________________
શારદા સરિતા
૬૮૯ પર્યાયે જાણવાનું સામર્થ્ય રહેલું છે. આત્માનું સાચું સ્વરૂપ અને અનંત ગુણની પ્રાપ્તિ કેવળ જ્ઞાનમાં રહેલી છે. તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉત્તમમાં ઉત્તમ જે કોઈ સાધન હોય તે તે સંયમ માર્ગ છે.
આત્માના સામર્થ્યને મેળવવા માટે સંસારનું સાચું સ્વરૂપ જીવને સમજાઈ જવું જોઈએ. સંસારના સ્વરૂપને ઓળખાવનાર ભગવતે તેમજ એમના બતાવેલા માર્ગને અનુસરનાર ધર્મગુરૂઓ અને કેવળી-પ્રરૂપેલ ધર્મ પણ સમજાઈ જ જોઈએ. આ દેવ-ગુરૂ અને ધર્મનું સ્વરૂપ જીવને યથાર્થ રીતે સમજાઈ જાય તે મેહમાં ફસાય નહિ અને કદાચ ફસાઈ જાય તે તેને એમ લાગે કે હું આ કેદમાં ફસાઈ ગયો છું. સંસારમાં રહેવા છતાં તેને મઝા કે આનંદ ન હોય.
જમાલિકુમારને સંસારનું યથાર્થ સ્વરૂપ સમજાઈ ગયું છે. દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે રાગ થયો છે. એટલે હવે તેમની માતા ગમે તેટલું સમજાવે, ને સંસારના લાખો પ્રભને આપે તો પણ તેમાં લોભાય તેમ નથી. એની માતાએ કહ્યું હે દીકરા ! તારે સંયમમાં સૂઝતા આહાર-પાણીની ગવેષણ કરવી પડશે. બેંતાલીશ તથા છ— દોષ ટાળીને આહાર મળશે તે લેવાશે. ગમે તેટલી ભૂખ લાગી હશે તો પણ દેષિત આહાર . ગ્રહણ કરાશે નહિ. હજુ આગળ શું કહે છે – "तुमं सि च णं जाया सुह समुचिए, नालं सीयं नालं उण्हं नालं खुहा, नालं पिवासा, नालं चोरा, नालं बाला, नालं दंसा, नालं मसगा, नालं वाइय-पित्तिय, संभिम, संनिवाइए, विविह रोगायके, परिसहोवसगे उदिने अहियासेतए तं नो खलु जाया! अम्हे उ इच्छामो तुब्भं खणमपि विप्पओगो तं अच्छाहि ताव जाया ! जाव अम्हे जीवामो तओ पच्छा अम्हेहिं जाव पव्वइहिसि ।। | હે મારા લાડીલા દીકરા ! તું તે સુખમાં ઉછરેલા અને સુખને ગ્ય છે. તું સંયમના કષ્ટ નહિ વેઠી શકે. સંયમ લે એ મેરૂ પર્વતને ભાર ઉપાડવા જેવું છે. તું સુકમળ છે, તું ઉનાળાની ધગધગતી ગરમી અને શિયાળાની કડકડતી ઠંડી સહન કરવાને સમર્થ નથી. અહીં તે ઠંડી લાગે ત્યારે ગરમ કપડા અને પૂરતું પાથરવા અને ઓઢવાનું મળે છે. ગરમીમાં મુલાયમ વસ્ત્રો મળે છે એ ત્યાં નહિ મળે. ભૂખ અને તરસ સહન કરવાની તારી શકિત છે? સચેત પાણીને સ્પર્શ પણ નહિ કરાય. અચેત પાણી મળશે તે પીવાશે. ડાંસ-મચ્છર કરડશે. વાત-પિત્ત અને કફના પ્રકોપથી ઉભા થતાં વિવિધ રોગો-વ્યાધિ સહન કરવાનું તારું શું ગજું? મુનિને આ બધું સહન કરવું પડે ને તું તે અતિ સુકમળ છે. માટે અમારી ઈચ્છા છે કે તું ઘરમાં રહે. ક્ષણવાર અમે તારે વિયેગ સહન કરવા ઈચ્છતા નથી. જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી તું અમારી સાથે રહે. અમારા કાળધર્મ પામ્યા પછી તું શ્રમણ ભગવાન મહાવીર પાસે