________________
શારદા સરિતા
૭૩૭
સગડી, સ્ટવ કે ગ્યાસ ઉપર મૂકવામાં આવે તે અગ્નિના સંચાગથી શીતળ જળ પણ ઉષ્ણુ ખની જાય છે. પાણીમાં જે ઉષ્ણતા આવી તે પાતાના ઘરની નથી. પણ અગ્નિના ઘરની છે. તેમ આત્મામાં જે વિકાર, વિષયા ને કષાયા, રાગ અને દ્વેષ જે કંઇ દેખાય છે તે આત્માના સ્વભાવ નથી પણ કર્મજન્ય કષાયેાથી ઉત્પન્ન થયેલેા નક્કી રવભાવ છે.
આત્માને દ્વેષનું નિમિત્ત મળતાં દ્વેષી, રાગનું નિમિત્ત મળતાં રાગી, દ્વેષનુ નિમિત મળતાં દ્વેષી, ભાગના સાધના મળતાં ભેાગી બની જાય છે. આ મધે સ્વભાવનિમિત્તજન્ય છે. નિમિત્તજન્ય સ્વભાવ એ આપણા નથી. પણ વીતરાગ દ્વશા સમભાવ એ આપણા સ્વભાવ છે. એ કાઇ નિમિત્તથી પેઢા થયા નથી, માટે સમભાવ એ પેાતાના સ્વભાવ છે. ક્રોધનું નિમિત્ત મળતાં ક્રોધ ન આવે, રાગનું નિમિત્ત મળતાં રાગ ન થાય, તે દ્વેષનું નિમિત્ત મળતાં દ્વેષ ન થાય ત્યારે સમજી લેજો કે હું અત્યારે મારા સ્વભાવમાં છું. આવી દશા પ્રાપ્ત કરવી એ હેલ વાત નથી છતાં પ્રયત્ન કરીએ તે જરૂર આપણે આપણા સ્વભાવને પ્રાપ્ત કરી શકીએ. અભ્યાસ કરવાથી માનવ બધુ કરી શકે છે.
अभ्यासेन स्थिरं चित्तं, अभ्यासेना निल ।
अभ्यासेन परानन्दो, अभ्यासेनात्म दर्शनम् ॥
અભ્યાસથી ચિત્ત સ્થિર થાય છે. અભ્યાસથી પરમાનદ્યની પ્રાપ્તિ થાય છે. જીવને મનગમતી વસ્તુ મળી ગઈ તે તેના પ્રત્યે રાગ થાય છે ને અણગમતી વસ્તુ ઉપર દ્વેષ થાય છે. આ રીતે નિમિત્ત મળતાં સ્વભાવ બદલાય છે. જ્ઞાની કહે છે કે
સ્વભાવ વારવાર બદલાય તે સ્વભાવ આપણા નથી. એળિયાને ગમે ત્યારે વાપરે તેા કડવા લાગવાના, મરચાને ગમે ત્યારે ખાવ તેા તીખું લાગશે ને સાકરને ગમે ત્યારે ખાશે। તેા તે મીઠી લાગવાની, કારણ કે એ એને મૂળ સ્વભાવ છે. પણ જો એ વસ્તુઆમાં કોઈ વસ્તુનું મિશ્રણ કરવામાં આવે તે તે કડવાશ-તીખાશ ને મીઠાશમાં ફરક પડશે. જેવી રીતે સેાનામાં જ્યાં સુધી ખીજી કેાઈ ધાતુનુ મિશ્રણ હશે ત્યાં સુધી તેને અગ્નિમાં તપાવી નવસાર આદિ પદાર્થ નાંખતા તેમાંથી ધુમાડા નીકળશે ને કાળાશ દેખાશે, એ ધુમાડા કે કાળાશ એ સેનાની નથી. સેનુ તેા સ્વરૂપે શુદ્ધ છે. પણ બીજી ધાતુના તેમાં ભેગ થવાથી તેમાંથી ધુમાડો નીકળે છે ને કાળાશ લાગે છે. કારણ કે એ ધુમાડા કાળાશ સાનાની નથી. તેજાખ અને ખાર દ્વારા તપાવતાં તપાવતાં જ્યારે સેનું શુદ્ધ થઈ જશે ત્યારે તેનું પોતાનું શુધ્ધ સ્વરૂપ પ્રગટ થશે ને એનું સાચુ તેજ ઝગમગી ઉઠશે. તેવી રીતે આપણા આત્મા કર્મના ભારથી હળવા બનશે ને શુધ્ધ થશે તેમ તેમ તેનાં સાચા સ્વભાવ પ્રગટ થશે. એ સ્વભાવ એટલે વીતરાગ સ્વભાવ. આત્મા અત્યારે પેાતાના સ્વભાવને ભૂલી ગયા છે છતાં એ ખીજે કયાંય ગયા નથી પણ કના આવરણથી તે ઢંકાઈ ગયા છે.