________________
શરદા સરિતા
૬૮૫
દેવે ભવનપતિ વાણવ્યંતર-તિષી અને પહેલા બીજા દેવલોકના દેવે પૃથ્વી-પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે તે રીતે મનુષ્ય પણ રસનેન્દ્રિયની તીવ્ર આસકિત અને અનંતકાય બટાટા વિગેરે ખાવાની લોલુપતાને કારણે અનંત કાયમાં ચાલ્યા જાય છે.
બંધુઓ ! આટલા માટે અમે તમને કહીએ છીએ કે જે તમારે અનંતકાયમાં ન જવું હોય તો અનંતકાયને ત્યાગ કરે. ઘણાં કંદમૂળની બાધા લે છે પણ બિમારીમાં ઔષધ નિમિત્તે વાપરવાની છૂટ રાખે છે, એ બરાબર નથી કારણ કે અશાતાના ઉદય વિના બિમારી આવતી નથી. અશાતાના બંધ વિના અશાતાને ઉદય થતો નથી. અશાતાના બંધનું કારણ હિંસા છે તે માંદગીમાં કંદમૂળનું ભક્ષણ કરવું, અભક્ષ્યની છૂટ રાખવી ને હિંસાની પ્રવૃત્તિ વધારવી તો તેનાથી માંદગી વધે કે ઘટે? કપડું મેલું હોય ને તેને ગટરના ગંદા પાણીથી ધોવાથી કપડું સ્વચ્છ થવાને બદલે વધારે મેલું થાય. ગંધાતું થાય છે તેમ આપણે આત્મા પણ કર્મના ભારથી હળવે બનવાને બદલે મલીન બને છે. માટે સમજીને કંદમૂળ તેમજ અભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરે. જેનકુળમાં જન્મેલાઓને બાળપણથી જે આવા સંસ્કારોનું સિંચન મળે તે કેટલું પાપ થતું અટકી જાય.
જમાલિકુમારને માતાએ કહ્યું કે બેટા ! સંયમમાં ઈન્દ્રિયેનું દમન કરવું પડશે. ત્યારે જમાલિકુમારે કહ્યું–માતા ! સંયમમાં ઈન્દ્રિયનું દમન કરીશ તે કર્મની નિર્જર થશે. હે માતા સાંભળ, આ સંસાર કે છે? આજે મીઠે આ સંસાર કાલે દુઃખ પારાવાર, એને યાર શું કરું? (૨) જેને આજે છે સંગાથ, કાલે છોડી દેશે સાથ, એને પ્યાર શું કરું?
આ સંસારમાં આજે સુખને સાગર ઉછાળા મારે છે ને કાલે દુઃખના ડુંગર ખડકાઈ જશે. આજે સગાં-સ્નેહીઓ સૈ ખમ્મા ખમ્મા કરે છે ને જ્યારે પાસે કંઈ નહિ રહે ત્યારે કેઈ સામું પણ નહિ જુવે, આવા સંસારમાં કેણુ કેવું છે? કેના ઉપર પ્રેમ કે રાગ કરવા જેવું છે? મને જે પ્રભુને માર્ગ રુએ છે તે બરાબર છે. માટે હું તે દીક્ષા લઈશ. જમાલિકુમાર પોતાને નિર્ણય ફેરવતા નથી. માતાએ ગૌચરી કેવી રીતે કરવી પડશે તે વાત સમજાવી હજુ સંયમમાં કેવા કેવા પરિષહ સહન કરવા પડશે તેનું વર્ણન કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર- “ધનદેવ વધસ્થાને ધનદેવને પ્રધાને પહેલાં તે નિર્દોષ છોડી મૂકો. પણ એના પાપ કર્મને ઉદય હતો એટલે પાછો ફર્યો તેવા વાંદરાએ તેના કપડાં ફાડી નાખ્યા. એટલે રત્નાવલી હાર તેમાંથી સરી પડે. એટલે પ્રધાનને વહેમ પડ્યો કે આ હાર રાજપુત્રીને છે. અને રાજકુંવરીને પણ પત્તો નથી. નક્કી આણે મારી નાંખી હશે. ને હાર લૂંટી લાવ્યું લાગે છે. નહિતર આની પાસે આવે હાર કયાંથી આવે? પ્રધાને ધનદેવને પૂછયું, તું