________________
૬૭૨
શારદા સરિતા
કરશે તે દુઃખ નહિ થાય. એ તો એક વિચાર કરશે કે એ મારી સ્તુતિ કરે કે મારી નિંદા કરે એમાં મારું શું? હું તે મારાથી પૂર્ણ છું. કેઈ મારી સ્તુતિ કરશે તે મારી પૂર્ણતામાં વધારે નહિ થાય ને નિંદા કરશે તેથી મારી પૂર્ણતા ઘટી જવાની નથી. હું તે જે છું તે છું. મારું તો એનાથી અલગ છે. એ બહારના છે ને હું એ બહારની ચીજોથી પર છું. આ રીતે સુખમાં આનંદ નહિ ને દુઃખમાં શોક નહિ, આવી દશા આપણે સહુએ પ્રાપ્ત કરવાની છે. આવી દશા પ્રાપ્ત થાય તે બેડે પાર થઈ જાય.
જમાલિકુમાર આત્મિક અદ્ધિથી પૂર્ણ બની ગયા છે. જલ્દી દીક્ષા લઈને પ્રભુના ચરણમાં જીવનનૈયા ઝૂકાવવી છે પણ માતા સંયમમાર્ગ કે કઠીન છે તેનું વર્ણન કરે છે. હજુ પણ કહેશે કે સંયમમાર્ગ કે દુષ્કર છે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્રઃ-ધનદેવને ધનશ્રીએ સમુદ્રમાં ફેંકી દીધા પછી તેનું શું બન્યું તે જોઈએ.
બચી ગયેલા ધનદેવનું ચિંતન ધનદેવ જેવો સમુદ્રમાં પડે કે તરત તેના મુખમાંથી નમે અરિહંતાણું શબ્દ નીકળી ગયો. નવકારમંત્રને અજબ મહિમા છે. દુનિયામાં ગમે તેટલા મંત્ર હેય પણ નવકારમંત્ર જે શ્રેષ્ઠ કઈ મંત્ર નથી. નવકારને ગણનારે નરકમાં જતો નથી. ધનદેવ દરિયામાં પશે તે વખતે નમો અરિહંતાણું શબ્દ બોલ્યો, ને તેને આયુષ્યના બળથી એક ભાંગેલા વહાણનું પાટીયું તેના હાથમાં આવી ગયું. તેના ઉપર ધનદેવ બેસી ગયે. જુઓ, પુણ્યદય શું કામ કરે છે! લાકડાનું પાટીયું હલકું હોય છે. પિતે તરે છે ને બીજાને તારે છે. ધનદેવ વહાણની જેમ તેના ઉપર બેસી ગયો. બેઠો બેઠો નવકારમંત્ર ગણે છે. આમ કરતાં સાત દિવસ સુધી ધનદેવ ભૂખે ને તર પાટીયા ઉપર બેસી રહો. ભાગ્ય લઈ જાય ત્યાં જવાનું છે. અત્યારે કયાં જવું તે એના હાથની વાત નથી. સાત દિવસે પાટીયું તરતું તરતું એક કિનારે આવ્યું પણ અહીં શું ચમત્કાર થશે કે ધનદેવ સાત દિવસ ને સાત રાત્રી સમુદ્રના ખારા પાણીમાં રહ્યો એટલે એના શરીરમાં જે વ્યાધિ થઈ હતી તે તદન નાબૂદ થઈ ગઈ. ઘણી વખત ઝેર ઝેરને મારે છે. (અહીંયા પૂ. મહાસતીજીએ ઝેર ઝેરને કેવી રીતે મારે છે તે ઉપર ગુરૂ-શિષ્યનું દષ્ટાંત કહ્યું હતું)
ધનદેવના શરીરને ખારાશની જરૂર હતી. ખારા પાણીમાં રહેવાથી તેને રેગ મટી ગયો ને બધી પીડા શાંત થઈ ગઈ ને કંચનવણી એની કાયા બની ગઈ. જાણે નો જન્મ ન લીધે હોય! એમ ધનદેવને લાગતું હતું. કિનારે આવીને પાટીયું છોડીને એક વૃક્ષની નીચે જઈને બેઠે, ને મનમાં વિચાર કરવા લાગે કે આ સ્ત્રીએ પિતાના અને સસરાના બંને કુળને કલંકિત કર્યો. મેં તેને કેટલું પ્રેમથી બોલાવી, ચલાવી અને એ ખુશ રહે તે રીતે બધું કર્યું છતાં તેણે મારા પ્રત્યે કેટલો વૈરભાવ રાખે? એને આવું કાર્ય શા માટે કરવું પડયું હશે? ખરેખર આવી સ્ત્રીઓ દેનું ઘર, આપત્તિઓનું રહેઠાણ,