________________
શારદા સરિતા
૭૩૫
સુખ કયારે મેળવું? સિદ્ધ ભગવાનના સુખની પ્યાસ જાગશે ત્યારે તમે પ્રભુને એવી પ્રાર્થના કરશે! કે
મુકિતપુરીના સ્વામી સાંભળેા અરજ અમારી, દેખાડા નગરી તમારી અમને (ર) ખૂબ ભમ્યા અમે આ જંગલમાં, આશ લઇને એક જ મનમાં, મળશે કદી ના કદી મીઠા વિસામેા (૨) છોડી દેશુ ત્યારે સઘળા ધામા, થાકયા અમે તે હવે આશ ફળી ના અમારી, દેખાડા નગરી તમારી અમને (ર) હે પ્રભુ! આ સંસારથી અમે હવે થાકયા છીએ. અમને તમારી નગરી ખતાવેા. મુકિતનગરીમાં જવા માટે ત્યાગમાર્ગ અંગીકાર કરવા પડશે. ત્યાગ વિના ત્રણ કાળમાં સિદ્ધિ થવાની નથી.
જેને સિદ્ધના સુખાની પ્યાસ જાગી છે તેવા જમાલિકુમારને દીક્ષાની આજ્ઞા આપી. तए णं ते कोडुंबिय पुरिसा जमालिस्स खत्तिय कुमारस्स विउणाएवं वृत्ता समाणा हट्ट तुट्ठ करयला जाव पडिसुणेत्ता खिप्पामेव सिरिधराओ तिन्निसय सहस्साइं तव जाव कासवग सद्दावेन्ति । तए णं से कासवए जमालिस्स खत्तिय कुमारस्स पिउणा कोडुंबिय पुरिसे सद्दाविए समाणे हट्ठ-तुट्ठे पहाए कय बलिकम्मे जाव सरीर जेणेव जमालिस्स खत्तिय कुमारस्स पिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जमालिस्स खत्तियकुमारस्स पियरं जएणं विजएणं वधावे, जणं विजएणं वध्धावित्ता एवं वयासीसदिसन्तु णं देवाणुप्पिया । जं मण करणिज्जं ॥
જમાલિકુમારના પિતાએ કૌટુબિક પુરૂષોને આજ્ઞા કરી હતી કે તમે રાજ્ય ભંડારમાંથી ત્રણ લાખ સેાનૈયા લઈને બે લાખ સેાનૈયાના પાતરા અને રજોહરણ લઇ આવે ને એક લાખ સોનૈયા આપીને નાઇને ખેલાવી લાવે. આવી આજ્ઞા થવાથી કૌટુ ખિક પુરૂષોને ખૂષ આનંદ થયા કે અહે! અમને આ દીક્ષાના ઉપકરણા લાવવાનું સદ્ભાગ્ય મળ્યું. ભલે દીક્ષા ના લઇએ પણ દીક્ષા લે છે તેની સેવાના લાભ તેા લઈએ હર્ષભેર પાતરા અને રજોહરણુ લાવ્યા, ને પછી હજામને ખેલાવવા ગયા. તેને લાખ સેાનૈયા આપીને રાજાની આજ્ઞા કહી સંભળાવી. એને પણ ખૂબ હ થયા ને રાજા પાસે આવવા જલ્દી તૈયાર થયા. તેણે સ્નાન કર્યું, ખલીક કર્યું" ને પછી સારા વસ્ત્રાલ કાર। પહેરી શરીરને શણગારીને જ્યાં જમાલિકુમારના માતા-પિતા છે ત્યાં આવ્યા, ને તેમને હાથ જોડીને મહારાજાને જય હેાવિજય હા-એવા મગલશબ્દથી વધાવ્યા ને પછી તેણે કર્યું–મહારાજા ! આપની શી આજ્ઞા છે? ફરમાવે. મારે શુ કરવાનું છે? આ પ્રમાણે કહીને ઉભું રહ્યો. હવે જમાલિના માતા-પિતા નાઈને શું વાત કહેશે તે વાત અવસરે