________________
સારદ સરિતા
ઇતને એક બદર આ વસ્તર ફાડ દિયા ચૂપચાપ ભૂમિ પર માલા રત્નકી, પડ ગઈ આપોઆપ
કહે મંત્રીશ્વર દેખા, પ્રગટ હે ગયા પા૫ડેશ્રોતા
ધનદેવ જતો હતો ત્યાં પ્રધાનના આંગણમાં એક વાંદરાએ છલાંગ મારીને ધનદેવને પકડી ને વસ્ત્ર ચીરી નાંખ્યું. એટલે સપ્તર્ષિનક્ષત્રમાળા જે તે
પ્રદેશને પ્રકાશિત કરતે લેયસરા” રત્નાવલી હાર ઉપરના વસ્ત્રમાંથી નીચે સરી પડે. આ મંત્રીએ જોયું. એની પાસે રત્નાવલી હાર જોતાં પ્રધાન ચમક્યો. અહો! હમણાં તે કહેતો હતો કે મારી પાસે કંઈ નથી ને એની પાસે આ હાર કયાંથી? એનું પાપ પ્રગટ થઈ ગયું ને આ હાર તે રાજકુંવરીને છે. રાજકુંવરીને પણ પત્તે નથી, તે આ માણસ કુંવરીને મારીને અગર લૂંટીને આ હાર લાવ્યું હતું જોઈએ. નહિતર એની પાસે હાર ક્યાંથી આવે? ધનદેવ પાસેથી કુંવરીને ત્રેયસરા રત્નાવલી હાર મળવાથી તેના ઉપર શંકા થઈ ને એને પકડી લીધો.
ધનદેવને તે હાર મડદા પાસેથી મળ્યું હતું. એનું કઈ ધણી નથી અને મડદાને એની જરૂર નથી એમ માનીને લીધે હતો. હાર કેને છે તે જાણતા નથી અને પિતાની પાસે હાર સિવાય બીજું કંઈ જ ન હતું. હાર આપી દઉંતે પછી મારે શું કરવું એ વિચારથી ધનદેવ ધનના શેડા લેભ ખાતર અસત્ય છે. હવે પ્રધાન તેને રાજા પાસે લઈ જશે ને રાજા પૂછશે ત્યારે શું કહેશે ને ધનદેવ કેવી મુશ્કેલીમાં મૂકાઈ જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૭૭ ભાદરવા સુદ ૧ ને ગુરૂવાર
તા. ૨૭––૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને!
શાસનપતિ ત્રિલકીનાથ ભગવંતે જગતના જીવો ઉપર કરૂણા કરી શાસ્ત્રવાણીનું નિરૂપણ કર્યું. દરેક ને બે આંખ હોય છે. પણ શાસ્ત્ર એ ત્રીજું લેચન છે. એ લોચન દ્વારા જીવ પિતાના સ્વરૂપમાં ઠરી જાય છે. અનંતકાળથી જીવ અનંત સંસારમાં રઝળે છે. એ અનંતને અનંત કરી અનંત સુખની લહેરમાં બિરાજમાન એવા અનંત સિધ્ધની શ્રેણીમાં જવું હોય તો તે હદયને પવિત્ર અને સરળ બનાવવું પડશે. જેનું હદય સરળ હોય છે તેના હૃદયમાં ધર્મના બીજ ઉગી નીકળે છે. સોરી ૩qય મૂયો કાળી માટીની જમીનમાં છેડે વરસાદ પડે છે ને ખેડુત બીજ વાવે તે પણ ઉગી નીકળે છે પણ આરસની જમીનમાં ઉગતું નથી. માટે હૃદયમાંથી કષાયના કાંકરા કાઢી શુદ્ધ બનાવવાની જરૂર છે. કષાય એ મુક્તિમાં જતાં આત્માને રોકનાર છે,