી ગણવા બેઠા. વાઘ-સિંહની ગર્જના સંભળાય છે, છતાં ખૂબ સ્થિર મન કરી નવકારીવાળી નહિ હોવાથી ૧૦૮ કાંકરા લઈને ખૂબ શુદ્ધ ભાવે નવકારમંત્ર ગણ્યા. ચારે બાજુ ભય છે. રાત વધતી જાય છે તેવો વિચાર નહિ કરતાં બસ નવકારમંત્રમાં સ્થિર બની ગયા અને પછી પૂરા થયે વિચાર કર્યો કે જેનાથી નવકારમંત્ર ગણ્યા તે કાંકરા મહાન ગણાય. તે સમજી કાંકરા લઈ લીધા અને ભયથી મુકત બની ઘેર પહોંચી ગયા. હવે ઘરે ગયા પછી જે થેલીમાં કાંકરા છે તે થેલી ખીલીએ ભરાવી છે. તે ઓરડામાં અંધારું હોવાથી કાંકરાને પ્રકાશ પડે તેથી શેઠાણી કહે છે તમે આવા કિંમતી રત્નો કયાંથી લાગ્યા? શેઠે કહ્યું કે હું તે એકે ય રત્ન લાવ્યો નથી. હું તો કાંકરા લાગ્યો છું. શેઠાણી કહે તમે ખોટું બેલે છે. જુઓ તો ખરા? કેવા કિંમતી રત્નો છે? શેઠ સમજી ગયા કે શ્રદ્ધાપૂર્વક નવકારમંત્ર ગણવાથી પેલા કાંકરાના રત્ન બની ગયા હશે! શેઠે પણ ઓરડામાં જઈને જોયું તે અંધારા ઓરડામાં રને ઝગમગે છે. ૧૦૮ કાંકરાના ૧૦૮ રને હતા. એકેક રત્નોની કિંમત આંકી અંકાય તેમ ન હતી. શેઠનું કાયમનું દારિદ્ર ટળી ગયું. આ પ્રભાવ શ્રદ્ધાપુર્વક અડગ બની શેઠે પ્રતિજ્ઞાનું પાલન કર્યું તેનો હતો. આ રીતે દરેક જીવો - શ્રદ્ધાપૂર્વક એકાગ્રચિત્તે નવકારમંત્રનું સ્મરણ કરે તે બેડે પાર થઈ જાય.
જમાલિકુમારને દેવ-ગુરૂ અને ધર્મની યથાર્થ શ્રધ્ધા થઈ છે એટલે માત-પિતાના પ્રશ્નના જવાબ આપી રહ્યા છે. હવે વધુ ભાવ અવસરે કહેવાશે.
ધનદેવે રાજકુમારનું વિષ ઉતાર્યું ચરિત્રઃ રાજકુમારને સર્પદંશ થયો છે તેની દાંડી પીટાતી હતી તે ધનદેવે સાંભળીને ચંડાળ પાસે માંગણી કરી કે મારી પાસે ગારૂડિ મંત્ર છે. તમે હા પાડે તો મરતાં પહેલાં કુંવરને બચાવું. ચંડાળે હા પાડી એટલે તેને રાજા પાસે લઈ જવામાં આવ્યું. રાજાને તેના ઉપર ખૂબ કેધ હતું પણ અત્યારે કુંવરને સાજો કરે છે એટલે કંઈ ન કહ્યું ભાઈ! તમે મારા પુત્રને સાજો કરી શકશે? ત્યારે ધનદેવ કહે છે દેવ-ગુરૂ અને ધર્મની કૃપાથી સૌ સારાવાના થશે. તમે ચિંતા ન કરે.
પાઠ સિદ્ધ ગારૂડ મંત્રકે જપી પાત્ર લે નીર, કુછ જલ ઉસકે પાન કરાયા, છાંટા શેષ શરીર તીન બાર પ્રયોગ કિયા, ઉઠ બેઠા કુંવર આખીર હે શ્રોતા તુમ
ધનદેવ એક પાત્રમાં પાણી લઈને મુખ પૂર્વદિશા સન્મુખ રાખી ગાર્ડમંત્રના એકવીસ વખત મનમાં જાપ કર્યા. ત્યાર બાદ થોડું પાણી કુંવરને પીવડાવી દીધું ને