________________
૭૧૦
શારદા સરિતા ધનદેવને મારી નાંખવાની ઔષધિને પ્રગ બતાવ્યા હતા તે દાસીને બેલાવીને કહ્યું
' હે દાસી ! આ સાધુ ગૌચરી વહેરીને જાય ત્યારે તું ગુપ્ત રીતે તેની પાછળ જા અને એ કયાં રહે છે તેની પૂરી તપાસ કરીને તું મને સમાચાર આપ. હવે દાસી તપાસ કરવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૮૧ આ સુદ ૫ ને સેમવાર
તા. ૧-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેનો!
આત્મસ્વરૂપની પિછાણ વિના જીવાત્મા અનંતકાળથી ભવસમુદ્રમાં ગોથા ખાઈ રહ્યો છે. આત્મા જે સ્વભાવના ઘરમાં આવી જાય તે આ સંસારરૂપી સમુદ્ર તરી જતાં વાર નહિ લાગે. આત્માની કિંમત તેના સ્વભાવમાં છે. આત્મા જે તેના સ્વભાવને છોડી વિભાવમાં પડી જાય તેની કંઈ કિંમત નથી. જેમ સાકરમાં ગળપણ છે તે તેની કિંમત છે. જે સાકરમાંથી ગળપણ ચાલ્યું જાય છે તેની કિંમત નથી. સાકરના કેથળા ને કેથળા ઘરમાં ભરેલા હોય પણ જો તેમાં તેને ગુણ ગળપણ ન હોય તો તેને કઈ માટીની જેમ ઘરમાં રાખવા તૈયાર ન થાય તેવી રીતે આત્મા પોતાના સ્વભાવમાં ન હોય તે તેની કંઈ કિંમત રહેતી નથી. આત્માને સ્વભાવ આત્માથી જુદું પડતું નથી. ગમે તેટલે કાળ વીત્યે ને ગમે તેટલે કાળ વીતશે તો પણ આત્માને સ્વભાવ આત્મામાં છે.
આપણે આત્મા મહાન શક્તિશાળી છે. અનંતજ્ઞાન, અનંતદર્શનશકિત તેનામાં રહેલી છે. કારણ કે જ્ઞાન અને દર્શન એ આત્માના અસાધારણ ગુણ છે. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન-દર્શન રહેલા છે. ને જ્યાં જ્યાં જ્ઞાન-દર્શન છે ત્યાં ત્યાં આત્મા છે. નિદમાં પણ અક્ષરને અનતમે ભાગ ખુલ્લે છે. નંદીસૂત્રમાં કહ્યું છે કે –
"सव्व जीवाणं पि यणं अक्खरस्स अणंत भागो निच्चुघाडिओ। जइ पुण सोऽवि आवरिज्जा तेणं जीवो अजीवत्तं पाविज्जा-सुठुवि मेह समुद्दए होइ पभा चंदसराणं।"
અક્ષરને અનંત ભાગ પણ જે ખુલ્લે ન રહે તે જીવ અજીવપણું પામી જાય. જેમ આકાશમાં ગમે તેટલા વાદળા છવાઈ, સૂર્યને ઢાંકી દે તે પણ રાત્રી જે અંધકાર છવાતું નથી. તેમ આત્મા ઉપર ગમે તેટલા આવરણ આવે તે પણ અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન ઢંકાતુ નથી. જ્ઞાન-દર્શનગુણે આત્મા સિવાય બીજી કઈ વસ્તુમાં રહેતા નથી. કારણ કે આત્મા ચેતન છે અને તે સિવાયની તમામ વસ્તુઓ જડ છે, છતાં જડના સંગે અનંતશકિતને અધિપતિ એ આત્મા ભાન ભૂલી ગયા છે ને તેના કારણે નરક-નિગદ આદિ રાશી લાખ જીવાનિમાં પરિભ્રમણ કરી રહે છે.