________________
શારદા સરિતા
૭૬૭. છેડીને સંયમ લીધે. તે વખતે નગરજનેની આંખમાં આંસુ આવી ગયા. ધન્ય છે એ જ્યરાજાને કે પિતાના ભાઈને રાજ્ય આપી ભરયુવાનીમાં એમણે સંયમ લીધે. જયમુનિ અને સુમતિ પ્રધાન સનત્કુમાર આચાર્યની પાસે રહ્યા અને લીલાવંતી સાધ્વીજીને સાધ્વીના પરિવારમાં સેપ્યા. એ ત્રણે આત્માએ પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ એ અષ્ટપ્રવચન માતાનું પાલન કરતાં દશવિધ યતિ ધર્મમાં રકત રહેતાં ઉચ્ચ કોટિને સંયમ પાળે છે. જયમુનિ ગુરૂને ખૂબ વિનય કરે છે ને જ્ઞાન ભણવામાં ખૂબ અપ્રમતપણે રહે છે ને વડીલોની વૈયાવચ્ચે પણ ખૂબ કરે છે.
મુનિ વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. પણ એમની પ્રજા એમને જરા પણ ભૂલી નહિ. દિન-પ્રતિદિન એમના યશગાન ગાવા લાગી. ધન્ય છે એવા તપસ્વી સંતને ! પોતે મહાન હતાં તેમાં પણ સંયમ લઈને વધુ મહાન બની ગયા છે. કે એમને ત્યાગ અને શું એમનું જ્ઞાન-ધ્યાન ને તપ છે! સંસારનું રાજ્ય છોડી આત્માનું રાજ્ય મેળવવા કેટલે પુરૂષાર્થ કરે છે. આ રીતે લેકે એમનાં ખૂબ ગુણ ગાય છે. આ વિજ્ય રાજાને બિલકુલ સહન થતું નથી.
બંધુઓ ! જ્યાં કમળ હોય છે ત્યાં ભમર આકર્ષાય છે. મધ છે ત્યાં માખીઓ આવે છે. તેમ મુનિના ગુણથી આકર્ષાઈને મનુષ્યો તેમના ગુણગ્રામ કરે છે. તેમના દર્શન કરવા પણ ટેળેટેળા જાય છે. પણ જેમ સૂર્યને પ્રકાશ ઘુવડને ગમતો નથી તેમ વિજયરાજા જયરાજાની પ્રશંસા સાંભળી શ્રેષાગ્નિથી બળી જાય છે. અહો! મને રાજ્ય મળ્યું પણુ પ્રજા જયરાજાને ભૂલતી નથી હું રાજ્ય કરું ને ગુણ એના ગવાય! બસ, હવે તો હું એને મારી નંખાવું તે સારું થાય. કારણ કે પ્રજા એને ખૂબ ચાહે છે. માટે કદાચ દીક્ષા છેડીને આવે ને મારું રાજ્ય લઈ લે તેના કરતાં હું એને મારી નંખાવું તે ભયમુક્ત બની જાઉં.
- નીચ વિજયરાજાએ બે માણસોને ખાનગીમાં બોલાવીને કહ્યું કે તમે અહીંથી જાવ અને જયમુનિ જ્યાં વિચરતા હોય તેમની તપાસ કરીને તેમને મારી નાંખજે. તે તમને તમારે જોઈશે તેટલું ધન આપીશ. રાજાની આજ્ઞા થવાથી બે ચાંડાળ જવા તૈયાર થયાં. તપાસ કરીને શોધતાં શોધતાં જયાં જયમુનિ બિરાજે છે ત્યાં આવ્યા. ઉદ્યાનમાં જયમુનિ ધ્યાનાવસ્થામાં ઉભેલા છે. આ જોઈ ચંડાળ મનમાં વિચાર કરવા લાગ્યા કે આપણુ રાજા હતા. વળી આવા મહાન ત્યાગી છે. કેવા ધ્યાનમાં મસ્ત છે! એમને આપણાથી કેમ મરાય? આપણે મુનિહત્યાનું પાપ કરવું નથી. રાજાને ખોટું કહીશું કે અમે મારી નાંખ્યા. પછી જે થવું હોય તે થશે. એમ વિચાર કરી સજા પાસે આવીને તેમણે કહ્યું કે અમે મુનિને મારી નાંખ્યા છે એટલે વિજયરાજા ખુશ થયા ને તેમને સારું ઈનામ આપ્યું. બસ, હવે હું નિર્ભયપણે રાજ્ય કરીશ.