________________
૬૮૬
શારદા સરિતા આ હાર કયાંથી લાવ્યું છે? ત્યારે ધનદેવ કહે છે:
એક વખત વહાણમાં બેસી હું મહાકટાક કીપે ગયા હતા. ત્યાં મેં આ હાર ખરીદેલો છે. પાછા ફરતાં દરિયામાં મારું વહાણ ભાંગી ગયું એટલે મારા કર્મગે મારી પાસે ફકત આ હાર રહ્યો છે. ફરીને મંત્રીએ પૂછ્યું કે તે આ હાર કયારે ખરીદ કર્યો? ત્યારે ધનદેવ કહ્યું કે એક વર્ષ પહેલાં ખરીદેલ છે. ત્યારે મંત્રીએ વિચાર કર્યો કે કુંવરી પાસે બે મહિના પહેલાં આ હાર હતો. કુંવરીને ગયા હજુ બે મહિના પણ નથી થયા અને આ એમ કહે છે કે મેં બાર મહિના પહેલા ખરીદેલો છે એ વાત
ગ્ય નથી. પહેલાં તે એણે કહ્યું હતું કે મારી પાસે કંઈ નથી ને આ હાર તેની પાસેથી નીકળે. વળી એ કહે છે કે બાર મહિના પહેલાં ખરીદ છે ત્યાં પણ ખોટું બોલે છે. કારણ કે બે મહિના પહેલા તે કુંવરી પાસે હાર હતો. માટે આ માણસ ઠગારો ને જૂઠું બોલનારે લાગે છે. આને વિશ્વાસ કરવા જેવો નથી. માટે હવે રાજાને આ વાતની જાણ કરું. એટલે રાજાને મંત્રીએ બધી વાત કરી. આ સાંભળી રાજાને ખૂબ દુઃખ થયું. રાજાએ હાર જે. ભંડારીને બતાવ્યું. દરેકે હાર ઓળખી લીધું કે કુંવરીને હાર છે નકકી. આણે મારી કુંવરીને મારી નાંખી હશે. રાજાને ખૂબ ક્રોધ આવ્યું. પણ રાજા ન્યાયી હતા એટલે તેમણે ફરીને પૂછયું. ભાઈ ! આ હાર મારી કુંવરીને છે માટે તું સત્ય હકીક્ત હોય તે કહે, ત્યારે પણ ધનદેવે પહેલાની માફક જવાબ આપે એટલે રાજાને તેના ઉપર ખૂબ કેલ આવ્યો ને તેને વધ કરવાની આજ્ઞા કરી. પછી તેના શરીર ઉપર મેશ ચોપડી દીધી. માથે ઘાસના તણખલા નાંખ્યા. આ બધું જેને ધનદેવ વિચાર કરે છે અહો! કર્મની કેવી બલીહારી છે. કર્મ કઈને છોડનાર નથી. બસ, હવે તે સમભાવે સહન થાય તેટલું સહન કરવું છે. પણ મનમાં એક દુઃખ થાય છે કે એક વખત મારા માતા-પિતાને ભેગા થયે હેત તે સારું થાત. પત્ની તે દુષ્ટ નીકળી. મને દરિયામાં ધકકો માર્યો પણ મારા માતા-પિતા વિયોગે ઝૂરતા હશે. પણ શું થાય? મારે એમની સાથે વિગ લખા હશે. હવે ધનદેવને ગધેડા પર બેસાડે ને ફૂટેલું ઢેલ વગાડવા લાગ્યા ને આખા ગામમાં ફેરવીને વધ કરવા માટે લઈ જાય છે.
વહ માલા લટકાઈ વાંસ પર અનુચર આગે ચાલે, બેલ રહા જે ચેરી કરેગા, ઉસકી મૌત અકાલે, હુએ ઇકઠું જગહ જગહ પર લોક દેખને વાલે હ તા તુમ
હારને વાંસ ઉપર લટકાવીને અનુચરે આગળ ચાલતા હતા ને જાહેર કરતા હતા કે આ પાપી દુષ્ટ કુંવરીના ત્રલક્યસારિક નામના રત્નાવલીકારને લૂંટીને કુંવરીને