________________
૭૨૦
શારદા સરિતા
અનંતકાળ વીતાવ્યું. ભગવાન કહે છે હવે તારી ભૂલને સુધાર અને જીવનની દિશા બદલી નાંખ. દિશા બદલાય તે દશા બદલાય. મને તારનાર જે કઈ હોય તે દેવ-ગુરૂ અને ધર્મ છે ને એ મારા સાચા સગા છે. આ પ્રમાણે રટણ કરે અને તેના ચરણે તન-મન અને ધન સર્વસ્વ અર્પણ કરે ને એ મારા આધાર, એ મારા માલિક છે એ પ્રમાણે દઢ નિશ્ચય કરી લો જેથી તમારું સમ્યક્ત્વ દઢ થશે, નિર્મળ થશે ને વિકાસ થશે અને અંતરમાં અને પ્રકાશ થશે. અનાદિકાળથી પરિભ્રમણ કરતા આ આત્માને આજ સુધી સુગુરૂ-સુદેવ અને સુધર્મની પ્રાપ્તિ થઈ ન હતી. આ મનુષ્યજન્મ પામીને દેવેને પણ દુર્લભ વસ્તુઓ તમને મળી છે તે સમજે કે હું કે ભાગ્યવાન છું! મેક્ષે જવાની માનવભૂમિમાં મારો જન્મ થયે. જેમ માતાથી વિખૂટા પડેલા બાળકને તેની માતા મળે તે કેટલો આનંદ થાય છે. તેમ વર્ષોથી જે ભૂમિને ઝંખતો હતું તે પવિત્ર ભૂમિ ઉપર આવવાનું મને ભાગ્ય મળ્યું. જેમ કેઈના ઘરમાંથી રને ચરૂ અચાનક નીકળે તો તેને કેટલો આનંદ થાય છે. મેક્ષે જવા માટે આ અપૂર્વ રત્નોના ચરૂ સમાન દેવ-ગુરૂ અને ધર્મ મળ્યા પછી આનંદ કેમ ન થાય? પેલા ચરૂ તે ક્ષણિક છે. આ જીવન પૂરતા છે. ત્યારે ધર્મરૂપી મહાન ચરૂ તે જન્મજન્મ જીવની સાથે રહેનારે, સાથે ચાલનાર અને અંતે ભવસાગરને પાર કરાવનાર છે. આત્મકમાણી કરવાને જે શુભ અવસર મળે છે, સુંદર તક મળી છે તે ફરી ફરીને નહિ મળે. માટે પ્રમાદને ત્યાગ કરી ધર્મમાં બળ અને વીર્ય ફેરવે તે જરૂર આત્માને વિજય થશે.
આ ઉત્તમ યોગ અને સાધનસામગ્રી પ્રાપ્ત કરીને જર-જમીન અને જેરૂનો મોહ ત્યજી, પરમાત્માને ભજી, શીયળને શણગાર સજી આત્માને નિર્મળ બને. ધર્મની આરાધના કરવામાં જરા પણ પ્રમાદ ન કરશે અને ધર્મની વિરાધનાથી દૂર રહેજે. સમકિતદષ્ટિ આત્મા વિરાધનાને ઝેર સમજી એનાથી સદા દૂર ભાગે. મારી ઉત્તમ આરાધના રૂપી અમૃતમાં જે વિરાધના રૂપી વિષનું ટીપું પડી જશે તે મારું અમૃત વિષમાં પરિણમશે. એવો કેણ મૂર્ખ હેય કે વર્ષોથી ધર્મની આરાધના કરી મૂડી ભેગી કરી અને વિરાધનામાં પડીને મૂડીને મૂળમાંથી સાફ કરી નાંખે! અંતે પસ્તાવાને વખત આવે. માટે સમજીને સમયને ઓળખી સાવધાન બને. આચારાંગ સૂત્રમાં ભગવાન કહે છે કે તi નાહિં વંgિ / જે માણસ સમયને ઓળખે તેનું નામ પંડિત. અર્થ અને કામની સાધના તે ભભવ કરી પણ તેનાથી કંઈ વળ્યું નહિ ને માનવજીવનને પામીને હારી ગયા. જ્ઞાની કહે છે કે અર્થ એ તો અનર્થનું મૂળ છે. એક ઉદાહરણ દ્વારા આપને સમજાવું.
એક વખત ચાર મિત્રે મુસાફરી કરવા નીકળ્યા. ફરતા ફરતા એક જંગલમાં આવ્યા. રાત પડી ગઈ તેથી ત્યાં રોકાવાનું નકકી કર્યું કે ચારે જણુએ વારાફરતી જાગવું, કારણ કે અટવી છે. કેઈ લૂંટી ન જાય માટે. જુઓ એક સામાન્ય