________________
શારદા સરિતા
.
. ૭૪૯ લક્ષમણ કહે છે મોટા ભાઈ! આમ શોક કરવાથી કંઈ વળશે નહિ. ચાલે, આમતેમ આપણે તપાસ કરીએ. સીતાજીની શોધમાં બંને ભાઈઓ નીકળે છે પણ કયાંય સીતાજી મળતા નથી. છેવટે જતાં જતાં રસ્તામાં જટાયુ પક્ષી ઘાયલ થઈને પડયું હતું. તેણે કહ્યું હે રામ-લક્ષમણુ! રાવણ સીતાજીને લંકામાં લઈ ગયા છે. સીતાજી ખૂબ કલ્પાંત કરતા હતા. મેં એમને છોડાવવા ખૂબ પ્રયત્ન કર્યો પણ રાવણ વિમાનમાં બેસાડીને લઈ ગયા છે.
રામ-લક્ષ્મણને ખબર પડી એટલે હનુમાનને તપાસ કરવા મોકલ્યા ને પૂરી ખાત્રી થઈ કે સીતાજી લંકામાં છે. એટલે રામ-લક્ષમણ લંકામાં આવ્યા ને રાવણને હરાવ્યો. ને સીતાજીને પાછા મેળવ્યા. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે કુમતિ રૂપી શૂપર્ણખાએ મિથ્યા મોહનીય રૂપી રાવણને ઉશ્કેર્યો. એણે પિતાના કુટુંબને પણ ઉચ્છેદ કર્યો. લડાઈમાં રાવણ મરાય એટલે આખી લંકા રાખમાં રેળાઈ ગઈ. તેના પિયરના કુળને પણ ઉચ્છેદ કર્યો. તેમ જે આપણા હૃદયમાં કુમતિને વાસ થાય તો આપણે આ ભવ બગાડે ને પરભવ પણ બગાડે છે. સીતાજી સુમતિ જેવા હતા. રામ-લક્ષ્મણને સીતાજી પાછા મળતાં આનંદ આનંદ થઈ ગયો. સુમતિરૂપી સદ્દગુણી સીતા મળે તે સંસાર સ્વર્ગ બની જાય ને આ ભવ અને પરભવ સુધરી જાય. રામે રાવણના ઉપર વિજય મેળવ્યો તે દિવસે આજને વિજ્યાદશમીને દિવસ હતો. આપણે પણ કર્મ ઉપર વિજય મેળવીએ તો સાચી વિજ્યાદશમી ઉજવી કહેવાય. આપણે રાવણના માતા-પિતા અને ભાઈઓ બધા કેણ હતા. તેમના દ્રવ્યનામને ભાવનામમાં ઉતાર્યા પણું રામચંદ્રજી ને લક્ષમણ કેણ, દશરથ કણ? એ બધી વાત બાકી છે પણ સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૮૭ આ સુદ ૧૧ ને રવિવાર
તા. ૭-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!.
સિધાંત એટલે ત્રણે કાળે સિધ થએલી વાણી. તે જેના હૃદયમાં ઉતરે તેને બેડો પાર થઈ જાય. વીતરાગ વાણી અંતરમાં ઉતારવા માટે કેટલી તેયારી કરવી જોઈએ! ચિત્રકારને ચિત્ર દેરવું હોય તો પ્રથમ ભૂમિને શુદ્ધ કરે. જેટલી દિવાલ શુધ્ધ ને સરખી તેટલું ચિત્ર વધારે સારું દેરાય. બીજ વાવનાર ખેડૂત પણ સૌથી પ્રથમ જમીનને ખેડી ખેડીને પિચી બનાવે છે. જમીન પોચી હોય તે બી ઉગવામાં સહાયક બની શકશે. તેવી રીતે વીતરાગવાણીને ઝીલવા માટે આપણા હદયની ભૂમિકાને વિશુદ્ધ બનાવવી જોઈએ. હદયની ભૂમિકામાંથી કક્ષાના અને મિથ્યાત્વના કાંકરા કાઢી નાખ્યા વિના સમ્યકત્વનું બીજ ઉગી શકતું નથી. સમ્યકત્વ માણસને ન્યાલ કરી દે છે. જેમ કે ગરીબ માણસે