________________
શારદા સરિતા
૬૬૫ સમુદ્ર ડહેલી નાંખે પણ મારા પતિનો પત્તો મેળો. ત્યાં વહાણ ઉભા રખાવી બીજી નૈકાઓ દ્વારા ખૂબ તપાસ કરી પણ ધનદેવને પત્તે ન લાગે. નંદકને ખૂબ દુઃખ થયું હતું પણ હવે બીજો કોઈ ઉપાય ન રહ્યો. ધનશ્રી પણ કૃત્રિમ રૂદન કરતી હતી. કર્મના વિપાક કેવા ભયંકર છે! પિતે સમુદ્રમાં ફેંકીને જાણે કંઈ જાણતી નથી તે રીતે વર્તન કરવા લાગી. ઘણી વખત એવું બને છે કે ચાર ચોરી કરીને પાછો ચોરી કોણે કરી? એમ શાહુકારી બતાવે છે તેમ ધનશ્રીની પણ એવી સ્થિતિ છે. ધનદેવનો પત્ત ન પડવાથી સવાર પડતાં વહાણને લંગર ચઢાવી દુખિત દિલે નંદક પોતાના સાર્થને લઈને સ્વદેશ જવા રવાના થશે. તેના વહાણ દેશ તરફ પ્રયાણ કરી રહ્યા છે. હવે ધનદેવ સમુદ્રમાં પડયા પછી તેનું શું થયું તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં ૭૫ . ભાદરવા વદ ૧૪ ને મંગળવાર
તા. ૨૫-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને !
ત્રિભુવનના નાથ, વિશ્વવંદનીય, સર્વજ્ઞ ભગવંતે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યા પછી જગતના જીને ઉપદેશ આપ્યું.
विशुध्धि क्षेत्रस्वामि विषयेभ्या ऽवधिमन : पर्याययो ।
તત્વાર્થ સૂત્રમાં આચાર્ય ઉમાસ્વાતિજી કહે છે કે અવધિજ્ઞાન અને મન ૫ર્યાય જ્ઞાન બંને અપૂર્ણ જ્ઞાન છે. છતાં બંનેના વિશુદ્ધિ ક્ષેત્ર, સ્વામી અને વિષય આટલી બાબતમાં તફાવત છે. અવધિજ્ઞાની કરતાં મનઃ પર્યાયજ્ઞાની ખૂબ વિશુદ્ધ સ્પષ્ટ જાણે છે. અવધિજ્ઞાન અને મનઃ પર્યાયજ્ઞાન વિક પ્રત્યક્ષ છે ને કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ જ્ઞાન છે. ને મતિ-શ્રુત એ બે જ્ઞાન પક્ષ જ્ઞાન છે. અવધિજ્ઞાન બે પ્રકારનું છે.
ओहिनाण पच्चक्खंदुविह पन्नत्तं तंजहा भवपच्चइयंच खाओवपमियं च ।
જે અવધિજ્ઞાન જન્મતાંની સાથે પ્રગટ થાય તે ભવપ્રત્યય અવધિજ્ઞાન છે. તે અવધિજ્ઞાન નારકીને અને દેને હોય છે ને જે અવધિજ્ઞાન જન્મસિદ્ધ નથી પણ જન્મ લીધા પછી વ્રત-નિયમાદિ અનુષ્ઠાન કરવાથી પ્રગટે છે તે ગુણપ્રત્યય અથવા ક્ષયપશામજન્ય કહેવાય છે.
મનઃ પર્યાયજ્ઞાન પણ બે પ્રકારનું છે. “૩ઝુમદ્ ચ વિપુમડુ ય” ઋજુમતિ અને વિપુલમતિ. ઋજુમતિ વસ્તુના સ્વરૂપને સામાન્ય રીતે અસ્પષ્ટ જાણે છે અને વિપુલમતિ વિશેષ રૂપે સ્પષ્ટ જાણી શકે છે. ઋજુમતિ આવેલું પાછું જાય છે ને વિપુલમતિ આવેલું પાછું જતું નથી. અવધિજ્ઞાન અને મન ૫ર્યાયજ્ઞાનમાં ઉપર કહેવા