________________
શારદા સરિતા
૭૩૯ આત્મિક સુખને અનુભવ થતે જાય. જેટલી સંસારની સ્મૃતિ તેટલી આત્માની વિસ્મૃતિ છે. આત્માનું સાચું સુખ એટલે સ્વાભાવિક આનંદ. તે દેખી શકાય એવી વસ્તુ નથી. એ તો અનુભવે ખબર પડે.
જમાલિકુમાર આત્મિક સુખ પ્રાપ્ત કરવા માટે સંયમના માર્ગે જઈ રહ્યા છે. જેને આત્મિક સુખને અનુભવ થાય છે તેને પુદ્ગલના પથારામાં આનંદ ન હોય. જમાલિકુમારની દીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી ચાલી રહી છે. જમાલિકુમારના વાળ વડા કરવા માટે હજામને લાવ્યા છે. હજામ શરીરને સ્વચ્છ બનાવી અંતરને પણ સ્વચ્છ બનાવી જમાલિકુમારના માતા-પિતા પાસે આવ્યું ને તેમને જય વિજય હે, એવા શબ્દો વડે વધાવી બે હાથ જોડીને કહ્યું હે દેવાનુપ્રિય! મારે શું કાર્ય કરવાનું છે તે આપ ફરમાવે. "तए णं से जमालिस्स खत्तियकुमारस्स पिया तं कासवगं एवं वयासी तुम देवाणुप्पिया! जमालिस्स खत्तियकुमारस्स परेण जत्तेणं चउरंगुल वज्जे निक्खमण पाओग्गे अग्गकेसे कप्पेहि ।"
ત્યાર પછી તે જમાલિકુમારના પિતાએ નાઈને કહ્યું- હે દેવાનુપ્રિય! મારા લાડીલા જમાલિકુમારના અત્યંત યત્નાપૂર્વક ચાર આંગળ મૂકીને અભિનિષ્ક્રમણને (દીક્ષાને) એગ્ય આગળના વાળ કાપી નાંખ. જમાલિકુમારના પિતાએ આ પ્રમાણે હજામને કહ્યું એટલે તે ખૂબ આનંદ પામે. અહે ! હું કે ભાગ્યશાળી છું ! અમારા મહારાજાના કુંવર દીક્ષાના પવિત્ર પંથે પ્રયાણ કરે છે તેમના વાળ વડા કરવાનું પવિત્ર કાર્ય મારા હાથે થશે. એને ખૂબ આનંદ થયે. એ ખુશ થયેલા નાઈએ કહ્યું હે સ્વામી ! હું આપની આજ્ઞા પ્રમાણે કરીશ એમ કહીને વિનયથી તેના વચનને સ્વીકાર કર્યો. ત્યાર પછી તેણે સુગંધી પાણી વડે હાથ-પગને ધાયા. પેઈને શુદ્ધ આઠ પડવાળું કપડું પિતે મેઢે બાંધ્યું. શા માટે બાંધ્યું? એનું કારણ એ છે કે જે જમાલિકુમાર દીક્ષા લેવા માટે પવિત્ર બન્યા છે તે પિતાના મુખમાંથી જે શ્વાચ્છવાસ નીકળે છે તે એ પવિત્ર પુરૂષને લાગે નહિ ને કે જીવની હિંસા ન થાય એટલા માટે એણે આઠ પડનું શુદ્ધ કપડું બાંધ્યું ને તદ્દન નવા શસ્ત્ર લઈને તેણે જમાલિકુમારના વાળ ઉતારવા માંડયા. જેમ જેમ તેના વાળ ઉતરવા લાગ્યા તેમ તેમ જમાલિકુમાર અત્યંત આનંદ અનુભવવા લાગ્યા. માથેથી વાળને ભાર હળવે થતાં સાથે પાપને ભાર પણ ઉતરવા લાગ્યો.
જમાલિકુમારની માતા હંસના જેવા વેત વસ્ત્રમાં પિતાના વહાલસોયા પુત્રના વાળ ઝીલે છે. અત્યારે પણ જે દીક્ષા લે છે તેના વાળ દીક્ષાથીની માતા ઝીલે
છે. જમાલિકુમારના વાળ ઝીલતાં ઝીલતાં જેમ મતીને હાર તૂટે ને મોતી પડવા - માંડે તેમ માતાની આંખમાંથી અશ્રુની ધાર પડવા માંડી. બસ, દીકરા ! હવે તું અમને