________________
શારદા સરિતા
૭૩૩
તૈયાર થઈ જાય ને ચક્રવર્તિને માટે એની રસોઈ બનાવે ને તેમને જમાડે, બેલે! તમારૂં વિજ્ઞાન ગમે તેટલું આગળ વધ્યું હોય પણ એની આટલી તાકાત છે કે એક દિવસમાં અનાજ તૈયાર થઈ જાય. બત્રીસ હજાર મુગટ બંધી રાજાઓ તેમની આજ્ઞામાં હોય છે. ૩૨ હજાર દેશ, હ૨૦૦૦ નગર, ને ૯૬ કેડ ગામડાના અધિપતિ હોય છે, ૪૮ કેસ જમીનમાં એમના સૈન્યને પડાવ હોય છે, આ બધા ઉપર ચક્રવતિની સર્વોપરી સત્તા હોય છે, ચક્રવતિને ૬૪૦૦૦ રાણીઓ હોય છે, ચકવતિ રૂપ પરિવર્તન કરીને ૬૪૦૦૦ રૂપ કરી શકે છે, સ્ત્રીરત્ન પાસે હોય છે, એ સ્ત્રીરત્નમાં પણ કેટલી તાકાત હોય છે કે એક રત્નને બળવાન પુરૂષ ઘણના ઘા કરે તે પણ એ રત્નમાં તડ ન પાડી શકે તેવું રત્ન એ સ્ત્રીરત્ન ચપટી વડે ચાળીને ચૂર કરી ચક્રવર્તિના કપાળમાં તિલક કરે, એ સ્ત્રીરત્ન ખૂબ સ્વરૂપવાન ને અત્યંત સુકોમળ હોય છે. આ રીતે ખાવા પીવાની અને ભોગવવાની ઉત્તમમાં ઉત્તમ સામગ્રીઓનો ભેગવટ ચક્રવર્તિઓ કરે છે. એમના સુખનું શું વર્ણન કરવું? છતાં ચકવતિના સુખથી અધિક વૈમાનિક દેવેનું સુખ હોય છે.
વૈમાનિક દેવનું સુખ-ચક્રવર્તિ કરતાં પણ અનંતગણું સુખ વૈજ્ઞાનિક દેવને હોય છે. ચક્રવતિ ગમે તેવા સુખી હોય પણ એને માતાના ગર્ભમાં તે આવવું પડે છે કારણ કે એ મનુષ્ય છે. જ્યારે દેવેને માતાના ગર્ભમાં આવવું પડતું નથી. અત્યંત સુંદર દેવશય્યામાં ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થતાંજ દે બત્રીસ વર્ષના યુવાન હોય છે. એમનું શરીર અત્યંત તેજસ્વી હોય છે, એમના શરીરે પરસેવો થતું નથી, દુધનું તે નામ નહિ, પણ એમના શ્વાસે છવાસમાં કમળના પુષ્પ જેવી ખુબ નીકળે છે, એમના શરીરમાં કોઈ જાતને રોગ ઉત્પન્ન થતું નથી, ને આપણું શરીરમાં તે નવા નવા રેગ ઉત્પન્ન થાય છે. કેવો સુંદર વસ્ત્રાલંકારોથી સજજ હોય છે, જ્યારે જુઓ ત્યારે યુવાન ને યુવાન હોય છે, રહેવાના વિમાન રનના હોય છે, ને એ વિમાનમાં મોટા મોટા મહેલે હોય છે તેમાં દેવે વસે છે. તે રત્ન સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી હોય છે. ને પાંચેય વર્ણના રત્નો ખૂબ રમણીય હોય છે. તેને સ્પર્શ પણ સુંવાળો હોય છે. ત્યાં રત્નોને એટલો પ્રકાશ હોય છે કે અંધારૂંહેતું નથી. ત્રણે ઋતુ આનંદકારી હોય છે.
ખાવાની ઈચ્છા થાય ત્યારે સારામાં સારા સ્વાદિષ્ટ શુભ પુદ્ગલો તેમની સામે આવી જાય છે ને રૂપરૂપના અંબાર જેવી દેવાંગનાઓ સાથે ઈચ્છિત સુખ ભોગવે છે. એ સુખમાં ૫૫મ અને સાગરેપમનું આયુષ્ય પૂરું થઈ જાય છે તો પણ એને ખબર પડતી નથી. ભવનયતિ, વાણવ્યંતર અને તિષી દે પણ આટલા સુખી હોય છે. તો વૈમાનિક દેવેનું સુખ તો તેમનાથી પણ અધિક હોય છે. તેમને કમાવાની કે ગુમાવાની