________________
શારદા સરિતા
દેહ જોઈને રાજી થનારાઓને એ ખ્યાલ નથી કે આ શરીર ઉપર ચામડીનું પડ ન હોય તો કેવું દેખાય તે રીતે સંસારમાં પણ પુણ્યને ઓછાડ બીછાવેલ છે ત્યાંસુધી તમને સુંવાળ ને સારી લાગશે. માટે જીવનમાં ધર્મની ખાસ જરૂર છે.
લીંબડીમાં એક ભાઈ સ્કૂલના હેડમાસ્તર હતા. તે ધર્મ-કર્મને ન માનતા પુદ્ગલની વાત તે હવામાં ઉડાવી દેતા. કેઈ એને કહે કે શુભ અને અશુભ પુદ્ગલો પણ આત્મા ઉપર અસર કરે છે. દરેક જગ્યાએ પુદગલેની અસર પડે છે. ત્યારે તે કહી દેતા કે હું પુગલને કંઈ માનતો નથી. એક વખત એક જૈન મુનિને કેઈએ કહ્યું કે તમે આ હેડ માસ્તરને સમજાવો. ત્યારે મહારાજે કહ્યું એને અહીં લઈ આવે. તેમને ઉપાશ્રયે લાવવામાં આવ્યા. મહારાજની સાથે ઘણી ચર્ચા કરી પણ માન્યા નહિ. એ ઉપાશ્રયમાં એક સ્વાધ્યાયનો રૂમ હતો. એ રૂમમાં સ્વાધ્યાય. ધ્યાન સિવાય તો બીજી પ્રવૃત્તિ કરતા નહિ. મનમાં હેજ પણ કષાયને કણીયે પ્રવેશેલો હોય તે સંતો એ રૂમમાં પગ મૂકતા ન હતા. એકાંત સ્વાધ્યાય-વાંચન અને ધ્યાનના પુદ્ગલો એ રૂમમાં વિખરાયેલા હતાં એટલે ત્યાં જે કઈ જાય તેને આત્માના વિચારો આવતા હતા એવું પવિત્ર વાતાવરણ હતું. મહારાજ કહે છે ભાઈ! બીજું કંઈ ન માને તે કાંઈ નહિ પણ આ રૂમમાં જઈને એક કલાક બેસે. તમારા મનમાં ગમે તેવા અશુભ વિચારોનું આંદોલન હશે તે પણ ત્યાં એવા શુભ પુદગલે પડેલાં છે કે તમે એવા વિચાર કરી શકશે નહિ. એ ભાઈને એ રૂમમાં બેસાડયા તો એના મનમાં અશુભ વિચારની ધારા ચાલી રહી હતી તે શુભ બની ગઈ. જ્ઞાન-ધ્યાનના વિચારો આવવા લાગ્યા. કલાક પછી બહાર આવ્યું ત્યારે મહારાજે પૂછયું કેમ શું થયું ? માસ્તરે કહ્યું આપની વાત સાચી છે. પુગલે પણ અસર કરે છે. એ નાસ્તિક આસ્તિક બની ગયે.
જૈન શાસનમાં પુદગલ પરિણામની અસર ખૂબ માની છે અને તે સત્ય છે. આપણાં રહેઠાણની આજુબાજુમાં લીંબડાના ઝાડ હોય તે વાતાવરણ સારું રહે છે ને આંબલીના ઝાડ હોય તે વાતાવરણ જોઈએ તેવું સારું રહેતું નથી. તે રીતે સજ્જનના સંગથી આપણું વિચારે સારી રહે છે અને દુર્જનના સંગથી આપણે વિચાર બગડી જાય છે. ડકટરે પણ ચેપી રોગવાળા દદીને અડયા પછી હાથ ધંઈ નાંખે છે. કેમકે ખરાબ પગલે અસર ન કરે. ધર્મસ્થાનકમાં મહાન પુરૂષોના પવિત્ર વાતાવરણની સુરભિ હોય છે. ત્યાં વિચારની શુદ્ધિ રહે છે. આજે ઘણું લોકો કહે છે કે મનમાં પરમેશ્વર છે પછી ઉપાશ્રયે જવાની શી જરૂર છે? મન ચંગા તે કથરોટમાં ગંગા. પણ ધર્મસ્થાનકમાં મહાન પુરૂષના શુભ પગલેની અસર ઘણી સુંદર થાય છે. જે રૂમમાં પ્રચંડ કેધી રહેતો હોય ત્યાં કેધના વિચારો આવે છે. પાણીપતના મેદાનમાં હાથમાં તલવાર લેવાના વિચારો આવે છે. શું પુણની અસર નથી થતી? પરદેશમાં એક