________________
શારદા સરિતા
૭૩૧ જીવ સુખ-સુખ કરીને સુખની પાછળ ઝાંઝવાના નીરની માફક ફાંફા મારે છે. પણ જીવે સમજવાની જરૂર છે કે સુખ એટલે શું? અને દુખ એટલે શું? સુખ કોને કહેવાય ને દુઃખ કેને કહેવાય? જેમ કોઈ માણસ દુઃખી હતું તેને પાંચ લાખ રૂપિયા મળી જાય તે તેને ખૂબ આનંદ થાય છે ને સુખ માને છે. પુણ્યને ઉદય વધતા ૧૦ લાખ થયા એટલે તે ખૂબ આનંદ થયે. પણ કર્મવેગે પાછા પટે આવ્યો ને દશના પાંચ થયા ત્યાં શું થયું. જાણે છે ને? બેલે. પહેલા પાંચમાં આનંદ હતો ને હવે પાંચમાં દુઃખ થયું. અહીં જ્ઞાની કહે છે કે આ સુખ એ સાચું સુખ નથી પણ કાલ્પનિક સુખ છે.
કઈ માણસે એક સુંદર બંગલો બંધાવ્યું ને તેમાં રહેવા ગયા. એક વર્ષ પણ ન થયું ને વહેપારમાં ખોટ ખાઈને બંગલે વેચવાનો વખત આવ્યું. બીજે વહેપારી તેમાં રહેવા આવ્યા. હવે એ બંગલા પાસેથી પેલો માણસ પસાર થાય ત્યારે તેને દુઃખ થાય ને? આંખમાંથી આંસુ આવી જાય છે. આ બંગલે મારે હતું. જ્યારે બંધાવ્યું ત્યારે આનંદ હતો ને વેચાઈ ગયે ત્યારે દુઃખ થયું. આનું કારણ તેના પ્રત્યેને રાગ છે. બંગલો તે એનો એ જ છે ને? છતાં આમ શા માટે? તમે પાંચમે માળે બેઠા છે ને બાબ રડે છે તે અવાજ આવ્યો. તમે તરત ઉતર્યા પણ ખબર પડી કે તમારો નથી ત્યાં તમારો વાસ નીચે બેસી ગયો. કેમ આમ! બેલે. મૈત્રી ભાવની વાતો કરીએ છીએ પણ જ્યાં સુધી આ મારૂં ને આ બીજાનું. આ દિવાલ નહિ તૂટે ત્યાં સુધી મૈત્રીભાવ આવવાને નથી. એક પદાર્થમાં ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખ થાય છે. માટે જ્ઞાની કહે છે આવું સુખ ને દુઃખ ન જોઈતું હોય તે તારી દષ્ટિ બદલી નાંખ. આજે જે સુખ કે દુઃખ મળ્યું છે તે બધું તમારું માંગેલું છે. કેઈ સુખ દુઃખ આપવામાં સમર્થ નથી.
તે છેલે માનવ મેળો, ભેળે આજ થયેલે છે. જેવી દષ્ટિ તેં પ્રગટાવી તે ખેલ બને છે. જુગ જુગ જુને પ્રપંચ પડદે તારાથી પડેલે છે.
દષ્ટિને ૫ કરી જાણે તે તું સાવ છૂટેલ છે.
આ કુટુંબ પરિવાર, સુખ, દુઃખ, સંપત્તિ વિગેરે જે કાંઈ મળ્યું છે તે તારા શુભાશુભ કર્મના વેગથી મળ્યું છે. એમાં જેટલું મમવ કર્યું તેટલું દુઃખ થયું છે. જેવી આપણી દષ્ટિ હોય છે તેવા ખેલ આપણને દેખાય છે. આત્મા ઉપર કર્મોને જે પડદે પડેલે છે તે પિતાનાથી પડેલ છે. આત્મા જે ધારે તો એ પડદાને ખસેડી શકે છે.
જ્યાં કર્મોને પડદે ખસ્યો ત્યાં બધું દુઃખ પણ મટી જાય છે. આત્મા દરેક હાલતમાં આનંદ ને સુખનો અનુભવ કરી શકે છે, પણ એક વખત દષ્ટિ બદલવી પડશે. દષ્ટિ ન બદલાય તે દુઃખ ન ટળે.
શેઠનું સુખ:- સંસારમાં ગમે તેટલું સુખ હોય પણ એક દિવસ તો છેડવાનું