________________
ક
શારદા સરિતા
વ્યાખ્યાન નં. ૮૦ આ સુદ ૪ને રવિવાર
તા. ૩૦-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને!
- શાસ્ત્રકાર ભગવંત જગતના જીને સમજાવે છે કે હે આત્માઓ! તમે બધા સુખના અભિલાષી છે. રાત-દિવસ સુખને ઝંખે છે અને તે સુખ મેળવવા માટે દેડા દેડી કરી રહ્યા છે. પણ સાચું સુખ કયું છે તે સુખ કેવી રીતે મળે છે તે સમજ્યા વિના સાચા સુખની પ્રાપ્તિ થતી નથી. જેને તમે સુખ માની રહ્યા છે તે સુખ નહિ પણ સુખાભાસ છે. આત્માના સુખ આગળ તે સુખે કંઈ વિસાતમાં નથી.
શાસ્ત્રકાર ભગવંતે આત્માના સુખ અને ભૌતિક સુખની તુલના કરતાં જણાવે છે કે ચૌદ રાજલેકમાં રહેલા દરેક આત્માનું ભૂગજન્ય- પૌદ્ગલિક સુખ એકઠું કરવામાં આવે અને બીજી બાજુ જે આત્મિકસુખની લહેજત માણે છે તેવા સિધ્ધ ભગવંતોનું સુખ મૂકવામાં આવે તે ચૌદ રાજલોકના સમગ્ર જીવનું સુખ અનંતમે ભાગે પણ નહીં આવે. એ સુખની લહેજત તે અનુભવવાથી માણી શકાય છે. કેઈ કહે તેનું વર્ણન કરી બતાવો. તે આચારાંગ સૂનમાં કહ્યું છે કે “બાય ચં નથિ!” તે સુખની ઉપમા અપાય તેવા કોઈ શબ્દ નથી. સામે તેના સમાન બીજી કઈ વસ્તુ વિદ્યમાન હોય તેની ઉપમા અપાય. તમે છાશ ખાવ છો ત્યારે છાશ જે મીઠી હોય તે કહે છે કે છાશ દૂધ જેવી મીઠી છે. પણ જેની સામે બીજી કોઈ વસ્તુ ન હોય ત્યાં તેની ઉપમા અપાય? શૂન્યને શૂન્ય સાથે ભાગાકાર કરશે તે શું આવશે? શૂન્ય આવશે, તેમ તમે પણ સુખ નથી તેને સુખ માનીને દેડી રહ્યા છે. એ તમારા સુખે શૂન્ય જેવા છે. ભૌતિક સુખની આત્મિક સુખ સાથે કલ્પના કરી શકાતી નથી.
આ સંસારનું સુખ કાલ્પનિક, ભમપૂર્ણ અને તુચ્છ છે છતાં એમ માની બેઠા છે કે એ સાચું સુખ છે. જેમ નાના બાળકે પિતાને અંગુઠો ચૂસતા હોય છે તે તેને છોડાવવા પ્રયત્ન કરે છે પણ તે છોડતા નથી, કારણ કે તેમાં દૂધને સ્વાદ આવે છે એ તેને ભ્રમ હોય છે. પણ ખરેખર સમજે તે પિતાની લાળ મળતી હોય છે. આ રીતે સાચું સુખ કોને કહેવાય અને આત્માના સુખ આગળ ભૌતિક સુખ શૂન્ય જેવું છે તે વાતની ઘડ તમને જ્યારે બેસશે ત્યારે આત્માનું સુખ પ્રાપ્ત કરી શકશે. સંસારને એક પણ પદાર્થ ધન-વૈભવ-સત્તા-પુત્ર-પત્ની વિગેરે સુખનું સાધન નથી. એ પદાર્થો જેમ જેમ મળતા જાય છે તેમ તેમ સુખ વધવાને બદલે દુઃખ વધતું જાય છે. જે તેમાં સુખ હોત તો મહાન પુરૂષ છોડીને શા માટે જાત? આ વાત ખૂબ વિચારવા જેવી છે. જો તમે સ્થિર અને શ્રદ્ધાવાન બનશે તે બીજાને પણ આ માર્ગમાં સ્થિર બનાવી શકશે પણ બાપ ન સમજતું હોય તો બેટાને ક્યાંથી સમજાવી શકે કે દીકરા!