________________
૬૫૮
શારદા સરિતા મિથ્યાત્વરૂપી ઝેરનું નિવારણ કરવામાં ભગવાન મહાવીર ગારૂડિ-મંત્રવાદી સમાન છે. સંસારના વ્યવહારમાં ગમે તેટલું ડહાપણ હોય, પારકાની પંચાતમાં ગમે તેટલી કુશળતા હોય, પણ આત્માના વિકાસ માટે, આત્માના કલ્યાણ માટે અને આત્માની અનંત શકિતઓને પ્રગટ કરવાનો વિચાર ન આવે, આત્મસ્વરૂપની પિછાણુ ન થાય ત્યાં સુધી દરેક જીવો બેભાન દશામાં પડેલા છે. બાહ્ય વિષપાન વડે કે સર્પ આદિ ઝેરી જંતુઓના ડંશથી કે ઈ મનુષ્ય મૂર્ષિત થઈ જાય પણ હજુ મૃત્યુ પામ્ય નથી, તાળવામાં પ્રાણ બેઠા હોય ને ભાગ્યાગે તે સમયે કેઈ વિષ ઉતારનાર ગારૂડિ મંત્રવાદી મળી જાય અને એ ગારૂડિ મંત્રવાદી પિતાની શક્તિ વડે ઝેર ચઢવાથી બેભાન બનેલા મનુષ્યના શરીરમાં વ્યાપેલું વિષ ઉતારી નાંખે તેમજ મરી ગયેલા જેવી સ્થિતિમાંથી સજીવન કરે તે સમયે તે વ્યકિતને તેમજ તેના કુટુંબીજનોને કેટલે આનંદ થાય? એ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર આપણું ભાવવિષનું નિવારણ કરવા માટે ગારૂડિ મંત્રવાદી સમાન છે. વિભાવદશા તેમજ વાસનાના પ્રબળ જોરથી જીવની મૂછિત જેવી અવસ્થા છે. બાહ્ય વિષ વડે બેભાન બનેલી વ્યકિતને જેમ તાળવે પ્રાણ બેઠેલા હોય છે તે પ્રમાણે ભાવથી આપણે બેભાન જેવા છતાં અક્ષરના અનંતમાં ભાગ જેટલી ચેતના સહુ જીની ખુલ્લી છે. જે એટલી ચેતના ખુલ્લી ન રહે તે જીવ અજીવ બની જાય. પણ ત્રણ કાળમાં એવું બનતું નથી. જીવ તે સદાને માટે જીવ રહે છે. કર્મના આવરણની ન્યુનાધિતાને કારણે તેની ચેતનામાં ઓછા વધતાપણું થયા કરે છે. પણ ચૈતન્યગુણને સર્વથા નાશ થતો નથી. નિગોદમાં પણ જ્ઞાન-ચેતનાને અનંત અંશ ભાગ ખુલે છે તે આપણે સંજ્ઞીપચેન્દ્રિય અને તેમાં પણ મનુષ્યપણું પામ્યા છીએ એટલે અંતર્ગત ચેતનાને અંશ બેઠો છે. એ ચેતના સાથે મિથ્યાત્વરૂપી વિષનું મિશ્રણ થયું હોવાથી જીવ મૂછિત જેવી સ્થિતિમાં આવી ગયો છે. કરવા લાયક ન કરીએ ને ન કરવા લાયક કરીએ વાસ્તવિક દષ્ટિએ પિતાનું હોવા છતાં પાયું માની લઈએ ને પરાયું હોય તેને પિતાનું માની લઈએ. એ બેભાન દશા નહિ તો બીજું શું ? બેભાન માણસ ગમે તેમ બકે, ગમે તેમ કરે તેને તેને પિતાને ખ્યાલ નથી હતો. તેમ આત્માનું કેવળ અહિત થાય તેવું ગમે તેમ બેલીએ, ગમે તેવી પ્રવૃત્તિઓ કરીએ તેનું આપણને ભાન નથી. આવી બેભાન અવસ્થામાંથી આપણને નવજીવન અર્પણ કરનાર ગારૂડિ મંત્રવાદી શ્રમણ ભગવાન મહાવીર અને તેમનું શાસન છે. આજે જે કંઈ જીવ-અજીવના સ્વરૂપને સમજ્યા છીએ, પુણ્ય, પાપ, આશ્રવ, અને સંવરની વ્યાખ્યાને ખ્યાલ આવ્યો છે. નિર્જરા અને બંધનું સ્વરૂપ સમજાયું છે. પાપ-આશ્રવ ને બંધ એ ત્યાગ કરવા લાયક છે. સંવરનિર્જરાની અપેક્ષાએ પુણ્ય ઉપાદેય છે. આ બધી બાબતો જે કંઈક હૃદયમાં ઉતરી હોય તો એ બધે પ્રભાવ શાસનપતિ પ્રભુ મહાવીરને છે.