________________
૭૧૮
શારદા સરિતા ધનશ્રી અંદરના રૂમમાં બેઠી હતી. આ સમયે નંદક તે બહાર ગયો હતે. એને પિતાની સ્ત્રીએ આવું દુષ્કાર્ય કર્યું છે તેની તેને ખબર પણ નથી. હવે કેટવાલ ધનશ્રીને પકડશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૮૨ આ સુદ ૬ને મંગળવાર
તા. ૨-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને !
અનંતકરૂણાનિધી કહે છે હે ભવ્ય જીવો! રાગ અને દ્વેષ એ કર્મના બીજ છે. બીજ સજીવન હશે ત્યાં સુધી એને વરસાદ આદિ અનુકૂળ સાધન મળતાં પાક થાય છે. તેમ રાગ અને દ્વેષનું બીજ સજીવન હશે ત્યાંસુધી સંસારરૂપી વૃક્ષ ફૂયું-ફાલ્યું રહેશે. રાગ બે પ્રકાર છે. એક પ્રશસ્ત રાગ અને બીજે અપ્રશસ્ત રાગ. દેવ-ગુરૂ અને ધર્મને રાગ એ પ્રશસ્ત રાગ છે. સંસારના દરેક પદાર્થો પ્રત્યેને રાગ એ અપ્રશસ્ત રાગ છે. પ્રશસ્ત રાગ એ મનુષ્યને ધર્મની રૂચી કરાવનાર છે.
આત્માને જ્યારે ધર્મ પ્રત્યે શ્રધા થાય છે ને સમકિત પામે છે ત્યારે તેને સંસાર અસાર લાગે છે. એટલે સંસારના પદાર્થો પ્રત્યે જે પ્રેમભાવ અને રસ હતું તે ઘટવા માંડે છે અને દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યે પ્રેમ વધવા માંડે છે. એટલે આત્માને સાચે ખ્યાલ આવે છે કે અત્યાર સુધી હું ભૂલ્યો, સંસારમાં રૂ ને ચોર્યાશીના ચક્કરમાં મૂળે, તેનું કારણ સંસાર સાર લાગતું હતું. હવે સમજી લે કે દેવ-ગુરૂ અને ધર્મ એ સાર છે ને સંસારરૂપ સમુદ્રમાંથી તારનાર છે. ને એનાથી મારે ઉદ્ધાર છે એમ હવે મને સમજાયું. આજ સુધી સંસારસાગરમાં ડૂબાડનાર એવા સાધનને તું રાગી બન્યું હતું. જેના રાગથી તું અનંતકાળ સંસારમાં રખડ, નરક ને નિગદમાં રૂ ને ત્યાં પારાવાર દુઃખો તેં રડી રડીને ભોગવ્યા. એક ભકત પ્રભુને પિકાર કરીને કહે છે નાથી મેં નરકમાં કેવા કેવા દુઃખ વેઠયા છે.
લબકારા કરતી કાળી વેદનાએ સહેતા સહેતા વર્ષોના વર્ષે સ્વામી મેં વીતાવ્યા ત્રાસમાં એ....અરે મલકનું જ્યાં પૂરું થયું આઉખું ત્યાં થો રે જન્મ મારે જાનવરના લેકમાં દુખડા
નરકમાં જીવ ગમે ત્યાં અનંતીભૂખ, અનંતી-તરસ, ગરમી-ઠંડી બધું પરાધીનપણે કેટલું વેઠયું છે? એ નરકમાં પરમાધામીએાએ તાડનમાડન કર્યા તે વખતે કારમી ચીસે મુખમાંથી નીકળી જતી હતી. ત્યાં કોઈ દુઃખમાં ભાગ પડાવવા નથી આવ્યું.