________________
૬૯૮
શરદા સરિતા ચારિત્ર અંગીકાર કરજે. જમાલિકુમારને વૈરાગ્ય દઢ છે એટલે માતાના બેલની એને જરા પણ અસર થઈ નહિ અને હવે માતાને શું કહે છે. "तए णं से जमालि खत्तिय कुमारे अम्मापियरो एवं वयासी तहा विणं तं अम्मयाओ जं णं तुम्भे मम एवं वदह, एवं खलु जाया निग्गंथे पावयणे सच्चे अणुत्तरे केवले तं चेव जाव पव्वइहिसि एवं खलु अम्मवाओ! निग्गंथे पावयणे कोवाणं कायराणं का पुरिसाणं इह लोगं पडिबध्धाणं, परलोग परंमुहाण विसय तिसियाणं दुरणुचरे पागयजणस्स धीरस्स निच्छियस्स ववसियस्स नो खलु एत्थकंचिवि दुक्करं करणयाए तं इच्छामिणं अम्मयाओ! तुन्भेहि अब्भणुनाए समाणे समणस्स भगवओ महावीरस्स जाव पव्वइत्तए।"
હે માત-પિતા! તમે મને નિગ્રંથ પ્રવચનની કઠીનાઈ કહી એ તે શક્તિહીન કાયર હલકા પુરૂષો માટે કઠીન છે. જે માત્ર આલેકની સુખ સગવડતામાં પરવશ છે. પરલોકથી પરાડભુખ છે, વિષયના પિપાસુ છે એવા અણઘડ માણસો માટે એ ચારિત્રમાર્ગ કઠીન છે. પણ જે ધીર-વીર અને હિંમતવાન છે, નિશ્ચિત કરેલા વ્યવસાયને પકડી રાખનારા છે તેમને આ કઠીન હોવા છતાં ચારિત્રમાર્ગ એક કર્તવ્ય તરીકે મનમાં જમ્યા પછી પાળવે જરા પણ દુષ્કર નથી. માટે હે માતા-પિતા ! હું તમારી આજ્ઞા મેળવીને ચારિત્ર લેવા ઈચ્છું છું.
| હે માતા! તું કહે છે કે ચારિત્રમાં કષ્ટ ઘણું પડશે પણ જે ચારિત્ર ન લઉં અને રમણીઓના મોહમાં ફસાયેલે રહું તે સંસારના સુખ તો ક્ષણિક છે. ક્ષણિક સુખ ભેગવતાં નરકાદિ દુર્ગતિઓના કેવા દુઃખે ભેગવવા પડશે! અગાઉ પણ મારા આત્માએ એવા દુખો ભેગવ્યા હશે ને હજુ પણ ત્યાગ માર્ગ નહિ સ્વીકારું તે દુર્ગતિમાં કેવા દુખે વેઠવા પડશે તેને તમને ખ્યાલ છે ? નરકમાં ઘેર દુખે વેક્યા છે તેની આગળ ચારિત્રના દુઃખે તો કંઈ વિસાતમાં નથી, અને તું કહે છે કે તું દીક્ષા લઈશ અને પછી વેદનીય કર્મને ઉદય થશે, તું માંદે થઈશ ત્યારે તારી સેવા માટે ઘરના જેવી સગવડતા અને અનુકૂળતા ત્યાં નહિ મળે. ઠંડી-ગરમી ભૂખ-તરસ-ડાંસ મચ્છર વિગેરે ઘેર પરિસહ સહેવા પડશે. ઉપસર્ગો સહેવા પડશે. રોગ અને વ્યાધિ પણ ઘરના જેવી અનુકૂળતા વિના મહાકષ્ટથી સહેવી પડશે તો હે માતા! સંસારમાં પણ ક્યાં રોગ નથી આવતા? બધી સુખ સગવડતા આપણા જેવા ભાગ્યવાનને મળે છે. બાકી તે સંસારમાં અસંખ્ય છ રોગને ભેગ બની ગયા હોય છે. પણ કોઈ તેને સામું જેનાર નથી. ભૂખ્યા તરસ્યાં ફૂટપાથ ઉપર સૂઈ જાય છે પણ કઈ એક રેટીનું બટકું આપતા નથી. તેમને પહેરવા કપડા નથી. તેઓ ઠંડીથી થરથર