________________
૭૦૮
શારદા સરિતા ત્યાં પક્ષીઓના માળા હતા. એક માળામાં બાજ પક્ષીઓ મુકેલે લેયસારા રત્નાવલી હાર તેણે જોયે. તેણે તે હાર લીધે ને વિચાર કર્યો કે ગમે તેમ કરીને શ્રાવસ્તીનગરીના રાજાને પહોંચાડી દઉં. એટલે ધનદેવ પાછો શ્રાવસ્તીનગરી તરફ ચાલે. આ તરફ ધનદેવે જે રાજપુરૂષને પાછા મોકલ્યા હતા તે ત્યાં પહોંચી ગયા ને બનેલો સર્વ વૃતાંત કહી સંભળાવ્યું. ત્યારે રાજા કહે છે તમે એવા ઉત્તમ પુરૂષ રત્નને અધવચ મૂકીને શા માટે આવ્યા? એના કિમતમાં દુઃખ લખાયેલું લાગે છે એટલા માટે તે મેં તમને મોકલ્યા હતા. એણે ભલે ના પાડી. પણ તમે શા માટે પાછા આવ્યા. જાવ. જ્યાં સુધી એ પવિત્ર પુરૂષને સાથે લઈને ન આવે ત્યાં સુધી શ્રાવસ્તીનગરીમાં તમારે પ્રવેશ કરે નહિ એમ કહી તેમને નગરમાંથી બહાર કાઢી મુક્યા. તેઓ ધનદેવને શોધવા લાગ્યા. ધનદેવ પણ આ નગર તરફ આવી રહ્યો હતો. શોધતાં શોધતાં તે પ્રિયમેલક નામના ગામમાંથી મળી ગયો. રાજપુરૂએ પિતાને બધા વૃતાંત ધનદેવને કહી સંભળાવે ને ધનદેવે તેનો વૃતાંત રાજપુરૂષને કહી સંભળાવ્યો. બધા થોડા દિવસમાં શ્રાવસ્તીનગરીમાં પહોંચ્યા ને રાજાને મળ્યા. ધનદેવને જોઈને રાજાને બ આનંદ થયો. તેણે સર્વ હકીકત રાજાને કહીને રત્નાવલી હાર બતાવ્યું. રાજા ખબ આશ્ચર્ય પામતાં બોલ્યા-અહો ! કર્મની કેવી વિચિત્રતા છે. જે બન્યું તે ખરું પણ હું ઉત્તમ પુરૂષ હવે આ હાર હું તમને અર્પણ કરું છું. ધનદેવે ના કહી છતાં રાજાએ તેને હાર આપી દીધું. થડા દિવસ રહીને તેણે જવાની આજ્ઞા માંગી.
માતા-પિતાનું મિલન - ધનદેવને જવાની તીવ્ર ઈચ્છા હતી એટલે રાજાએ આજ્ઞા આપી અને તેને અનેક પ્રકારની વહેપારની સામગ્રીઓ, ઝવેરાત, ધન બધું વહાણમાં ભરી આપ્યું ને કહ્યું ધનદેવ ! આ રાજ્ય તમારૂં છે. આપને જ્યારે જરૂર પડે ત્યારે પાછા આવજે. ધનદેવ સારા શુકને વહાણમાં બેસી રવાના થય ને થડા દિવસમાં તે સુશમનગરમાં આવી પહોંચ્યા. પુત્ર આવ્યાના સમાચાર સાંભળી ધનદેવના માતા-પિતાને, અને તેના કુટુંબીજનેને ખૂબ આનંદ થયો. ખૂબ ઠાઠમાઠથી તેના માતા-પિતાએ તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. ઘેર આવી ધનદેવે તેના માતા-પિતાના ચરણમાં પડીને વંદન કર્યા. માતાપિતા કહે છે બેટા! તું આવ્યું ને ધનશ્રી તથા નંદક કેમ નથી આવ્યા ? ત્યારે કહે છે એ તે મારાથી પહેલા આવ્યા છે. શું અહીં નથી આવ્યા ત્યારે માતાપિતા કહે છે એ અહીં તે નથી આવ્યા પણ તેમના કાંઈ સમાચાર પણ નથી આવ્યા. ત્યારે ધનદેવે સર્વ હકીક્ત માતાપિતાને કહી. માતા-પિતા કહે છે એવી સ્ત્રીની આપણે જરૂર નથી. બેટા! તું કહે તેવી કન્યાને ફરીને પરણાવીશું ત્યારે ધનદેવ કહે છે હે માતા-પિતા! આ સંસાર માત્ર સ્વાર્થને ભરેલો છે. કેઈના પ્રત્યે મારાપણું કરવા જેવું નથી. મારે ફરીને લગ્ન કરવું નથી. એમ