________________
શારદા સરિતા
૭૫૧ ભાવથી રહો. જે નિર્મોહી ભાવથી રહે છે તે ગમે તેવા પ્રસંગમાં પણ સમતા રાખી શકે છે. કદાચ ઘરબાર–પૈસા બધું ચાલ્યું જાય છતાં તેને જરા પણ દુઃખ લાગતું નથી. આવી દશા આવી જાય તેના માટે મોક્ષ દૂર નથી.
એક ગામના રાજા ખૂબ તત્ત્વજ્ઞાની હતા. રાજયમાં રહેવા છતાં એને રાજ્યને બિલકુલ મેહ ન હતો. એની પ્રજા તેમજ આજુબાજુના ગામના લોકો સૌ એને તત્ત્વજ્ઞાની રાજા કહેતા હતા. ને કેઈ નિર્મોહી રાજા કહેતા હતા. એક વખત એ રાજાને કુમાર ગામબહાર શિકાર ખેલવા ગયે હતો. શિકાર ખેલતાં ખેલતાં ઘણે દુર નીકળી ગયા ને રસ્તે ભૂલી જવાથી જંગલમાં ઘુમવા લાગ્યા. ઉનાળાની સખ્ત ગરમીના દિવસો હોવાથી રાજકુમાર તરસથી આકુળ-વ્યાકુળ થઈ ગયે ને ચારે તરફ પાણી માટે ફાંફા મારવા લાગ્યો. ફરતાં ફરતાં એક સંતની કુટીર તેના જેવામાં આવી. કુમાર ત્યાં પહોંચી ગર્યો. પાણી પાણી કરતો હતો એટલે સંતે તેને પાણી પીવરાવ્યું. થોડી વાર કુમાર શાંતિથી બેઠે એટલે સંતે તેને પૂછ્યું- ભાઈ! તું કેણ છે? ત્યારે કુમારે પિતાને પરિચય આપે.
સંતે કહ્યું- ભાઈ ! રાજ્યવૈભવ બધું પુણ્યના ખેલ છે માટે કઈ વસ્તુ ઉપર મમત્વભાવ રાખશો નહિ. ત્યારે કુમાર કહે છે ગુરૂદેવ ! અમે સંસારમાં રહીએ છીએ છતાં અમારું આખું રાજકુટુંબ નિર્મોહ છે. કેઈને કોઈના પ્રત્યે મોહ નથી. ત્યારે સંત કહે છેભાઈ ! નિર્મોહી છીએ કહેવું સહેલું છે પણ નિર્મોહી બનીને રહેવું કઠીન છે. બીજી વ્યક્તિ હજુ અનાસકત ભાવથી રહી શકે છે પણ જે રાજા હોય તે નિર્મોહી રહી શકતો નથી. ત્યારે રાજકુમાર કહે છે જે આપને મારી વાત ઉપર વિશ્વાસ ન બેસતો હોય તો પરીક્ષા કરી લે. હું એક નહિ પણ મારા માતા-પિતા, દાસ-દાસી, નેકર-ચાકર બધા નિર્મોહી છીએ. રાજકુમારની વાત સાંભળી સંતને ખૂબ આશ્ચર્ય થયું ને પરીક્ષા કરવાનું મન થયું.
સંત કુમારને કહે છે તે તમે અહીં મારી કુટીરમાં આનંદથી રહો ને હું તમારા માતા-પિતા આદિની પરીક્ષા કરવા જાઉં ને જેવું કે કેવા એ નિર્મોહી છે ! રાજકુમાર કહે-ખુશીથી જાવ. રાજકુમાર સંતની કુટીરમાં રો ને સંત એની પરીક્ષા કરવા શહેરમાં ગયા. ફરતાં ફરતાં રાજમહેલ તરફ ગયા તો મહેલના દરવાજામાં એક દાસી ઉભી હતી. સંતે વિચાર કર્યો કે કુમાર કહેતું હતું કે અમારા દાસ-દાસી, નેકર-ચાકર બધા નિર્મોહી છે તે પહેલાં દાસીની પરીક્ષા કરૂં એમ વિચાર કરીને દાસીને કહે છે
તું સુન ચેરી શ્યામકી બાત સુનાવો તેહી - કુંવર વિના સિંહને આવન પરિએ હિં
હે દાસી! તારા મહારાજા કુમાર જંગલમાં શિકાર કરવા આવ્યું હતું તેને