________________
૬૮૦
શારદા સરિતા હે દીકરા! શ્રમણ નિગ્રંથને (૧) આધાકમક, (૨) દેશિક, (૩) મિશ્રજાત (૪) અધવપૂરક, (૫) પૂતિકૃત (૬) (૭) પામિત્ય કીત (૮) અંછિદ્ય () અનિઃ સુષ્ટ (૧૦) અભ્યાકૃત (૧૧) કાંતારલકત (૧૨) દુર્ભિક્ષભકત (૧૩) ગ્લાનભકત (૧૪) બાલિકાભકત (૧૫) પ્રાપૂર્ણભકત (૧૬) શધ્યાંતરપિંડ (૧૭) રાજપિંડ (૧૮) મૂળનું ભજન, કંદનું ભજન, ફળનું ભોજન બીજનું ભજન, લીલી વનસ્પતિનું ભજન, ખાવું કે પીવું કલ્પતું નથી.
સાધુને ઉદેશીને તેમના નિમિત્તે બનાવેલ આહાર કલ્પત નથી. સાધુના નિમિત્તનું મિશ્રણ કરેલો એટલે પિતાના માટે ને સાધુ માટે બનાવેલો કુપે નહિ. સાધુના નિમિત્તે ખરીદીને લાવેલે આહાર, સામે લઈ ગયેલે આહાર ન કરે. કઈ પણ પ્રકારના સદોષ આહાર સાધુને કલ્પ નહિ. દશવૈકાલીક સૂત્રમાં કહ્યું છે કે
दुल्लहाउ मुहादाइ, मुहाजीवि दुल्लहा । मुहादाइ मुहाजीवि, दोवि गच्छन्ति सुग्गइं॥
દશ. સૂ. અ. ૫ ઉ. ૧ ગાથા ૧૦૦ સુપાત્ર દાન લેનારા અને સુપાત્ર દાન દેનારા બને દુર્લભ છે. લેનાર ને દેનાર બંને સુપાત્ર હોય ને આહાર નિર્દોષ હોય તે લેનાર અને દેનાર બંને સદગતિમાં જાય છે. પણ અસૂઝતા અને આધાકમ આહાર લેવાથી ને દેવાથી બંનેનું લૂંટાઈ જાય છે. માટે તમે સાધુ-સાધ્વીને નિર્દોષ ગૌચરી વહેરાવજે. તે તમારૂં ને સાધુનું બંનેનું કલ્યાણ થશે.
જમાલિકુમારની માતા કહે છે હે દીકરા! ઉપર કહ્યા પ્રમાણે તારે નિર્દોષ આહારની ગવેષણ કરવી પડશે. જુઓ તે ખરા, જમાલિકુમારની માતા પણ કેટલી જાણકાર હતી ! આજના શ્રાવકને સાધુને શું કરે ને શું ન કપે તેની ખબર કંઈકને નથી. દશવૈકાલીક સૂત્રનું વાંચન કરે તે તમને ખબર પડશે કે સાધુને કેવો આહાર કલ્પે. હવે જ જમાલિકુમારની માતા આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
ધનદેવ શ્રવસ્તીનગરીમાં દિનાંતર સાવથી નગરી, પહુંચ ગયા ધનદેવ, ગત રાત્રીમેં રાજ્ય ખજાના, ટૂટ ગયા અત એવ,
કરી ઘેષણુ પુરમેં પકડે, તર-કર કે તખેવા હે....શ્રોતા
ચરિત્ર: ધનદેવ ચાલતો ચાલતે થોડા દિવસમાં શ્રાવસ્તીનગરીની બહાર આવી પહોંચે. બંધુઓ ! જે જે કર્મ કેવા ખેલ કરે છે. ધનદેવ દરિયામાંથી બચ્ચે. એને ભયંકર રોગ પણ પુણ્યના ઉદયથી ચાલ્યો ગયો. પણ અહીં શું થાય છે? ધનદેવ સવારે પહોંચ્યો તે રાત્રે વિચારધવલનો ભંડાર ચોરેએ લૂંટ હતે. એટલે રાજાએ ઓર્ડર કર્યો હતો કે જે કઈ પરદેશી માણસ આવે તે અગર જેના ઉપર શક પડે તેવા જે માણસો મળે તેને અહીં પકડી લાવે.