________________
ર * ૬૭૪
શારદા સરિતા કહ્યું. ગુરૂદેવ! ધમુદ્રમાં મારું વહાણુ તૂટી જવાથી મારી આ દશા થઈ છે. ધનદેવ! તમે મને એળખ્યા નથી પણ તમે મારા મહાન ઉપકારી છે. તમે તામ્રલિપ્તીનગરમાં સેાળ દીનારનું દેણું ચૂકવી મને જુગારીઓના પાશમાંથી અચાવીને સંસારનું સ્વરૂપ સમજાવ્યું હતુ. તે જુગારી હું મહેશ્વરદત્ત છું. તમારા સંગ થવાથી મને આ દીક્ષા લેવાની ભાવના જાગી અને મેં મારા આત્મકલ્યાણ માટે દીક્ષા લીધી.
ધનદેવે મુનિને ખરાખર એળખી લીધા એટલે વિનયપૂર્વક તે ખેલ્યા. મહાનુભાવ! તમે આવું ઉત્તમ ચારિત્ર લઈને તમારા જીવનનો ઉદ્ધાર કર્યાં. તમે ખૂબ ઉત્તમ કામ કર્યું ને હું આ સંસારમાં પડી રહ્યો છું તેથી મને દુઃખ આવ્યું છે એટલે મુનિએ કહ્યું-ધનદેવ! આ સ ંસાર જ એવા વિચિત્ર છે.
સંસારમાં કાઇ વસ્તુ સ્થિર નથી. દરેક પ્રાણીને સુખ અને દુઃખ આવ્યા કરે છે. જેના ઉય છે તેના અસ્ત અવશ્ય છે માટે તમે ચિંતા કરશે નહિ. જેમ ક્ષીણતા પામેલે! ચંદ્ર પુનમે પૂર્ણ થાય છે તેમ તમે પણ પાછા સારી સ્થિતિમાં આવી જશેા. જેમ અગ્નિ વિના અશુરૂ ચંદનના સુગ ંધનું માહાત્મ્ય જણાતું નથી તેમ તમારા જેવા પવિત્ર પુરૂષનું માહાત્મ્ય આપત્તિ વિના જણાતું નથી. તમે મારા મહાન ઉપકારી છે. મારે તમને સંપૂર્ણ સહાય કરવી જોઇએ. પણ અત્યારે હું સંસારના સર્વ સંધ છેડીને સાધુ બની ગયા છું માટે મારાથી તમારા પર કંઇ ઉપકાર થઈ શકે તેમ નથી. પણ મારી પાસે એક ગાર્ડે મત્ર છે. મેં ખુબ સાધના કરીને સિદ્ધ કરેલા છે તે હું તમને આપું છું. તે તમે ગ્રહણ કરો. તમને કોઈ વખત કામ આવશે. મુનિનું વચન સાંભળી ધનદેવને ખૂબ આનંદ થયા. ને સ ંતુષ્ટ થઈને ખેલ્યા. મુનિરાજ! હવે મને એ વાત સમજાઈ ગઈ છે કે પુણ્યના ઉદ્દય વિના સુખ કે સ ંપત્તિ મળતી નથી. જો મેં પૂર્વે પુણ્ય કર્યો હશે તે મારા ભાગ્યેાય જાગશે. નહિતર હું આ સ્થિતિમાં રહી મારા પાપકર્મના ક્ષય કરૂ છું. મારે એ ગારૂડમત્રની જરૂર નથી. એવા અપરિચત મંત્રને સિદ્ધ કરવાની મારે જરૂર નથી પણ મુનિએ એને કહ્યું ગમે તેમ થાય. આ મંત્ર સાથે રાખે તા જરૂર આપને સહાયક બનશે. મુનિએ અતિ આગ્રહ કર્યો એટલે ધનદેવે ગારૂડમંત્ર લીધે. ધનદેવને ધન્યવાદ આપ્યા ને પાતે વિહાર કરી ગયા અને ધનદેવ પણ પેલે રત્નાવલી હાર અને ગારૂડમંત્ર લઇ સ્વદેશ તરફ જવા માટે આગળ ચાલ્યેા. રત્નાવલી હાર તા સારા માટે મળ્યા છે. પણ તે હાર તેની કેવી દશા કરાવશે ને કેવા દુઃખ પડશે તેના ભાવ અવસરે કહેવાશે.
>
*