________________
શારદા સરિતા
૭૮૫ "तए णं तं जमालि खत्तिय कुमारं अम्मापियरो जाहे नो संचाएति विसयाणुलोमाहि य विसयपडिकुलेहिं य बहूहि आधवाहिं य पन्नवणाहि य आधवित्तए वा जाव विनवत्तिए वा ताहे अकामाई चेव जमालिस्स खत्तियकुमारस्स निक्खमणं अणुमन्नित्था।"
જ્યારે જમાલિક્ષત્રિયકુમારને તેના માતા-પિતાએ વિષયને અનુકૂળ તથા વિષયને પ્રતિકૂળ એવી ઘણી ઉકિતઓ, પ્રજ્ઞપ્તિઓ સંજ્ઞપ્તિઓ અને વિનંતીઓથી કહેવાને, સમજાવવા પ્રયત્ન કર્યા પણ છેવટે પુત્રને સમજાવવા સમર્થ ન થયા ત્યારે અનિચ્છાએ માતાપિતાએ પુત્રને દીક્ષાની અનુમતિ આપી.
જ્યારે સંતાન સંયમ લેવા તૈયાર થાય છે ત્યારે તેના માતા-પિતા અને કુટુંબીજને તેની કસોટી કરવામાં બાકી મૂકતાં નથી. પણ દઢ વૈરાગી ગમે તેવી કસોટી આવે તે પણ પીગળતે નથી ને પ્રલોભનમાં લલચાતું નથી. છેવટે તો વૈરાગીની છત થાય છે. માતા-પિતાને અંતે રજા આપવી પડે છે. અહીં જમાલિકુમારની જીત થઈ અને માતા-પિતાને આજ્ઞા આપવી પડી. હે પુત્ર! તારી ઈચ્છા દીક્ષા લેવાની છે. તું કઈ રીતે રેકાય તેમ નથી તે અમે તારો દીક્ષા મહોત્સવ ઉજવીશું.
જમાલિકુમારને માતાની આજ્ઞા મળી ગઈ. જેને જે માર્ગે જવું હોય તે તેની ઈચ્છા પૂર્ણ થાય એટલે અપૂર્વ આનંદ આવે છે. જમાલિકુમારને આનંદનો પાર નથી. હવે માતા-પિતા શું કહે છે - "तए णं तस्स जमालिस्स खत्तियकुमारस्स पिया कोडुंबिय पुरिस सदावेई सद्दावित्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया खत्तियकुंडगाम नयरं सभिंतर बाहिरियं आसिय संमज्जि ओवलित्तं जहा उववाइए जाव पच्चविणंति ।"
ત્યારપછી જમાલિકુમારના પિતાએ પોતાના કૌટુંબિક પુરૂષને બેલાવ્યા અને કહ્યું હે દેવાનુપ્રિય! શીઘ્રમેવ ક્ષત્રિયકુંડનગરની બહાર અને અંદર પાણીથી છંટકાવ કરાવો ને વાળીને સાફ કરી અને લીપાવે. આ પ્રમાણે કરીને મને મારી આજ્ઞા પાછી સોંપે. જેમ ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે તેમ બધું વર્ણન શાસ્ત્રકાર કહે છે એમ અહીં સમજી લેવું.
હવે અહીં કૌટુંબિક પુરૂષોએ આ રીતે આજ્ઞા કરી છે, તે પ્રમાણે કરીને રાજાની આજ્ઞા પાછી સોંપશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્રઃ-ધનદેવને વિચારધવલ રાજાએ ખૂબ આગ્રહ કરીને એક મૂલ્યવાન આભૂષણ ભેટ આપ્યું ને કેટલાક માણસને તેની સાથે મોકલ્યા. જેથી ફરીને સુશમનગર પહોંચતા કોઈ જાતની તકલીફ ઉભી ન થાય. રાજાની આજ્ઞા લઈ રાજપુરૂષો સાથે ધનદેવ જવા તૈયાર થયે.
“સુશર્મનગર તરફ પ્રયાણુ”:- રાજાની રજા લઈ ધનદેવ સુશમનગર તરફ