________________
૭૧૫
શારદા સરિતા મુનિના સમાચાર આપ્યા. એટલે ધનશ્રીએ શું કર્યું તે સાંભળો.
ધનશ્રીએ સુવર્ણના થાળમાં પૂજનની બધી સામગ્રી એકઠી કરીને નંદકને કહ્યું કે તમે બિમાર હતા ત્યારે ભગવતી નગર દેવીની મેં માનતા માની હતી કે કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉપવાસ કરી મંદિરમાં આવી તારી પૂજા કરી રાતવાસો ત્યાં રહેવું. પણ હું પ્રમાદથી એ વાત ભૂલી ગઈ અને અષ્ટમી વીતી ગઈ. એટલે ભગવતી દેવીએ મને સ્વપ્ન આપ્યું તેથી દેવીના મંદિરે જવાની રજા માંગુ છું. નંદક સ્વભાવને ભદ્રિક હતો. તેને આ દુષ્ટ સ્ત્રી શા માટે જાય છે, વળી ગામમાં ધનદેવ મુનિ આવ્યા છે તે વિષયમાં ખબર ન હતી એટલે તેણે ધનશ્રીને જવાની આજ્ઞા આપી. તેથી બે સેવકને અને પહેલાં મોકલેલી દાસીને લઈને ધનશ્રી ઉદ્યાનમાં પહોંચી. મુનિ જે વૃક્ષ નીચે ધ્યાનાવસ્થામાં ઉભા છે તેની બાજુમાં દેવીનું મંદિર હતું એટલે ધનશ્રીએ તપસ્વી મુનિને જોયાં.
ધનશ્રીએ દેવીના મંદિરમાં જઈને પૂજા કરી. પછી જમ્યા ને વિનેદ કરીને સૂઈ ગયા. પણ ધનશ્રીને ઉંઘ આવતી નથી. કારણ કે તેનું કાર્ય સિદ્ધ ન થાય ત્યાંસુધી તેને જંપ વળતો નથી.
ધનશ્રીએ કરેલ મારણાંતિક ઉપસર્ગ - મધ્યરાત્રે ધનશ્રી ઉઠીને મુનિ પાસે ગઈ. મુનિને બાળવા માટે આજુબાજુમાં લાકડા શોધવા લાગી. આ દિવસે ત્યાં એક ગાડાવાળો સારી જાતિના કાષ્ઠોથી ભરેલું ગાડું લઈને તે જગ્યાએ આવ્યું હતું. ત્યાં તેના ગાડાની ધરી તૂટી ગઈ. તે સમયે લગભગ સૂર્યાસ્તનો સમય થઈ ગયેલું હતું. એટલે તેણે વિચાર કર્યો કે હવે આ લાકડા કેઈ નહિં લઈ જાય. સવારે આવીને લઈ જઈશ. એમ વિચાર કરીને ગાડાવાળે પોતાના બંને બળદે લઈને પિતાના ઘેર ગયે. આ લાકડાથી ભરેલું ગાડું ધનશ્રીએ જોયું. એટલે ધનશ્રીના મનમાં થયું કે આ સરસ લાકડા છે. આ ગાડું ભરીને લાકડા મારા કાર્યની સિદ્ધિ માટે કઈ મૂકી ગયું લાગે છે. આનાથી એ સાધુડાને બાળી મૂકીશ એમ વિચાર કરી ગાડામાંથી લાકડા લાવીને ધનદેવ મુનિની ચારે તરફ ગોઠવી દીધા. મુનિ તો વચમાં ઢંકાઈ ગયા. પણ મુનિ તે એટલા ધ્યાનમગ્ન હતા કે બહાર શું થઈ રહ્યું છે તેની ખબર ન પડી. દુષ્ટ ધનશ્રીએ તે આગ પ્રગટાવી અને લાકડા ભડભડ બળવા લાગ્યા ત્યારે મુનિ ધ્યાનમાંથી મુકત બન્યા.
ધનમુનિની ભાવઅનુકંપા અને શુભ ભાવનાઓ :- પિતાની આસપાસ આગની જવાળાઓ પ્રગટેલી જોઇને મુનિના હૃદયમાં કરૂણુતાપ્રધાન ધ્યાનયેગ પ્રવર્તવા લાગે. નિર્મળ સ્વભાવવાળા, કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા, અનુકંપા ચિત્તવાળા, અગ્નિની જવાળામાં બળતા મુનિ વિચાર કરે છે જે મહાન પુરૂષે મહાન કષ્ટ વેઠીને, ઉપસર્ગો અને પરિષહ સહન કરીને, અદ્ભુત સમભાવ રાખીને મેક્ષમાં ગયા છે તેમને ધન્યવાદ છે. હે આત્મા ! જેજે તું ભાન ભૂલતે. આજે તારી કસોટીને દિવસ છે. મુનિ આત્મા કહે છે હે ચેતન !