________________
૭૮૨
શારદા સરિતા તે ક્યાં ગયે? ત્યારે કુંવરીએ કહયું – પિતાજી! અમે સિંહલદ્વીપ જઈ રહ્યા હતા ત્યાં વચમાં ભયંકર પવન અને વાવાઝોડા થયા. દરિયે તેફાને ચડવાથી અમારૂં વહાણ તટી ગયું. વહાણ તુટતાની સાથે અમારા હાથમાં એક પાટીયું આવી ગયું. એ પાટીયાના સહારે તરતાં તરતાં કઈ એક જગ્યાએ કિનારો દેખા. તે કિનારા ઉપર એક આંબાનું ઝાડ હતું. પાટીયા ઉપર હું અને મારી ચુતલતિકા નામની દાસી બન્ને જણ બેઠા હતા. અમે વિચાર કર્યો કે આપણે આંબાની ડાળ પકડીને લટકી જઈએ. મેં પાટીયા ઉપર આવ્યા પછી રત્નાવલી હાર ચૂતલતિકા દાસીને આપ્યા હતા. તેણે સાડીના છેડે બાંધે હિતે. આંબાની ડાળ મેં બરાબર પકડી લીધી અને દાસી બરાબર ન પકડી શકી એટલે તે પાછી પડી ગઈ. તેનું શું થયું તે મને ખબર નથી. પણ હાર તેની સાડીના છેડે બાં હતું. પણ જીવનની આશા છોડી દીધી હતી પણ દેવગે રખડતી-રઝળતી અહીં આવી છું. કુંવરની વાત સાંભળ્યા પછી ધનદેવને પૂછે છે તમે રત્નાવલી હાર કેવી રીતે મેળવ્યું તે કહો.
ધનદેવ કહે છે મહારાજા ! આપની કુંવરીની જેમ મારું વહાણ પણ દરિયામાં ભાંગી ગયું. મારા પરિવારનું શું થયું તે હું જાણતો નથી. પણ મારા હાથમાં એક પાટીયું આવી જવાથી તરતો તરત એક કિનારે આવ્યા. ત્યાં મેં એક સ્ત્રીનું મડદુ તણાતું આવતું જોયું. તેની સાડીના છેડે આ હાર બાંધેલ હતો. મેં જાણ્યું અને કોઈ ધણી નથી એમ જાણી હું નિરાધાર બની ગયું હતું એટલે લીધે. પણ ખરેખર ભગવાને કહ્યું છે કે અદત્તાદાન લેવું નહિ ને મેં વગર દીધે ગ્રહણ કર્યું તેનું ફળ મને મળી ગયું છે. રાજા કહે છે ભાઈ એમાં તમે ચેરી કરી ન કહેવાય. રાજાને આ વાત ગળે ઉતરી ગઈ. રાજા પૂછે છે તમે પહેલાં કેમ આ રીતે ન કહ્યું? ત્યારે ધનદેવ કહે છે જે પહેલાં આ રીતે કહ્યું હેત તે આપના ગળે ન ઉતરત.
રાજાએ વાત કબૂલ કરી. ધનદેવને કહે છે ભાઈ! તમે ખૂબ પવિત્ર પુરૂષ છો તમારા જેવા પવિત્ર પરોપકારી પુરૂષની મારે જરૂર છે, તે તમે અહીં મારા રાજ્યમાં રહી જાઓ. ધનદેવ કહે છે મારે તે સુશમનગર જવું છે, મારા વિના મારા માતા-પિતા પૂરતા હશે. ત્યારે રાજા કહે છે આપના પ્રતાપથી મારો પુત્ર જીવી ગયે. ચંડાળ પણ સુધરી ગયે ને મારી કુંવરી પણ મળી ગઈ. આટલું કરવા છતાં એક પાઈ પણ લીધી નથી તે આપ કઇંક માંગે. પણ ધનદેવ લેવાની ના પાડે છે. છતાં મહારાજા ખૂબ આગ્રહ કરીને તેને એક ચીજ આપશે. તેના કારણે ધનદેવ ફરીને પાછો કેવી મુશ્કેલીમાં મૂકાઈ જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.