________________
શારદા સરિતા
૦૯ વાત કરે છે ત્યાં શું બને છે –
ગામમાં વાત ફેલાઈ કે નગરની બહાર સિધ્ધાર્થ નામના ઉદ્યાનમાં એક મહાજ્ઞાની યશોધર નામના આચાર્ય પધાર્યા છે. ધનદેવ તરત ત્યાં આવ્યું. મુનિને વંદન કરી તેમને ઉપદેશ સાંભળી વૈરાગ્ય પાપે ને ઘેર આવીને માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માંગી. માતા-પિતા કહે છે દીકરા! આટલી બધી સંપત્તિ કેણ ભગવશે? તું એક વાર લગ્ન કરી લે. એક પુત્ર થાય પછી દીક્ષા લેજે. ખૂબ સમજાવ્યું પણ ધનદેવે ચોખ્ખી ના પાડી દીધી. છેવટે માતાપિતાએ તેને આજ્ઞા આપી અને તેને પણ દીક્ષાના ભાવ જાગ્યા. પણ પહેલાં પોતાના પુત્રની પાસે ખૂબ દાન અપાવ્યું ને પુત્રને આશીર્વાદ આપ્યા કે હે દીકરા! તું સંયમ લઈને ગુરૂની આજ્ઞા પાળી શીધ્ર ભવસાગર તરી જા એ અમારા અંતરની ઈચ્છા છે.
ડોરા ડાલ મુહપત્તિ મુખ બાંધી, પ્રાણ રક્ષા કાજ, લેય પાતરે રજોહરણ વસ્તર, સંયમ કા સાજ, માતા-પિતા સુત શુભ મુહૂર્ત મેં તમને અને મહારાજ હોતા,
મોઢે મુડપત્તિ બાંધી, હાથમાં રજોહરણ લઈ, સંયમને વેશ પહેરી ત્રણે ભવ્યાત્માઓએ યશોધર મુનિ પાસે દીક્ષા લીધી. ધનદેવમુનિ સંયમમાં ખૂબ મસ્ત રહે છે. ગુરૂને વિનય ખૂબ કરે છે. એમ કરતાં અગિયાર અંગનું જ્ઞાન મેળવી ધનદેવમુનિ ગીતાર્થ બની ગયા. તપ પણ ખબ કરે છે ને ખબ ગુણવાન મુનિ બન્યા. ગુરૂને વિનયપૂર્વક વંદન કરીને કહે છે ગુરૂદેવ! આપની છત્રછાયામાં રહેવાથી મને કષ્ટ પડતું નથી. આપને મારામાં યોગ્યતા લાગે તો મને એકલા વિહાર કરવાની આજ્ઞા આપો તે મારા પાપકર્મો ખપે. ગુરૂએ ધનદેવ મુનિની યેગ્યતા જોઈ એકલા વિચરવાની આજ્ઞા આપી એટલે વિચરતાં વિચસ્તાં કૌશાંબી નગરીમાં પધાર્યા.
ધનદેવને સમુદ્રમાં ફેંક્યા પછી ધનશ્રી અને નંદક કૌશાંબી નગરીમાં અહો જમાવીને રહેતા હતા. ત્યાં વેપાર કરતા હતા ને ખૂબ આનંદથી રહેતા હતા. નંદકે તેનું નામ બદલીને સમુદ્રદત્ત રાખ્યું હતું. ધનદેવ મુનિ ગૌચરીને સમય થતાં ગામમાં ગૌચરી માટે નીકળ્યા છે. ગામમાં ગૌચરી કરતાં કરતાં ધનશ્રીના ઘરમાં આવ્યા. ગૌચરીને સમય વીતી ગયો હતો એટલે ધનશ્રીએ કહ્યું–મહારાજ! અહીં તે ભેજનપાણી પતી ગયા છે. આ૫ બીજા ઘરમાં જાવ. બાઈનું બિલકુલ મન ન હતું એટલે એ તરત પાછા ફર્યા. પાછા ફરતાં ધનશ્રી એમના સામું ધારી ધારીને જોઈ રહી. તેને લાગ્યું કે નક્કી આ ધનદેવ છે એટલે એના પ્રત્યે દ્વેષ જાગ્યે, અહો! આ પાપીને મેં ઔષધી ખવડાવી. તેથી શરીર તો જીર્ણ થઈ ગયું હતું એવી સ્થિતિમાં મેં દરિયામાં ફેંકી દીધે તે પણ હજુ જીવે છે ને સાધુ બનીને બેસી ગયો છે. હવે તે કઈ પણ ઉપાય કરીને તેને મારૂ. સાધુપણામાં છે એટલે તેમને કેવી રીતે મારવા તે વિચાર કરવા લાગી. તરત તેણે