________________
શારદા સરિતા શોભાવી ગયા છે. એટલે જ્ઞાનીઓ આપણને કહે છે સૌ કરતાં સારામાં સારું અને કિંમતી ભૂષણ કે અલંકાર હોય તે તે શિયળ છે. તમે શીયળને દાગીને પહેરે, બ્રહ્મચર્યને દાગીના પહેરે. બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે વિચરવું. આત્મામાં વિચરવું તેનું નામ બ્રહ્મચર્ય, તમે આત્મામાં વિચરે, બહાર નહિ.
બંધુઓ ! આજ સુધી આપણે બહારમાં ખૂબ ફર્યા છીએ. હવે આત્મામાં આવીને જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તેની વાસનાઓ ઓછી થતી જાય છે માટે સારામાં સારો દાગીને શીયળને છે. તમે જે દાગીના પહેરે છે તે તો અમુક સમયે પહેરાય અને અમુક સમયે ન પહેરાય. લગ્નમાં પહેરીને જવાય ને કોઈની સાદડીમાં જવું હોય તો ઉતારવા પડે. તે સિવાય બાલપણ અને યુવાનીમાં પહેરે તે ભી ઉઠે ને વૃદ્ધાવસ્થામાં પહેરે તે શોભે નહિ. છતાં જો પહેરે તે દુનિયા એને એમ કહેશે કે જેયું ઘરડા થયા પણ હજુ એના માજશેખ કયાં ઓછા થાય છે? લોકોમાં હસીને પાત્ર બનશે. જ્યારે શીયલને દાગીનો તે માણસ બાળપણમાં યુવાનીમાં અને પાછલ્લી અવસ્થામાં જ્યારે ઈચ્છા થાય ત્યારે પહેરી શકે છે. જ્યારે પહેરે ત્યારે તે શોભી ઉઠે છે ને એને પહેર્યા પછી કદી ઉતારવે પડે નહિ.
ભરત ચક્રવતિ એક વખત અરિસા ભુવનમાં આવ્યા. અરિસાભૂવન એટલે શું? ત્યાગી પણ રાગી બની જાય તેવું એ સ્થાન હતું. ભારત-ચક્રવર્તિ રૂપવાન હતાં. પોતે શણગાર સજીને અરિસાભુવનમાં પિતાનું મુખ જેવા માટે આવ્યા હતા. તે વખતે તેમની આંગળીમાંથી એક વટી સરકીને નીચે પડી જાય છે. ત્યારે તેમના મનમાં વિચાર થયે કે વીંટી વિના મારી આંગળી શેભતી નથી, બૂઠી દેખાય છે. તે હું વીંટીથી શણું છું કે વીંટી મારાથી શોભે છે કેણ કોનાથી શોભે છે? આજે માણસો એમ માને છે કે સારા વસ્ત્રો અને દાગીનાથી અમે શોભીએ છીએ પણ ભાઈ ! જો તમે દાગીના અને કપડાથી શેભે છે તે મડદાને પણ પહેરાવીને! આ બધી સજાવટ અને શણગાર ક્યાં સુધી છે! અંદર ચૈતન્ય ચમકે છે ત્યાં સુધી હ. પછી તે શરીર ઉપર પહેરેલું હશે તે પણ ઉતારી લેશે. માટે બહારની શેભા નકામી છે.
આંગળીએથી વીટી નીકળીને નીચે પડી ગઈ ત્યારે પહેલાં તે ભરત-ચક્રવતિને એમ લાગ્યું કે વીંટી વિના મારી આંગળી બુઠી લાગે છે. વીંટીથી મારી આંગળી શોભતી હતી. પણ બીજી ક્ષણે તેને વિચાર આવ્યું કે મારા પિતા ઝષભદેવ ભગવાન અને મારા નાના ભાઈઓ બધા સંસાર છોડી સંયમી બની ગયા છે, તેમાં પણ મારા પિતા ઋષભદેવ પ્રભુ તે શાસનપતિ છે. તેમણે એક પણ અલંકાર પહેર્યા નથી. જેની પાસે વૈભવ નથી છતાં પણ એ કેવા શેભે છે કે તેઓ ત્રણ ભુવનના નાથ બની ગયા છે. દેવે તેમને માટે સસરણ રચે છે. માથે ત્રણ ત્રણ છત્ર ધરે છે, ચામર વીંઝે છે ને ઈના ઈ તેમના ચરણમાં