________________
શારદા સરિતા
૭૨૯ - તરત જાગૃત થયા ને પિતાના પતિની પાસે આવીને સ્વપ્નની વાત કરી કે સ્વામીનાથ! આજે મેં સ્વપ્નામાં ચંદ્ર જે. આ સાંભળી હર્ષથી રોમાંચિત થયેલા રાજાએ કહ્યું હે મહારાણી! સકલ સામંત રાજાઓમાં ચંદ્ર સરખો ને દરેકને આનંદકારી ચંદ્રમા જે શીતળ ને તેજસ્વી એ પુત્ર તમારી કુખે જન્મશે. આ પ્રમાણે સ્વપ્નનું ફળ સાંભળી મહારાણીને ખૂબ આનંદ થયે. રાણું ધર્મારાધના ખૂબ કરતી હતી. સમય જતાં સવાનવ માસ પૂર્ણ થતાં શણીએ શુભાગમાં એક પુત્રને જન્મ આપે. તે સમયે નિર્વતી નામની દાસીની પુત્રીએ રાજાને પુત્ર-જન્મની વધામણી આપી એટલે રાજાએ તે દાસીને પુષ્કળ દ્રવ્ય આપ્યું, ને સાત દિવસ સુધી આખા ગામમાં પુત્રને જન્મોત્સવ ઉજવાશે. અને મહિને થયા પછી એ પુત્રનું જયકુમાર એવું નામ પાડ્યું. ધીમે ધીમે જયસેનકુમાર મોટે થાય છે.
આ તરફ ધનશ્રી ત્રીજી નરકનું આયુષ્ય પૂર્ણ કરી બીજા કેટલાય હલકા ભવમાં ભમતી મહાન દુઃખે અનુભવતી અકામ નિર્જરા કરીને આ સુરતેજ રાજાની રાણીનાં ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે. સમય જતાં રાણુએ બીજા પુત્રને જન્મ આપ્યો. જન્મ થયા પછી તેનું વિજયસેન નામ પાડયું. જયસેન બધી કળાઓમાં કુશળ થયો છે. પણ પૂર્વભવના સંસ્કારને કારણે તે ધર્મને અનુરાગી બન્યા. તેને પિતાના નાના ભાઈ વિજયસેન પ્રત્યે ખૂબ પ્રેમ હતે.
જ્યસેન કુમારને જેટલે નાના ભાઈ પ્રત્યે પ્રેમ હતું, વહાલો હવે તેટલે. વિજ્યસેનકુમારને મોટા ભાઈ પ્રત્યે દ્વેષ અને અળખામણે હતે. મોટે ભાઈ જયસેન પહેલેથી દયાળુ હતો. કઈ પણ દુઃખીને જોઈને તેનું દિલ દયાથી દ્રવી ઉઠતું ને કઈ પણ કાર્ય કરતા પહેલાં દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરતે કે આવું શું પરિણામ આવશે ! સરળ હતો અને દાતાર હતા ત્યારે વિજયસેન એટલે નિર્દય-કપટી ને ટૂંકી દષ્ટિવાળે હિતે. ને વિજયસેન પ્રત્યે બિલકુલ પ્રેમ રાખ નહિ. ધર્મની વાત તે તેને સાંભળવી પણ ગમતી ન હતી. આ રીતે બંને ભાઈઓને સ્વભાવ ખૂબ વિપરીત હતો. હવે આ બંને ભાઈઓ મોટા થાય છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવ શે.
વ્યાખ્યાન નં. ૮૪ આસો સુદ ૮ ને ગુરૂવાર
તા. ૪-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન
અનંતજ્ઞાની ભગવતે જગતના જીવોના ઉદ્ધારને માટે સિદ્ધાંત રૂપ વાણીનું * નિરૂપણ કર્યું. ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણું